SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયમૂમિકા છે.’નિશ્ચિત થઈ ગયેલા કાર્ય/કારણભાવનો ભંગ થઈ જવાનો દોષ દેખાડવો એટલે અનુકૂળતર્ક કર્યો કહેવાય. જેમ કે પ્રસ્તુતમાં, યતિ ધૂમો વહિં વિનાપિ ચાત્ (તર્દિ જો રોષઃ) આ પણ અન્વયવ્યભિચારની શંકા છે. યવિ ધૂમો વહ્નિ વિનાપિ ચાત્ તર્હિ વહિનન્યોઽપ ન મ્યાત્ આ અનુકૂળતર્ક છે. જો ધૂમાડો અગ્નિ વિના પણ રહી જતો હોય તો એ અગ્નિનું કાર્ય પણ ન હોય ! (પણ એ અગ્નિનું કાર્ય તો છે જ. તેથી એ અગ્નિ વિના રહેતો નથી.) આમાં, 7 34 વહ્નિનયોપિ ન મ્યાત્ એટલે જ ધૂમઅગ્નિનો કારણ-કાર્યભાવ પણ ન હોત. આવા અનુકૂળતર્કનું જે હેતુને પીઠબળ મળ્યું હોય છે તે હેતુ પ્રયોજક કહેવાય છે, જેને એ પીઠબળ મળ્યું હોતું નથી તે હેતુ અપ્રયોજક કહેવાય છે. (એનાથી અનુમિતિ થઈ શકતી નથી.) અગ્નિ ધૂમાડાને ઉત્પન્ન કરે છે માટે એ ધૂમાડાનો કારકહેતુ છે, ધૂમાડો અગ્નિને પેદા નથી કરતો, પણ એના જ્ઞાનને પેદા કરે છે. (અગ્નિને અનુમાન દ્વારા જણાવે છે.) માટે એ એનો શાપક હેતુ છે. ++++++ શાબ્દબોધની પ્રક્રિયા : ‘ઘટમાનવ’ એવા શબ્દોકોઈ બોલ્યું. ત્યાં ૩ વ્યક્તિઓ ઊભી છે. એક બહેરો છે, બીજો સાંભળે છે પણ એને સંસ્કૃતભાષા નથી આવડતી, અને ત્રીજો સાંભળે પણ છે અને એને સંસ્કૃતભાષા પણ આવડે છે. બહેરાને શું શબ્દો બોલાયા તે પણ ખબર પડતી નથી. બીજાને શું શબ્દો બોલાયા તે ખબર પડે છે, એટલે કે શબ્દજ્ઞાન (શબ્દબોધ) થાય છે. (આ શ્રાવણપ્રત્યક્ષ છે.) પણ એને કોઈ અર્થબોધ નથી. માટે શાબ્દબોધ નથી થતો. ત્રીજાને શબ્દબોધ અને શાબ્દબોધ બન્ને થાય છે. માટે શબ્દો સાંભળવા એના કરતાં શાબ્દબોધ એ જુદી ચીજ છે. તો એ શાબ્દબોધ શું છે ? શબ્દ પરથી તથા તેના જ્ઞાન પરથી (તે સંભળાવાથી) શબ્દના અર્થ સંકેત (શક્તિ) ના જ્ઞાન દ્વારા થતો બોધ તે શબ્દબોધ. પ્રશ્ન ઃ- આ શક્તિ શું છે ? ઉત્તર ઃ- ‘ઘડો' બોલવાથી ઘડો જ જણાય છે પટ નહિ. ‘પટ' બોલવાથી પટ જ જણાય છે ઘડો નહિ. આવું નિયમન જે થાય છે એના પરથી જણાય છે કે ‘ઘટ’ શબ્દ અને ‘ઘટ’ પદાર્થ વચ્ચે કોઈ સંબંધ હોવો જોઈએ જે સંબંધ ‘ઘટ’ શબ્દ અને ‘વટ પવાર્થ” વચ્ચે નથી. આ સંબંધને ‘વૃત્તિ' કહેવાય છે. पदपदार्थयोः मध्ये शक्तिलक्षणान्यतरसंबन्धः वृत्तिः । પદ અને પદાર્થ વચ્ચે રહેલો શક્તિ કે લક્ષણા સંબંધ એ વૃત્તિ છે. એટલે કે ‘વૃત્તિ’ ના બે પ્રકાર છે. (૧) શક્તિ અને (૨) લક્ષણા. પદ અને પદાર્થ વચ્ચે શક્તિ સંબંધ હોવાથી ‘પદ' સાંભળવાથી પદાર્થનું જ્ઞાન થાય છે. આ શક્તિ શું છે ? ‘અસ્માપવાવયમર્થો નોન્દ્વવ્યઃ’ એવી અથવા, ‘ઘટપવાર્થઃ ઘટવવવાન્યઃ’ એવી અથવા, ‘ઘટ’ રાન્તઃ ઘટવાવ:' એવી ઈશ્વરેચ્છા એ શક્તિ છે. (તે તે શબ્દોથી શક્તિજ્ઞાન વડે તે તે પદાર્થનો બોધ મનુષ્યોને સૌ પ્રથમ ઈશ્વરે પોતાની ઇચ્છા મુજબ કરાવ્યો હતો. એટલે કે ‘શક્તિ’ સૌ પ્રથમ ઈશ્વરેચ્છા મુજબ નિશ્ચિત થઈ હતી. માટે ઈશ્વરેચ્છા એ શક્તિ કહેવાય. આવો નૈયાયિકોનો મત છે.) પ્રશ્ન :- ‘ઘટ’ શબ્દને ‘ઘટ’ પદાર્થ સાથે શક્તિસંબંધ છે એ જાણ્યું. પણ એટલા માત્રથી ‘ઘટ’ શબ્દ સાંભળતાં ઘટપદાર્થ શી રીતે જણાઈ જાય ?
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy