________________
૪૨૮ દરબાર બાર વરસે લીધી છે સંભાર. સાહેલી. ૩
સખી કલંક ચઢાવ્યું મારે માથે, મારી સાસુએ રાખી નહિ પાસે; મારા સસરે મેલી વનવાસે. સાહેલી. ૪
પાંચસે સખીઓ દીધી છે મારે બાપે, તેમાં એકે નથી મારી પાસે એક વસંતબાળા મારી સાથે. સાહેલી. ૫
કાળો ચાંલ્લો ને રાખડી કાળી, મેલ્યાં વન મેઝારી, હવે સહાય કરે દેવ મારી. સાહેલી.
૬ મારી માતાએ લીધી નહિ સાર, મારા પિતાએ કાઢી ઘર બહાર; સખી ન મળ્યો પાને પાનાર. સાહેલી૭
મને વાત ન પૂછી મારે વીરે, મારા મનમાં નથી રહેતી ધીર; મારે અંગે ફાટી ગયા ચીર. સાહેલી ૮
મને દીશા લાગી છે કાળી, મારી છાતી જાએ છે. ફાટી, અંતે અંધારી અટવીમાં કર્મો નાખી. સાહેલી ૯
મારૂં જમણું ફરકે છે અંગ, નથી બેઠી હું કોઇની સંગ આ તે શો પ રંગમાં ભંગ. સાહેલી ૧૦ - સખી ધાવતા છોડાવ્યાં હશે બાળ, નહિતર કાપી હશે કુણી ડાળ; તેના કમૅ પામી છેટી આળ, સાહેલી. ૧૧
વનમાં ભમતાં મુનિ દીઠા આજ, પૂર્વ ભવની પૂછી છે વાતજીવે શ્યા કીધાં હશે પાપ. સાહેલી. ૧૨
બેન હસતા જે હરણ તમે લીધા, મુનિરાજને બહુ દુખ દીધાતેના કર્મો તમે વનવાસ લીધાં. સાહેલી. ૧૩