________________
१७३
વિમળ કમલમાં નિવાસ કરવાવાળી, હિરણ્ય, સુવર્ણ, ધનધાન્ય નિપજાવનારી હે દેવી ! મારા સકળ અર્થની સિદ્ધિ પ્રાપ્ત કરાવે. મારી સર્વ આધિ, વ્યાધિ, ઉપાધિ હરી લા. મારા સર્વ શત્રુઓને થંભાવી દે, તેનુ નિવારણ કરો. મારા શત્રુઆને સ્તંભત કરો. મારા ઉપર મમતા રાખેા. હૈ સુખ દેનારી, કલ્યાણ કરનારી, શાંતિ દેનારી, શુભ કરનારી, આનંદ પ્રમાદ દેનારી, મારુ સર્વ સૌભાગ્ય, રિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ અને મારા વંશનું રક્ષણ કરો. મારા જય—વિજય થાય તેવું કરો.