SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ •વિભાજન’ શબ્દાર્થ જગમાં જે કોઈ ઘટ-પટ વગેરે કાર્યો છે તે બધાનાં કુંભાર વગેરે કર્તા છે. એટલે કે કાર્ય માત્ર પ્રત્યે કર્તા પણ એક કારણ છે. આ રીતે કાર્યત્વેન-કર્તુત્વેન કાર્યકારણભાવ (એટલે કે કાર્યવાવચ્છિન્નકાર્યતાનિરૂપિતકર્તુત્વાવચ્છિન્નકારણતા એવો કાકી, ભાવ) સિદ્ધ છે. તેથી જો કોઈ વસ્તુ કાર્યવં માગસ્તુ સર્વાંગચä, જો રોષ ? આવી અન્વયવ્યભિચારની શંકા કરે તો એ શંકાને રફેદફે કરી નાખનાર, ય િાર્યવં ર્રાખ્યત્વે વિના ચાત્ તર્ટિ વાર્થ રૂંનન્યમરિ ન ચાતુ, (એટલે કે કાર્ય અને કર્તા વચ્ચેનો કાર્ય-કારણભાવ જ ભાંગી જશે) એવો અનુકૂળતર્ક છે. [અહીં કર્તા (કૃતિમાન) ને કારણ માનવામાં કારણતાવચ્છેદક કૃતિ બને જે અનેક હોવાથી ગૌરવ થાય. એના બદલે કૃતિને કારણ માનવામાં આવે તો કારણતારવચ્છેદક કૃતિત્વ બને જે જાતિ હોવાથી એક જ હોવાના કારણે લાઘવ છે. એ જાણવું.] (૭) અનુમાનપ્રમાણથી ઈશ્વરસિદ્ધિ થઈ, તેથી ઈશ્વરોક્તવૈન વેદ પણ પ્રમાણ સિદ્ધ થઈ જાય છે. ને તેથી ઈશ્વરસાધક આગમપ્રમાણ પણ આપવા માટે ગ્રંથકારેચાવાયૂની નનયન ઇત્યાદિ કહ્યું છે. આદિ શબ્દથી ચામુપાસીત’ વગેરેનો સમાવેશ જાણવો. આમ ઈશ્વરકર્તુત્વવાદ પૂર્ણ થયો. (ચત્તવોર્નિત્યqન્ય... ય પદથી જેનો ઉલ્લેખ થયો હોય તેનો જ તત્ પદથી પરામર્શ થતો હોવાથી યતત્ પદનો નિત્યસંબંધ મનાયેલો છે. છતાં જે અતિપ્રસિદ્ધ હોય તેના માટે યના પ્રયોગ વિના પણ સીધો તન્નો. પ્રયોગ આવતો હોય છે. પ્રસ્તુતમાં પણ શ્રીકૃષ્ણ અતિપ્રસિદ્ધ છે એવું સૂચવવા માટે નો ઉલ્લેખ કર્યા વિના સીધું ‘તમૈ વૃwય નમ:' એમ જણાવ્યું છે - એ જાણવું.) (.) દ્રવ્ય મુતથા વર્ષ સામાનં વિશેષમ્ | समवायस्तथाऽभावः पदार्था सप्त कीर्तिताः ॥२॥ (मु.) 'पदार्थान् विभजते- द्रव्यमिति । अत्र सप्तमस्याभावत्वकथनादेव षण्णां भावत्वं प्राप्तं, तेन भावत्वेन पृथगुपन्यासो न कृतः एते च पदार्था वैशेषिकनये प्रसिद्धाः 'नैयायिकानामप्यविरुद्धाः 'प्रतिपादितं चैवमेव भाष्ये। अत एवोपमानचिन्तामणौ सप्तपदार्थभिन्नतया शक्तिसादृश्यादीनामप्यतिरिक्तपदार्थत्वमाशङ्कितम् । (કા.) દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ આમ પદાર્થો સાત કહેવાયા છે. (મુ.) પદાર્થોનું વિભાજન “દ્રવ્ય...' ઇત્યાદિ કારિકામાં કરે છે. અહીં સાતમા પદાર્થને અભાવ તરીકે કહ્યો છે એનાથી જ દ્રવ્યાદિ છ પદાર્થો ભાવ પદાર્થો છે એ જણાઈ જાય છે, તેથી (એ પદાર્થોનો) “ભાવ” તરીકે સ્વતંત્ર ઉપન્યાસ કર્યો નથી. આ સાત પદાર્થો વૈશેષિક દર્શનમાં પ્રસિદ્ધ છે. નૈયાયિકોને પણ અવિરુદ્ધ (=માન્ય) છે. “પ્રશસ્તપાદભાષ્યમાં આ રીતે જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (વળી) “તેથી જ ઉપમાનચિન્તામણિમાં (તત્ત્વચિન્તામણિના ઉપમાનખંડમાં) સાત પદાર્થથી ભિન્નરૂપે શક્તિ-સાદશ્ય વગેરેને સ્વતંત્ર પદાર્થ રૂપે માનવાની શંકા કરવામાં આવી છે. (વિ.) જો કે દ્રવ્ય વગેરે ૭ વિભાગ દર્શાવ્યા છે એનાથી પદાર્થના વિભાગ ૭ છે એ જણાઈ જાય છે, છતાં સ્પષ્ટતા માટે કારિકામાં “સપ્ત' શબ્દનો ઉલ્લેખ કરાયો છે. (‘વિભાજન' એટલે શું?) (૧) પદાર્થોનું વિભાજન કરે છે એટલે પદાર્થ વિભજ્ય બનવાથી ‘પદાર્થત્વ' વિભજ્યતાવચ્છેદક કહેવાય.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy