SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિય પુસ્તકને સદુપયોગ કરવામાં ધર્મ-પ્રિયજને અનહદ પ્રયત્ન કર્યા વિના રહેશે નહિ એવી હું આશા રાખું છું. | વિઆ પુસ્તકની અંદર આવેલા પ્રાચીન ચિત્યવંદનાદિને લખવા લખાવવામાં પન્યાસજી મહારાજ શ્રી તિલકવિજયજી ગણિએ અત્યંત પ્રયાસ કર્યો છે અને પન્યાસશ્રીજીએ આ બુકની અંદર ચૈત્યવંદન સ્તુતિઓ અને અતિશય વૈરાગ્ય રસીક સ્તવને તથા વૈરાગ્યમય અને નહિ છપાયેલી એવી સારી સજઝાયને ઘણે શ્રેષ્ઠ સંગ્રહ કરેલ છે. તદુપરાંત પ્રેસ કોપી તથા પ્રફ ઘણે શ્રમ લઈને સ્વજાતે સુધારેલ છે અને આ વખતે પ્રથમવૃત્તિમાં શુધિ તરફ ઘણું લક્ષ રાખેલ છે છતાં કદાચ પ્રેસ દષથી તેમજ દષ્ટીદષથી અશુધિ રહી હોય તે તે દ્વિતીયાવૃત્તિમાં સુધરશે. આ પ્રિય પુસ્તકની શરૂઆતમાં વયોવૃદ્ધ શાંતમૂર્તિ ચારિત્રપાત્ર તપોનિષ્ઠ દાદા ગુરૂ શ્રી ૧૦૦૮ શ્રીમાન જીતવિજયજી મહારાજનું સંક્ષિપ્ત જીવન વૃત્તાંત આપેલું છે ત્યારપછી ક્રમે ક્રમે પ્રભુસ્તુતિના ૨૨ શ્લેકે, ચિત્યવંદન ૫૧, વીશ સ્થાનકના દુહા ૨૦, સ્તવનો ૧૪૧ થયોના જેડાએ ૭૦, વૈરાગ્ય રસીક સજઝાયો ૧૧૯, ઉપદેશક પદો ૧૯, બોધદાયક દુહાઓ ૪૧ અને પાછળના વિભાગમાં પાંચમા આરાનું કિંચિત સ્વરૂપ અપાયેલું છે અને ત્યારપછી પ્રભુ આરતી લાવણીઓ વિગેરે વિગેરે યોગ્ય વિષય આપે છે. તે સુજ્ઞ વાચકને પુસ્તકની અનુક્રમણીકા વાંચવાથી વાકેફ થવાશે. આ પુસ્તક પ્રગટ કરવામાં પૂજ્યપાદુ મુનિરત્ન શ્રીમાન બુદ્ધિવિજયજી મહારાજના પરમ વિનેયી મુખ્ય શિષ્યરત્ન મુનિરાજ શ્રી શાન્તિવિજયજી મહારાજના સદુપદેશથી શ્રાવક શ્રાવિકા વર્ગની આ પુસ્તક માટેની જે સહાય મળેલી છે તે ધર્મજનનાં મુબારક નામોની યાદી આપવામાં આવી છે. સંવત ૧૮૯૩. લી. ચરણારવિંદ મુનિ ભુવનવિજય. મહાશુકલ એકમ્. ઈ ઠે. શાન્તિભુવન–પાલીતાણા.
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy