SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલવાદ--ઉત્તરપક્ષ 61 (૩) मंगलं न विघ्नध्वंसकारणं, व्यभिचारित्वात्, घटवद् मंगलं न समाप्तिकारणं, व्यभिचारित्वात्, घटवद् । નાસ્તિક વગેરેના ગ્રંથોમાં મંગલ કર્યું ન હોવા છતાં નિર્વિઘ્નસમાપ્તિ થયેલી જોવા મળે છે. ાસવૅપિ અપરસત્ત્વ વ્યતિરેકવ્યભિચારનું લક્ષણ છે. અહીં ઉપલક્ષણથી અન્વયવ્યભિચાર પણ જાણી લેવો. કાદંબરી વગેરે ગ્રંથોમાં મંગળાચરણ કરાયું હોવા છતાં ગ્રંથસમાપ્તિ થઈ નથી. સત્ત્વે અવરાત્તત્ત્વમ્ આ અન્વયવ્યભિચારનું લક્ષણ છે. આમ વ્યભિચાર હોવાથી મંગળ વિઘ્નધ્વંસ કે સમાપ્તિનું કારણ નથી એ સિદ્ધ થાય છે, અર્થાત્ મંગળનું વિઘ્નસ કે સમાપ્તિ એ ફળ નથી એ સિદ્ધ થાય છે. પુત્રવંગેરે બીજાં કોઈ ફળ તો એના છે જ નહીં. તેથી ફળવિશેષાભાવકૂટ સિદ્ધ થવાથી મંગળમાં નિષ્ફળતા સિદ્ધ થાય છે અને તેથી અકર્તવ્યતા પણ સિદ્ધ થાય છે. આવા પૂર્વપક્ષનો જવાબ આપવા ગ્રંથકાર ઉત્તરપક્ષ રજૂ કરે છે. એ માટે ગ્રંથકાર અનુમાનપ્રયોગ દ્વારા મંગળમાં સફળતાની સિદ્ધિ કરી દેખાડે છે. (मु.) न, 'अविगीतशिष्टाचारविषयत्वेन मंगलस्य सफलत्वे सिद्धे 'तत्र च फलजिज्ञासायां 'सम्भवति दृष्टफलकत्वेऽदृष्टफलकल्पनाया अन्याय्यत्वात्, 'उपस्थितत्वाच्च समाप्तिरेव फलं कल्प्यते । (મંગલવાદ - ઉત્તરપક્ષ) (મુ.) નહીં, નાસ્તિક્નો આ પૂર્વપક્ષ યોગ્ય નથી, કારણ કે અવિગીતશિષ્ટાચારનું વિષયત્વ હોવાના કારણે મંગળમાં સફળત્વ હોવું સિદ્ધ થાય છે. (ન્યાયની શૈલીમાં ષષ્ઠી વિભક્તિ સપ્તમીના અર્થમાં પણ આવે છે. તેથી અહીં મંનસ્ય એવા ષઠ્યન્તનામનો ‘મંગળમાં’ એવો અર્થ કર્યો છે. અથવા, ષડ્યન્ત શબ્દ અને એના સંબંધીનો તા-ત્વ પ્રત્યયાન્ત ઉલ્લેખ આવે ત્યારે એનો અર્થ કરતી વેળા ષષ્ઠીવિભક્તિ અને તા-ત્વ પ્રત્યય બન્ને કાઢી નાખવાથી પણ સમજવામાં સરળતા રહે છે. તેથી આ પંક્તિનો અર્થ આવો પણ કરી શકાય - કારણ કે અવિગીતશિષ્ટાચારનો વિષય હોવાના કારણે મંગળ સફળ હોવું સિદ્ધ થાય છે - આમાં ‘મંગલ’ ને લાગેલ ષષ્ઠી અને વિષયત્વેન - સફળત્વે આ બન્નેને લાગેલ ‘ત્વ’ કાઢી નાખ્યા છે.) તે સિદ્ધ થયે તંત્ર = મંગળ અંગે (મંગળનું ફળ શું હોય શકે ? એવી) ફળ જાણવાની જિજ્ઞાસા પ્રવર્તે છતે જો ટષ્ટફલકત્વ (દૃષ્ટફળવાળાપણું = દૃષ્ટ ફળ) સંભવતું હોય તો અદૃષ્ટફળની કલ્પના કરવી એ અન્યાય્ય હોવાથી અને ૪ઉપસ્થિત હોવાથી (મંગળના) ફળ તરીકે સમાપ્તિની જ કલ્પના (=અનુમિતિ) કરાય છે. (વિ.) (૧) ગ્રંથકાર પહેલાં સામાન્યથી સફળત્વની સિદ્ધિ કરી પછી ફળવિશેષ તરીકે સમાપ્તિ (કે વિઘ્નધ્વંસ)ની સિદ્ધિ કરી દેખાડી એની કર્તવ્યતા સિદ્ધ કરવા માગે છે. (1) મંમત સત, વિષયત્વાત, ઘટવલ્ મંગળ સફળ છે, કારણ કે વિષય છે, જેમ કે ઘડો. (અહીં સફ્ળ એમ ઉલ્લેખ છે એટલા માત્રથી ‘સફળ’ કહે છે. એટલે આ ગ્રંથાધિકારનો અર્થ આવો કરવાનો હોય છે કે, એતેન = આત્મા જ્ઞાનવાન્ છે એવું સિદ્ધ કર્યું તેનાથી અને આગળ ‘કૃત્યદષ્ટ, ઇત્યાદિ દલીલ આપીશું તેનાથી આવો સાંખ્યમત અપાસ્ત જાણવો. (૪) ક્યારેક, ‘સ્વાદેવન્’ ‘સ્યાન્મતિઃ’ ‘સ્યાત્બુદ્ધિ:’ ‘સ્વાદિયં કલ્પના’ વગેરે શબ્દો ઉચ્ચારીને પૂર્વપક્ષ રજૂ થાય છે. અને એના અંતે ‘રૈવત્’‘મૈવમ્’ ‘નેયં કલ્પના સાધીયસી' વગેરેથી એનું નિરાકરણ શરૂ થાય છે. ક્યારેક ‘નનુ’ કે ‘અથ’ શબ્દોથી શરૂ થયેલ પૂર્વપક્ષનું નિરાકરણ પણ ‘મૈવમ્’ વગેરે શબ્દો દ્વારા શરૂ થતું હોય છે. (૫) ક્યારેક ‘અત્ર કેચિત્...’ ‘કશ્ચિત્તુ...’ ‘અન્યે તુ’ વગેરે દ્વારા પૂર્વપક્ષ રજૂ થતો હોય છે ને ‘તત્તુચ્છમ્’ વગેરે કહીને એનું નિરાકરણ થયું હોય છે. આમ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષને રજૂ કરવાની વિવિધ પદ્ધતિઓ હોય છે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy