SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલમાં વ્યભિચારપરિહાર 63 પૂર્વપક્ષઃ તમે મંગલમાં કર્તવ્યતાની સિદ્ધિ કરવા માટે સફલત્વની સિદ્ધિ કરવા મથી રહ્યા છો. ભૂખ્યો માણસ “આનાથી મને તૃપ્તિ થશે' એમ વિચારી વિષમિશ્રિત ભોજન કરે કે કામુક માણસ “આનાથી મને વિષયસુખ મળશે” એમ વિચારી વેશ્યાગમન કરે તો એ બન્ને ફળસાઘનતાંશે ભ્રાન્તિશૂન્ય હોવાથી શિષ્ટ તો છે જ. તેથી તેઓએ કરેલું વિષમિશ્રિતભોજન કે વેશ્યાગમન સફળ પણ બનશે. છતાં આ બન્નેમાં તમે પણ કર્તવ્યતા તો માનતા નથી. એટલે મંગલમ સફલતાની સિદ્ધિ કર્યા પછી કર્તવ્યતાની સિદ્ધિ કરવા તમે જે મંગલં કર્તવ્ય, સલત્વા, સત્યભાષાણાદિવ આવું અનુમાન આપશો એમાં વ્યભિચારદોષ આવશે જ. ઉત્તરપક્ષ વિષમિશ્રિતભોજન કરવાથી તૃપ્તિ થાય, પણ પરિણામે મોત આવે જે મોટું (બલવ) અનિષ્ટ છે. એમ વેશ્યાગમનથી નરકાદિ દુર્ગતિનું મોટું અનિષ્ટ થાયે છે. એટલે જે આવું મોટું અનિષ્ટ લાવી આપનાર (બલવદનિષ્ણાનુબંધી) ન હોય (અર્થાત્ બલવદનિખાનનુબંધી હોય) એને જ અમે સફળ કહીએ છીએ. વિષમિશ્રિતભોજન વગેરેમાં બલવદતિષ્ઠાનનુબંધિત્વ ન હોવાથી સફળત્વ જ નથી, તેથી કર્તવ્યત્વ ન હોવા છતાં વ્યભિચાર દોષ આવતો નથી. પૂર્વપક્ષ તો પછી મંત્તિ સત્ત, શિષ્ટાવા વિષયત્વત્ આવું તમે જે અનુમાન આપ્યું છે તેમાં વ્યભિચાર દોષ ઊભો રહેશે. કારણ કે પૂર્વે કહ્યા મુજબ વિષમિશ્રિત ભોજન વગેરેમાં શિષ્ટાચારવિષયત્વ છે ને છતાં તમે કહો છો એવું (બલવદનિખાનનુબંધિત્વવિશિષ્ટ) સફલત્વ નથી. ઉત્તરપક્ષઃ એનું વારણ કરવા માટે અમે “અવિનીત' એવું એક વધુ વિશેષણ જોડીશું. વિપરીત ગીતં વિનીત =નિન્ય, અવિરતં નિત્યમ્ | જે બળવદનિષ્ઠ અનનુબંધી હોય તે અવિગીત કહેવાય. (4) સંત સત્ત, અવિનીતશિષ્ટાચારવિષયવૈત, સત્યભાષદ્વિવત્ વિષમિશ્રિતભોજન વગેરે કે શ્યનયાગાદિ વિગીત હોવાથી વ્યભિચાર નથી. (આ અનુમાનમાં કોઈ દોષ નથી. તેથી મંગલમાં સફલત્વ સિદ્ધ થવાથી કર્તવ્યત્વ પણ સિદ્ધ થઈ જશે. અને તેથી નાસ્તિકે ઊઠાવેલો પૂર્વપક્ષ યોગ્ય નથી.) (૨) આ રીતે મંગળમાં સફલત્વની સિદ્ધિ થવા પર જિજ્ઞાસા જાગે છે કે મંગળનું ફળ શું હશે? શંકાઃ જેનું કોઈ ફળ જાણવા મળતું ન હોય તેવા વિહિત આચરણનું ફળ સ્વર્ગ કલ્પી લેવું જોઈએ, કારણ કે સ્વર્ગને સહુ કોઈ સમાન રીતે ઇચ્છતા હોય છે. ન સ્વઃ સર્વાન પ્રત્યવિશિષ્ટત્વાન્ આવો વિશ્વજિન્યાય છે. એટલે પ્રસ્તુતમાં પણ મંગળના ફળ તરીકે સ્વર્ગની કલ્પના કરી શકાય છે. (૩) સમાધાનઃ જો દખફળ સંભવતું હોય તો અદષ્ટફળની કલ્પના કરવી અયોગ્ય છે. અન્યથા, ભોજનાદિનું ફળ પણ તૃપ્તિ વગેરે ન માનતા સ્વર્ગ જ માનવું પડે. એટલે મંગળનું પણ જો દષ્ટફળ સંભવતું હોય તો અદષ્ટફળની કલ્પના ન કરાય. (આમ ગ્રંથકારે બધા અદફળની બાદબાકી કરી નાખી.). શંકા છતાં, તૃપ્તિ, વૃષ્ટિ વગેરે દષ્ટફળો પણ ઘણાં છે, એમાંથી મંગળનું કયું ફળ માનવું? (૪) સમાધાન: મંગળનું ફળ શું હોય શકે ? એ વિચાર કરનારના મનમાં આ વાત ઉપસ્થિત હોય છે કે શિષ્ટપુરુષ ‘ગારધં બે વર્ષ નિર્વિધ્વં પરિમાણતામ્' એવી ઇચ્છાથી મંગળ કરે છે. માટે મંગળનું ફળ “સમાપ્તિ' જ હોવું જોઇએ. (આમ “ઉપસ્થિતત્વા” હેતુ દ્વારા તૃમિ વગેરે અન્ય બધાં દફળોની બાદબાકી થઈ ગઈ.) આમ પહેલાં, મંગળમાંફળની સામાન્યથી સિદ્ધિકરી, અને પછી બીજાંબધાંફળવિશેષોની બાદબાકી કરીને પારિશેષાનુમાનથી ફળવિશેષ તરીકે સમાપ્તિની સિદ્ધિ કરી. આ માટેનો અનુમાનપ્રયોગ : __मंगलं समाप्तिफलकं, समाप्त्यन्याफलकत्वे सति सफलत्वात्, बुद्धिप्रतिभादिवत् (मु.) 'इत्थं च यत्र मंगलं न दृश्यते तत्रापि जन्मान्तरीयं तत्कल्प्यते। यत्र च सत्यपि मंगले समाप्तिर्न दृश्यते तत्र बलवत्तरो विघ्नो विघ्नप्राचुर्यं वा बोध्यम्। 'प्रचुरस्यैवास्य बलवत्तरविघ्ननिवारणे कारणत्वम् । “विघ्नध्वंसस्तु मंगलस्य द्वारमित्याहुः प्राञ्चः।
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy