________________
૧૫૩
છ ત્રીસ અતિશય વિરાજતા, છહ વાણુ ગુણ પાંત્રીસ કહો બારે પર્ષદા ભાવશું, છહો ભગતે નમાવે શીશ.૦ ૪ જીહો મધુર દવનિ દીયે દેશના, છહો જિમરે અષાઢોરે મેહ, જીહો અષ્ટમી મહિમા વર્ણવે, જીહો જગત બંધુ કહે તેજ ૫
ઢાળ ત્રીજી. (રૂડી ને રળિયામણી રે વહાલા તારી દેશના રે, તે તે મારા
મંદિરીયે સંભળાય—એ દેશો ) રૂડી ને રઢિયાળીરે પ્રભુ તારી દેશના રે, તે તો જે જન લગે સંભળાય, ત્રિગડે વિરાજે રે જિન દિયે દેશનારે. શ્રેણિક વંદે પ્રભુના પાય, અષ્ટમી મહિમા કહો કૃપા કરી રે, પૂછે ગાયમ અણગાર; અષ્ટમી આરાધન ફળ સિધિરે. ૧. વીર કહે તિથિ મહિમા એહને રે, ઋષભનું જન્મ કલ્યાણ; ગષભ ચારિત્ર હોય નિર્મલું રે, અજિતનું જન્મકલ્યાણ અ. ૨ સંભવ ચ્યવન ત્રીજા જિનેશ્વરૂપે, અભિનંદન નિર્વાણ સુમતિ જન્મ સુપાર્શ્વ વન છે રે, સુવિધિનેમિ જન્મ કલ્યાણ. અ. ૩ મુનિસુવ્રત જન્મ અતિગુણ નિધિરે; નેમિ શિવપદ લીધું સાર; પાર્થનાથ નિર્વાણ મનોહરૂરે, એ તિથિ પરમ આધાર. અ. ૪ ગૌતમ ગણધર મહિમા સાંભલીરે, અષ્ટમી તિથિ પ્રમાણ, મંગલ આડતણી ગુણ માલિકા, તસ ઘેર શિવ કમલા પ્રધાન. અ૦ ૫ .