SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે પોતે આ ગ્રંથ ભેણતા હતા ત્યારે રચ્યો છે. પૂજ્યશ્રીએ આ ભાવાનુવાદ છપાવવાની દૃષ્ટિએ નહોતો રચ્યો પણ માત્ર પોતાના અભ્યાસ માટે જ રચ્યો હતો. એ રચતી વખતે કદાચ એમને પોતાને પણ કલ્પના નહી હોય કે આ ભાવાનુવાદ એક દિવસ પુસ્તકરૂપે પ્રગટ થઈ ઘણા અભ્યાસીઓ માટે ભોમિયાસ્વરૂપ બનશે. પૂજ્યશ્રીની એ એક વિશેષતા હતી કે કોઈ પણ ગ્રંથનો અભ્યાસ કરતી વખતે તેની નોટ અવશ્ય બનાવતા. અને એ નોટ એવી સુંદર, સરળ અને સચોટ બનાવતા કે એ નોટના આધારે પણ ઘણા અભ્યાસીઓ ગ્રંથો બેસાડી શકતા. બીજા વિષયના ગ્રંથનો ભાવાનુવાદ રચવો સહેલો છે. પણ ન્યાયના ગ્રંથો પ્રથમ તો પોતે સમજવા જ અઘરા હોય છે,સમજ્યા પછી બીજાને સમજાવવા તો તેનાથી પણ અઘરા હોય છે. અને તેનો સરળ ભાષામાં ભાવાનુવાદ રચવો તો બહુ જટિલ અને દાદ માગી લે તેવું કાર્ય છે. પૂજ્યશ્રીએ ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્ય પાર પાડ્યું છે. બાહ્ય જગતમાં પૂજ્યશ્રીની છાપ એક પ્રખરપ્રવચનકાર અને સંસ્કૃતિપ્રેમી લેખક તરીકેની છે. જોશિલા પ્રવચનો દ્વારા એમણે ગુમરાહ થયેલા યુવાનોના જીવન પરિવર્તન કર્યા છે. એમણે લગભગ ૩૦૦ થી વધુ જેટલા પુસ્તકો લખી યુવા પેઢીનો ઉદ્ધાર કર્યો છે. પણ આ પુસ્તક પ્રગટ થયા પછી જનમાનસપટ પર એમની એક નવી છાપ ઉપસી આવશે અને એ હશે ‘ન્યાયવિશારદ' તરીકેની. એમણે નવ્યન્યાયના ઘણા ગ્રંથો ઉપર ભાવાનુવાદો લખ્યા છે, જેમકે - મુક્તાવલી, દિનકરી, વ્યાપ્તિપંચક, સિદ્ધાંતલક્ષણ, સામાન્યનિરુક્તિ, અવચ્છેદકત્વ નિરુક્તિ, પક્ષતા, સામાન્યલક્ષણાપ્રક૨ણ, તર્કપ્રકરણ, સવ્યભિચાર, વ્યધિકરણ, ન્યાયકુસુમાંજલી વગેરે. આમાંનું પ્રસ્તુત પ્રકાશન એ ત્રીજું પુષ્પ છે. આશા છે કે ટૂંક સમયમાં જ બાકીના પુષ્પો પણ સુગંધ પસરાવવા ખીલી ઊઠશે. સંયમજીવનના પ્રારંભિક કાળમાં પૂજ્યશ્રીએ ખૂબ અભ્યાસ કરેલો. એમણે ૨૦,૦૦૦ શ્લોકો કંઠસ્થ કર્યા હતા. દ૨૨ોજ તેનું પુનરાવર્તન કરતા હતા. ૧ કલાકના ૧૦૦૦ શ્લોકોનો પાઠ કરતા હતા. શ્લોકોનો પાઠ એટલો બધો રૂઢ થઈ ગયેલો કે એમને ઘડિયાળ જોવાની જરૂર ન પડે. ૧૦૦૦ શ્લોકનો પાઠ થાય એટલે ૧ કલાક થઈ જ ગયો હોય. ન્યાયના વિષયમાં પણ પૂજ્યશ્રી ખૂબ ઊંડા ઉતરેલા. છેક ન્યાય કુસુમાંજલી સુધીનો અભ્યાસ કરેલો. જ્ઞાનાભ્યાસ સાથે ગુરુમહારાજની તનતોડ ભક્તિ પણ એમણે કરેલી. પોતાના ગુરુમહારાજની બધા પ્રકારની વૈયાવચ્ચ પોતે સંભાળતા. એમની દરેક પ્રવૃત્તિ પાછળ એક જ ઉદ્દેશ રહેતો “મારા ગુરુ મહારાજ કેમ ખુશ થાય ?” ગુરુ મહારાજને
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy