SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રાલવાદ-પૂર્વપક્ષ આસ્તિક તમારો નિષ્ફલત્વ હેતુ અસિદ્ધ છે (અર્થાસ્વરૂપાસિદ્ધ છે), કારણકે પક્ષમાં - મંગલમાં નિષ્ફળતા હોવી સિદ્ધ નથી. નાસ્તિક - અમે અન્ય અનુમાન દ્વારા “મંગલ' માં નિષ્ફળતાની સિદ્ધિ કરીશું. (२) मंगलं निष्फलं, फलविशेषाभावकूटवत्त्वात्, चैत्यवंदनवत् । મંગલ નિષ્ફળ છે, કારણ કે પુત્ર, પૈસો, તૃમિ વગેરે જે કોઈ ફળવિશેષ છે તે બધાના અભાવોનો કૂટ (=સમૂહ) રહ્યો છે. જ્યાં જ્યાં ફળવિશેષાભાવકૂટ હોય ત્યાં ત્યાં ફળસામાન્યાભાવ (=નિષ્ફળત્વ) હોય એવી વ્યાતિ છે. ચૈત્ય એટલે ચોતરો. ચોતરાને કરાતું વન્દન ખાનું દષ્ટાંત છે. પુત્ર, ઘન વગેરે જે કોઈ ફળ પ્રસિદ્ધ છે એમાંનું કોઈ જ ફળ ચોતરાને વંદન કરવાથી પ્રાપ્ત થતું નથી, માટે એ ફળસામાન્યાભાવ (=નિષ્ફળત્વ) વાળું છે. આ જ રીતે મંગલથી પણ પુત્રપ્રાપ્તિ વગેરે કોઈ ફળવિશેષ મળતું નથી, એટલે કે ફળવિશેષાભાવકૂટ છે. તેથી મંગલ નિષ્ફળ છે. વગેરે પદાર્થો એના પેટાભેદો વગેરે જાણી લેવા માત્રથી “મેં મુક્તાવલી ગ્રંથ ભણી લીધો' એવો સંતોષ ન માની લેવો જોઈએ. કિન્તુ, તે તે વાક્ય પછી આવતું નવું વાક્ય, પેટાવાક્ય, કોઈ વિશેષ વિશેષણ વગેરે અંગે, અમુક વાત આગળના વાક્યમાં કહ્યા પછી આ વાક્ય શા માટે કહ્યું?કે આ પેટાવાક્ય શા માટે કહ્યું? કે આવું વિશેષણ કેમ મૂક્યું? આવા ડગલે ને પગલે પ્રશ્નો ઊઠાવી એના જવાબ રૂપે, “ગ્રંથકારના મનમાં આવી કોઈ શંકા રહી હશે જેના સમાધાનરૂપે ગ્રંથકાર હવે આ વાક્ય-પેટાવાક્ય કહે છે યા આ વિશેષણ મૂકે છે.” આવો વિચાર કરવો જોઈએ અને એમાં અન્તર્ગત, ગ્રંથકારની મનોગત શંકાને ખોળી કાઢવી જોઈએ. બીજી રીતે કહીએ તો, ગ્રંથગત તે તે વાક્યો-પેટાવાક્યો વગેરે જવાબો છે. આ આ જવાબો, ગ્રંથકારના મનમાં શંકાતા કયા કયા પ્રશ્નોના જવાબરૂપ હોઈ શકે? એ શોધી કાઢવું જોઇએ. આ શોધી કાઢવાની જેટલી કલા વિકસાવાય એટલી આ ગ્રંથના અધ્યયનની વિશેષ ફળશ્રુતિ કહેવાય. વિકસેલી આ કલા, કોઈપણ ગ્રંથગત પંક્તિને. બેસાડવાની હથોટી આપે છે. પ્રસ્તુત વિવેચનમાં આવશ્યક લાગશે ત્યાં આવા પ્રશ્નો-શંકા ઊઠાવીને સમાધાન આપવાનો પ્રયાસ કરાશે. જ્યાં પૂર્વપક્ષની - શંકાગ્રંથની શબ્દો દ્વારા રજુઆત હોય છે ત્યાં પણ, ક્યાંથી કઈ રીતે પૂર્વપક્ષ ઊઠાવાઇ રહ્યો છે અને ક્યાં એ પૂર્વપક્ષ પૂરો થાય છે એ પકડતા શીખવું જોઈએ. સામાન્યથી પૂર્વપક્ષને રજૂ કરવાની મુખ્ય પ્રચલિત પદ્ધતિઓ નીચે મુજબ હોય છેઃ - (૧) “નનુ” કે “અથ' શબ્દથી પૂર્વપક્ષ શરૂ થાય છે, અને “ઇતિ ચે’ શબ્દો દ્વારા પૂરો થાય છે. ક્યારેક પ્રારંભમાં આવા શબ્દોલ્લેખ તે જ પૂર્વપક્ષ શરૂ થઈ જતો હોય છે ને ‘ઇતિ ચે' દ્વારા પૂરો થતો હોય છે. ક્યારેક પૂર્વપક્ષનો પ્રારંભ નનુ કે અથ શબ્દથી થયો હોય છે, પણ અંતે ચેતુ શબ્દ હોતો નથી, માત્ર ઇતિ શબ્દ હોય છે. આ રીતે રજૂ થયેલા પૂર્વપક્ષનું સમાધાન ઘણુંખરું “ન' શબ્દથી શરૂ થતું હોય છે. એટલે કે એ ‘ન' દ્વારા ગ્રંથકાર, “આવી શંકા-દલીલ ન કરવી’ એમ જણાવતા હોય છે. અને એ “ન” પછી, આવી દલીલ કેમ ન કરવી એનું કારણ ગ્રંથકાર દર્શાવે છે. ક્યારેક “નનું’ અને ‘ઇતિ ચેત” ની વચમાં શંકા નથી હોતી, કિન્તુ માત્ર પ્રશ્ન જ હોય છે, ત્યારે “ન' શબ્દનો પ્રયોગ થતો નથી, સીધો જ એ પ્રશ્નનો જવાબ અપાય છે. જેમ કે કારિકાવલીની ૧૯મી ગાથાની વૃત્તિમાં, ‘નનુ-શબ્દાશયત્વેન તસ્ય ખત્વે ISન્યથાસિદ્ધિતિ વે? પંમતિ મૃદાન ' (૨) ક્યારેક પૂર્વપક્ષનો પ્રારંભ “ન ચ' શબ્દથી થાય છે અને એનો અંત “વાગ્યમ્', “વક્તવ્યમ', “શકનીય' વગેરે શબ્દોથી થાય છે. જો કે આમાં ‘ન ચ’ અને ‘વાચ્યમ વગેરે શબ્દો ઉત્તરપક્ષ તરફથી જ બોલાયેલા હોય છે, તો પણ આ શબ્દોની વચમાં જે હોય છે તે પૂર્વપક્ષ હોય છે. તેથી ન ચ’ અને ‘વાટ્યમ્' શબ્દો છોડી શેષ જે હોય તેનો પૂર્વપક્ષ રૂપે અર્થ કરવો. ત્યારબાદ “ઇતિ ન ચ વાચ્યમ્', આ પ્રમાણે ન કહેવું' એમ જણાવીને ઉત્તરપક્ષ શરૂ થતો હોય છે. ‘વાટ્યમ્ વગેરે શબ્દો પછી, “આ પ્રમાણે શા માટે ન કહેવું એનું ઉત્તરપક્ષ તરફથી કારણ દર્શાવાયું હોય છે. જેમકે કારિકાવલીની મંગલગાથાની વૃત્તિમાં, 'વૈવંતૃતસિવિMવિરવતા તહ્ય મંત્રી નિત્યાતિવાચમ, છાપરે.' આનો અર્થ આ પ્રમાણે કરી શકાય ? પૂર્વપક્ષઃ આ પ્રમાણે મંગલને વિધ્વધ્વંસજનક માનશો તો જેને કુદરતી જ કોઈ વિઘ્ન નથી એવા કર્તાએ કરેલું મંગલ નિષ્ફળ જવાની આપત્તિ આવશે. ઉત્તરપક્ષઃ આ પ્રમાણે ન કહેવું, કારણ કે એ અમારે ઇષ્ટાપત્તિ હોવાથી દોષરૂપ નથી.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy