SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિવાદ-ઉત્તરપક્ષ - 75 શકાય. એ સિવાયના વિશ્વના સઘળા પદાર્થો પકડી શકાશે. ને એ બધાનું ભિન્નત્વ (= એ બધાનો ભેદ) તો આ ત્રણમાં જ રહ્યો છે. માટે એ ત્રણનું અન્યતમત્વ એ ત્રણમાં આવી જશે. આમ, અન્યતમત્વ એ ભેદવિશિષ્ટભેદવિશિષ્ટ... ય, તદુભિન્નત્વ(-તભેદ) સ્વરૂપ હોવાથી અભાવ રૂપ છે. તેથી ભાવત્વને દ્રવ્યાદિષડન્યતમત્વ રૂપ લઈએ તો પણ એનો અભાવમાં અંતભવ થવાથી વ્યભિચાર આવતો નથી. આમ સાદૃશ્ય દ્રવ્યાદિ ૬ ભાવપદાર્થોથી ભિન્ન છે એ સિદ્ધ થયું. વળી, (2) सादृश्यं अभावभिन्नं, भावत्वेन प्रतीयमानत्वात्, घटवद् તેથી, સદ્વિશ્ય સપ્તપવાર્થમન્ન, પદ્માવમિત્રત્વે સતિ સમામિન્નત્વોત, નૈવ તન્નેવું, યથા પટે: (मु) न, 'मण्याद्यभावविशिष्टवल्यादेहिादिकं प्रति 'स्वातन्त्र्येण मण्यभावादेरेव वा हेतुत्वं कल्प्यते। अनेनैव सामञ्जस्येऽनन्तशक्तितत्प्रागभावध्वंसकल्पनाऽनौचित्यात् । न चोत्तेजके सति प्रतिबन्धकसद्भावेऽपि कथं दाह इति वाच्यम्, उत्तेजकाभावविशिष्टमण्यभावस्य हेतुत्वात् । (શનિવાદ-ઉત્તરપક્ષ) (મુ.) ઉત્તરપક્ષઃ ના. ( શક્તિને સ્વતંત્ર માનવાનો પૂર્વપક્ષ ઉચિત નથી. કારણ કે) દહના કારણ તરીકે (શક્તિની કલ્પના ન કરતાં) મણ્યાદિના અભાવવિશિષ્ટ વહ્નિ વગેરેની કે સ્વતંત્ર રીતે ( એટલે કે વહ્નિના વિશેષણ તરીકે નહીં, પણ એક અલગ કારણ તરીકે) મયભાવ વગેરેની કલ્પના કરવામાં આવે છે. (તે પણ એટલા માટે કે) એ કલ્પનાથી જ જો દાહ થવા - ન થવાની સંગતિ થઈ જાય છે તો અનન્ત શક્તિઓની, તેના પ્રાગભાવ અને ધ્વસની લ્પના કરવી અનુચિત બની જાય છે દાહ પ્રત્યે કારણ માનવાનો અર્થ એ થાય કે મણિ દાહ પ્રત્યે પ્રતિબંધક છે. જો આ સાચું હોય તો) જ્યારે ઉત્તેજક લાવવામાં આવે છે ત્યારે મણિરૂપ પ્રતિબંધક હાજર હોવા છતાં દાહ થાય છે તે શી રીતે ?” આવું ન કહેવું, કારણ કે અમારી કલ્પના મુજબ માત્ર મણિનો અભાવ દાહનું કારણ નથી પણ) ઉત્તેજકાભાવવિશિષ્ટમણિનો અભાવ દહનું કારણ છે. (વિ.) (૧) વદ્ધિકારણહાજર હોવા છતાં મણિસમવધાનકાળે દાડથતો નથી, માટે તમે વહ્નિમાંદાડાનુકૂલશક્તિનો નાશ થઈ ગયો એમ માનો છો. પણ વસ્તુતઃ શુદ્ધ (=વિશેષણશૂન્ય) વહ્નિ દાહ પ્રત્યે કારણ નથી, કિન્તુ મણ્યાદિપ્રતિબંધકાભાવવિશિષ્ટવદ્ધિ જ દાહ પ્રત્યે કારણ છે. એટલે મણિસમવધાનકાળે વહ્નિ હાજર હોવા છતાં મધ્યભાવવિશિષ્ટવદ્ધિ કે જે કારણ છે એ જ હાજર ન હોવાથી દહ શી રીતે થાય ? તેથી એ વખતે દહાત્મક કાર્ય થતું નથી એની સંગતિ માટે નવો સ્વતંત્ર પદાર્થ માનવાની જરૂર નથી. પૂર્વપક્ષઃ જ્યાં જ્યાં દાહ થાય છે ત્યાં ત્યાં જેમ મધ્યભાવવિશિષ્ટવહ્નિ હોય છે તેમ વહ્નિવિશિષ્ટમમ્રભાવ પણ હોય છે જ. એટલે દાહ પ્રત્યે આ બેમાંથી કોને કારણ માનશો? એમાં કોઈ વિનિગમક ન હોવાથી બન્નેને કારણ માનવા પડશે... (૨) ઉત્તરપક્ષ તો પછી અમે વહ્નિત્વેન વતિને અને મધ્યભાવત્વેન મણ્યભાવને એમ બન્નેને સ્વતંત્ર કારણ માનીશું. તેથી વિનિગમકનો પ્રશ્ન જ નહીં રહે. પૂર્વપક્ષ: તો પછી લાઘવ ક્યાં થયું? એના કરતાં તો દાહ પ્રત્યે વહ્નિને વહ્નિત્વેન નહીં, કિન્તુ શક્તિમત્ત્વન કારણ માનવાથી એક કારણ માનવું પડવાનું લાઘવ થશે. મણ્યાદિસમવઘાનકાળે વહ્નિત્વેન વહ્નિ હાજર હોવા છતાં શક્તિ નષ્ટ થઈ ગઈ હોવાથી શક્તિમત્તેન વહ્નિ હાજર હોતો નથી, તેથી દાહ થતો નથી. આ રીતે સંગતિ પણ થઈ જશે. - ઉત્તરપક્ષઃ તમારે પણ વિનિગમનાવિરહ થશે કે શક્તિમાનવદ્ધિને કારણે માનવો કે વદ્વિનિષ્ઠશક્તિને કારણ માનવી? એટલે બન્નેને કારણે માનવા પડશેને બન્નેના કારણતાવચ્છેદક પણ ગુરુભૂત થશે. (૩) વળી અનંતશક્તિઓ, તેના પ્રાગભાવ, ધ્વંસ, ઉત્પાદક, નાશક વગેરે માનવામાં ગૌરવ પણ ઘણું થશે. એના કરતાં પ્રતિબંધકાભાવને સ્વતંત્ર કારણ માનવામાં એના પ્રાગભાવાદિ કશું માનવાનું ન હોવાથી ઘણું લાઘવ થશે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy