SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિબાધક સંગ્રહ - (૨) તુલ્યત્વ - તુલ્યત્વ એટલે અન્યૂનાતિરિક્તવૃત્તિત્વ. કલશત્વ વગેરેમાં ઘટવાદિનું આવું તુલ્યત્વ રહ્યું છે, તો કલશત્વ વગેરે સ્વતંત્ર જાતિઓ નથી. શંકા- આવું તુલ્યત્વ જેમ કલશત્વમાં રહ્યું છે એમ ઘટત્વમાં પણ રહ્યું છે. એટલે એ જેમ કલશત્વમાં જાતિત્વનો બાધ કરશે (અર્થાત્ કલશત્વને જાતિ નહીં બનવા દે) એમ ઘટત્વમાં પણ જાતિત્વનો બાધ કરશે જ. એટલે ઘટત્વ પણ જાતિ નહીં બને. સમાધાન - “તુલ્યત્વ' જાતિત્વનો બાધક નથી, પણ જાતિભેદનો બાધક છે. એટલે એ ઘટત્વ-કલશ–વગેરેમાં જાતિત્વનો બાધ નથી કરતું, પણ એ બધી તિઓ એક જ છે, જુદી જુદી નથી એમ જાતિભેદનો જ બાધ કરે 5 | શંકા - સદુરતઃ શર્વઃ સવાર્થ મયતિ એકવાર બોલાયેલો શબ્દ એક જ વાર અર્થબોધ કરાવે છે. એટલે “જાતિબાધક સંગ્રહ માં રહેલ “જાતિબાધક શબ્દ વ્યક્તરભેદ વખતે જો “જાતિત્વબાધક એવો એક અર્થ જણાવી દીધો, તો પછી તુલ્યત્વ વખતે એ જાતિભેદબાધક એવો અન્ય અર્થ જણાવી ન શકે. સમાધાન - તો પછી તુલ્યત્વનો અર્થ સ્વમળાતિસનિયતત્વ' એવો કરવો. આમાં સ્વથી એ લેવાય જેમાં જાતિત્વ વિવાદાસ્પદ હોય. ઘટત્વ તો જાતિ તરીકે પ્રસિદ્ધ છે. હવે કલશત્વ જાતિ ખરું કે નહીં? તેથી એ “સ્વ” થી લેવાશે ને એમાં સ્વભિન્નજાતિ = ઘટત્વનું સમનિયતત્વ હોવાથી જાતિત્વનો બાધ થશે. ) (સાંકર્યદોષ) (૩) સંકર -પરસ્પ૨ત્યન્તામાવલમાનધિનુધર્મોત્રસમાવેશઃ સાર્થપરસ્પરના (એકબીજાના) અભાવ સાથે સમાનાધિકરણ હોય એવા બે ધર્મો કોઈ એક સ્થળે સાથે રહી જવા એ સાંકર્યદોષ છે. એ પણ જાતિત્વનો બાઘ કરે છે. ' જ અને ઘ એવા ધર્મો છે કે અમુક સ્થળે આ છે પણ વ નથી. બીજા કેટલાક સ્થળે વ છે, પણ મ નથી. વળી ત્રીજું કોઈ સ્થળ એવું મળે છે જ્યાં જ અને વ બન્ને છે. તો ૫ અને ૩ વચ્ચે સાંકર્ય કહેવાય. જેમ કે ભૂતત્વ અને મૂર્તત્વ. આકાશ પૃ. એ. . વાયુ મન આકાશમાં ભૂતત્વ છે, મૂર્તત્વ નથી. મનમાં મૂર્તત્વ છે, ભૂતત્વ નથી. અને પૃથ્વી-અ-તેજી-વાયુમાં ભૂતત્વ અને મૂર્તત્વ એ બન્ને છે. તેથી ભૂતત્વ અને મૂર્તત્વનું સાંક્યું છે. એટલે, આમ તો બન્ને જાતિ બનતા અટકી જાય. પણ (જેમ દ્રવ્યત્વ જાતિની સિદ્ધિ વિભાગસમવાયિકારણતાના અવચ્છેદક તરીકે કરેલી એમ) મૂર્તત્વજાતિની સિદ્ધિ ક્રિયાસમવાયિકારણતાના અવચ્છેદક તરીકે થઈ જાય છે. આકાશાદિ ૪ દ્રવ્યો વિભુછે. એમાં કોઈ ક્રિયાક્યારેય ઉત્પન્ન થતી નથી. એ સિવાયના પૃથ્વી વગેરે પદ્રવ્યોમાં જ ક્રિયાની સમવાયિકારણતા છે. તેથી એના અવચ્છેદક તરીકે લાઘવતર્કની સહાયથી મૂર્તિત્વજાતિની સિદ્ધિ થાય છે. તેથી સાંકર્યદોષ “ભૂતત્વ' ને જાતિ બનતા અટકાવે છે. તેથી “ભૂતત્વ' ઉપાધિ છે. ને એનું લક્ષણ - વિહિત્રિયગ્રાહ્યાવિશેષગુણવત્તે.... (એ આગળ આવશે.) ૪ (સમાનધરાયોíત્યો વ્યયવ્યાપમવિનિયમ: જે બે જાતિઓ સમાનાધિકરણ હોય તે બે વચ્ચે વ્યાપ્યવ્યાપક ભાવ હોય એવો પ્રાચીનોએ નિયમ માન્યો છે. જેમ કે ઘટમાં દ્રવ્યત્વ ને પૃથ્વીત્વ જાતિઓ રહી છે તો એ બે વચ્ચે વ્યાપ્યવ્યાપકભાવ રહ્યો છે. સાંકર્યું હોવા છતાં બન્ને ધર્મોને જાતિ માનવામાં આવે તો આ નિયમનો ભંગ થાય છે, તેથી સાંકર્યએ જાતિબાધક છે. જેમકે ભૂતત્વ અને મૂર્તત્વ. આ બન્ને ધર્મો પૃથ્વી વગેરેમાં સમાનાધિકરણ
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy