SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સાદૐ કિન્? 17 તદ્ગતભૂયોધર્મવત્વ એ લક્ષણ બન્યું. તેથી તભિન્નત્વ એ વિશેષણ છે ને તર્ગતભૂયોધર્મવત્ એ વિશેષ્ય છે. હવે, પદકૃત્ય-તભિન્નત્વ એવું વિશેષણ લખવામાં ન આવે તો ચંદ્રમાં ચંદ્રનું સાટશ્યમાનવું પડે, કારણકે આલાદકતા વગેરે ભૂયોધર્મ તો એમાં છે જ. પણ એમાં ચંદ્રભિન્નત્વ ન હોવાથી સારશ્ય માનવું પડતું નથી. કે તદ્ગત... ઇત્યાદિ વિશેષ્ય લખવામાં ન આવે તો, “તભિન્નત્યં સારશ્યમ્” આટલું જ લક્ષણ રહે, ને તો પછી તો સાવ વિપરીત પદાર્થોમાં પણ તભિન્નત્વ રહ્યું હોવાના કારણે સારશ્ય માનવાની આપત્તિ આવે. આમાં ઘર્મવત્ત્વ એટલે ધર્મ. આ ધર્મ ક્યારેક દ્રવ્યરૂપ હોય છે, ક્યારેક ગુણરૂપ હોય છે, ક્યારેક કર્મરૂપ હોય છે... એમ ક્યારેક ઉપાધિરૂપ હોય છે. ધનવન્ રમેશમાં ધનવાનું મહેશનું જે સાદશ્ય છે તે ધનદ્રવ્યરૂપ છે. ઘટસદશઃ પટઃ આમાં પૃથ્વીત્વ જાતિરૂપ સાદશ્ય છે. ગોત્વસદર્શ અશ્વત્વમ્ આમાં નિત્યત્વ ધર્મરૂપ સાદશ્ય છે. તે જાતિ નથી, આવા જાતિભિન્ન ધર્મને ઉપાધિ કહે છે. जातिभिन्नो धर्मः उपाधिः આ ઉપાધિના બે પ્રકાર છે (1) સખંડોપાધિ- જેની વ્યાખ્યા થઈ શકે., દા. ત. આકાશવ... એની વ્યાખ્યા થઈ શકે છે કે – શબ્દસમવાયરળવં મારત્વમ્ વ -(2) અખંડોપાધિ - જેની વ્યાખ્યા અશક્ય હોય, દા. ત. વિષયતાત્વ, અનુયોગિતાત્વ... વગેરે. अखण्डोपाध्यतिरिक्तानामेव धर्माणां निर्वचनार्थत्वम् અખંડોપાધિથી ભિન્ન ધર્મો જ એવા અર્થ (પદાર્થ) હોય છે જેની વ્યાખ્યા થઈ શકે. નવ્યર્નયાયિકો સારશ્ય, અધિકરણત્વ, પ્રતિયોગિત્વ, વિષયત્વ વગેરેને અતિરિક્ત પદાર્થ જ માને છે. છતાં, સાક્ષાત કે પરમ્પરાએ જે તત્વજ્ઞાનોપયોગી હોય એવા જ પદાર્થોના વિભાજનનો અભિપ્રાય હોવાથી પદાર્થના સાત વિભાગનો વ્યાઘાત થતો નથી, એમ કહે છે. (I) fક્ષત્યનો ભવ્યાતિદિનો મનઃ | દ્રવ્યાં, (मु.) द्रव्याणि विभजते - क्षित्यबित्यादि । क्षितिः पृथिवी, आपो जलानि, तेजो वह्निः, मरुद् वायुः, व्योम आकाशः, कालः समयः दिग् आशा, देही आत्मा, मनः एतानि नव द्रव्याणीत्यर्थः । ननु द्रव्यत्वजातौ किं मानम्? न हि तत्र प्रत्यक्ष प्रमाणं, घृतजतुप्रभृतिषुद्रव्यत्वाग्रहादिति चेद् ? न, कार्यसमवायिकारणतावच्छेदकतया, संयोगस्य "विभागस्य वा समवायिकारणतावच्छेदकतया द्रव्यत्वजातिसिद्धेरिति । (કા) ક્ષિતિ, આપ, તેજ, મરુ, વ્યોમ, કાળ, દિક, દેડી અને મન આ નવ દ્રવ્યો છે. (મુ) દ્રવ્યોનું વિભાજન આ ત્રીજી કારિકામાં કરે છે – ક્ષિતિ = પૃથ્વી, આપ = જળ, તેજસ્ =વહિ, મદ્ = વાયુ, વ્યોમ= આકાશ, કાળ = સમય, દિક = આશા, દેડી = આત્મા અને મન. આ નવ દ્રવ્યો છે એમ અર્થ જાણવો. શંકા- દ્રવ્યત્વજાતિમાં શું પ્રમાણ છે? તેમાં પ્રત્યક્ષ પ્રમાણ તો સંભવતું નથી, કારણ કે ઘી-લાખ વગેરે દ્રવ્યોમાં દ્રવ્ય છે એ રીતે) દ્રવ્યત્વની પ્રતીતિ થતી નથી. સમાધાન - આવી શંકા ઉચિત નથી, કારણકે કાર્યસમવાયિકારણતાના અવચ્છેદક તરીકે સંયોગની અથવા વિભાગની સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે દ્રવ્યત્વજાતિની સિદ્ધિ થઈ શકે છે. (દ્રવ્યત્વ જાતિસિદ્ધિ) (વિ.) ('ક્ષિતિ' શબ્દ “ક્ષય' અર્થમાં પણ આવે છે. એટલે કોઈ એવો અર્થ ન પકડી લે એ માટે “ક્ષિતિ એટલે પૃથ્વી’ એમ અર્થ મુક્તાવલીમાં સ્પષ્ટ કર્યો છે. એમ અર્ વગેરે શબ્દો “અ, એવો શબ્દ' વગેરે અર્થમાં પણ આવે છે. માટે આપો જલાનિ વગેરે અર્થ મુક્તાવલીમાં જણાવ્યો છે.)
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy