SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ xxxxxxxxxxxxxx************* પૂજ્ય ગણિવર્ય શ્રી રશ્મિરત્નવિજયજી, પૂજ્ય ગણિવર્ય શ્રીમેઘદર્શનવિજયજી, પૂજ્ય મુનિરાજ યશોવિજયજી, પૂજ્ય મુનિરાજ ઉદયવલ્લભવિજયજી વગેરે વગેરે અનેક સુવિહિત,વિદ્વાન્ સંયમીઓ તૈયાર થયા. તેઓએ સૂરિપુરંદર હરિભદ્રસૂરિજી અને મહામહોપાધ્યાય શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મ.ના અતિ-અણમોલ, અતિ અઘરા ગ્રન્થોને અત્યંત સરળ બનાવી શ્રમણસંઘ સામે મૂક્યા કે ભણાવ્યા. (આ તો જેટલા નામો યાદ આવ્યા એ લખ્યા, એ સિવાય અનેક સંયમીઓ છે. જેઓએ જૈનસંઘ ઉપર પુષ્કળ ઉપકાર કર્યો છે અને કરી રહ્યા છે.) અને વર્ષોથી જે ગ્રન્થોને સંયમીઓ હાથમાં લેતા પણ ગભરાતા હતા. એ ગ્રન્થો આજે સેંકડો સંયમીઓ ભાષાંતરાદિના સહાયે વાંચતા થઈ ગયા. સંયમજીવનમાં જોમ આવ્યું. ઉત્સાહ વધ્યો. નવી દિશાઓ ખૂલી. સ્યાદ્વાદ કલ્પલતા, ઉપદેશરહસ્ય, ધર્મસંગ્રહણી, સામાચારી પ્રકરણ, જૈન તર્કભાષા, સ્યાદ્વાદ મંજરી, સ્યાદ્વાદ રહસ્ય, વાદમાલા, બત્રીશ-બત્રીશી, અધ્યાત્મમતપરીક્ષા, ધર્મપરીક્ષા, પ્રતિમાશતક, ષોડશક, યોગવિંશિકા, યોગશતક, યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, લલિતવિસ્તરા.... વગેરે વગેરે સેંકડો ગ્રન્થો આજે ભાષાંતરાદિ સહિત શ્રમણસંઘ પાસે વિદ્યમાન છે. એ આપણું પ્રચંડ પુણ્ય છે. પણ આમાં એવું દેખાય છે કે જે જે મહાત્માઓએ આ વિશિષ્ટ ગ્રન્થોના સંપાદનના કામ કર્યા છે. લગભગ એ બધાય મહાત્માઓએ પ્રથમ અજૈન ન્યાયગ્રન્થોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. એ પણ માત્ર મુક્તાવલિ પુરતો નહિ. પણ આગળ વધીને દિનકરી, વ્યાપ્તિ પંચક, સિધ્ધાન્તલક્ષણ વગેરે ગ્રન્થોનો પણ અભ્યાસ કર્યો છે એટલે એવું લાગે છે કે આ જે કલ્પવૃક્ષ ઉગેલું દેખાય છે. એના મૂળ તરીકે અજૈન ન્યાયગ્રન્થોનો અભ્યાસ છે. તો હવે વિચાર આપ્યો કે શા માટે ઘણા સંયમીઓ આ ન્યાયગ્રન્થોનો અભ્યાસ સરળતાપૂર્વક કરી શકે એવો પ્રયત્ન ન કરવો ? મુક્તાવલિ ઉપર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી અભયશેખરસૂરીશ્વરજીએ ખૂબ જ સુંદર છણાવટ સાથે પુસ્તક બહાર પાડ્યું જ છે. પણ શક્તિશાળી સંયમીઓ ન્યાયનો થોડોક વધુ અભ્યાસ કરે તો તેઓ પણ સ્વ-પરને ઘણા જ ઉપકારી બને. માત્ર આ એક જ આશયથી ‘વ્યાપ્તિપંચક'નામના આ એક ગ્રન્થ ઉપર વધુમાં વધુ સરળ એવી સંસ્કૃતટીકા અને ગુજરાતી વિવેચન સાથે આ પુસ્તક બહાર પાડ્યું છે. આ સાથે જ નજીકના જ કાળમાં ‘સિદ્ધાન્તલક્ષણ’ પણ બહાર પડશે. ધ્યાનમાં રાખો : (૧) વ્યાપ્તિપંચક અતિકઠિન ગ્રન્થ છે જ. એટલે ‘એની પંક્તિઓ ઉપરથી જ પદાર્થ સમજવો' એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. એમાં સહાયક તરીકે કોઈક ભાષાંતર, સરળ ટીકા કે છેવટે ભણાવવામાં હોંશિયાર વિદ્યાગુરુની જરૂર પડે જ. હા ! માત્ર ગુજરાતી વિવેચન પણ ચાલત. પણ સંયમીઓ સંસ્કૃતમાં વાંચે તો ભાષાની દૃષ્ટિએ તેનો ખૂબ લાભ થાય. સંસ્કૃત વાંચનનો અભ્યાસ પણ થાય. બે ય ટીકાઓ (સંસ્કૃત અને ગુજરાતી) વધુમાં વધુ સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. મારા વિદ્યાર્થી મુનિઓનો અભિપ્રાય છે કે ‘મુક્તાવલિ ભણી ચૂકેલા અમે વિદ્યાગુરુ વિના પણ આ ગ્રન્થ આ બે ટીકાના આધારે ૯૦, ૯૫% ભણી-સમજી શકીએ છીએ.' આ મારા માટે સંતોષકારક બાબત હતી. (૨) છતાં ય ગ્રન્થ અઘરો તો છે જ. મહેનત તો પડશે જ. પદાર્થ ન સમજાય તો બે-ત્રણ-ચારવાર વાંચવો. પ્રયત્ન કરવો. સફળતા મળશે. સંસ્કૃતમાં ન સમજાય તો ગુજરાતીમાં જોવું. ગુજરાતીમાં ન સમજાય તો સંસ્કૃતમાં જોવું. ક્યાંક ગુજરાતી કરતાં ય સંસ્કૃતમાં વધુ સ્પષ્ટ નિરૂપણ દેખાશે. (૩) વ્યાપ્તિપંચક ગ્રન્થમાં નિરૂપણ કરવાની શૈલિ ક્યાંક એવી છે કે પહેલા ઉત્તરપક્ષરૂપી પંક્તિ આવે. અને પછી તેન....અવાસ્તમ્, રૂત્થજી....ન ક્ષતિ:...... એ રીતે લખીને એમાં પૂર્વપક્ષ આપેલો હોય. હવે ખરેખર તો પહેલા 0000000000000000000000000000000000000000000000 000000000000000000000000000000000000000000000000000000000000000000000000
SR No.032160
Book TitleVyaptipanchak
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy