SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનલક્ષણાત્યાત્તિ 229 ને તેથી ગુમ વન્દનમ્ એમ પ્રત્યક્ષ થયું. આમાં સુરભિ અંશનું જ્ઞાન ચક્ષુસંનિકર્ષથી થવું સંભવિત ન હોવાથી અલૌકિકસંનિકર્ષ જન્ય મનાયું છે. ને એ અલૌકિક સંનિકર્ષ તરીકે સૌરભનું થયેલું સ્મરણાત્મક જ્ઞાન જ કામ કરે છે. આ જ જ્ઞાનલક્ષણાસંનિકર્ષ છે. પણ આજ્ઞાનના વિષયભૂત સૌરભનો આશ્રય જે ચંદન, તે તો હાલ પણ ચક્ષુસંયુક્ત ' હોવાથી એના પ્રત્યક્ષમાં આ અલૌકિકસંનિકર્ષ આવશ્યક નથી. માટે જ્ઞાનલક્ષણા સંનિકર્ષ સ્વવિષયનું જ અલૌકિક પ્રત્યક્ષ કરાવે છે, સ્વવિષયના આશ્રયનું નહીં. આ બે પ્રયાસત્તિઓનો પ્રત્યક્ષાત્મક કાર્ય સાથે કાકીભાવ આવો છે (1) स्वप्रकारीभूतसामान्यवत्त्वसम्बन्धेन प्रत्यक्षं प्रति स्वविषयसामान्यवत्त्वसम्बन्धेन सामान्यलक्षणाप्रत्यासत्तेर्हेतुत्वम् ધૂમ આવું જે સામાન્ય લક્ષણાજ સકલઘુમવિષયક અલૌકિક પ્રત્યક્ષ છે, તેમાં પ્રકારીભૂતસામાન્ય છે ધૂમ7. એટલે ધૂમ: એવું અલૌકિક પ્રત્યક્ષ (=કાય), સ્વવિષયભૂત સકલવૂમમાં પ્રારભૂત સામાન્યવત્ત સંબંધથી રહ્યું છે. ત્યાં જ ઘૂમત્વ એવું જે સામાન્યનું જ્ઞાન (કે જે સામાન્યલક્ષણા પ્રત્યાત્તિ = કારણ છે, તે) સ્વવિષયસામાન્યવત્ત્વ સંબંધથી રહ્યું છે. કારણ કે સ્વ=પૂનત્વમ્ એવું જ્ઞાન, એના વિષયભૂત સામાન્ય ધૂમત્વ... તáત્ત્વ સકલ ઘૂમમાં છે.) એટલે સ્વપ્રવાહીમૂતસમાવિત્ત એ કાર્યતાવચ્છેદક સંબંધ છે, ને વિષયસામાન્યવત્ત એ કારણતા-વચ્છેદક સંબંધ છે. (2) જ્ઞાનલક્ષણાસંનિકર્ષ માટે સુમિ વન્દનમ્ એવું પ્રત્યક્ષ સૌરભાશમાં અલૌકિક છે. એટલે કે અલૌકિકવિષયતા સંબંધથી પ્રત્યક્ષ સૌરભમાં રહ્યું છેનેત્યાં જ વિષયતા સંબંધથી સૌરભનું સ્મરણાત્મકજ્ઞાન (કે જે જ્ઞાનલક્ષણાસંનિકર્ષ છે તે) રહ્યું છે. તેથી કાકા ભાવ આવો થશે- અતીવિવિષયાસક્વન્કેન પ્રત્યક્ષ પ્રતિવિષયાસક્વન્થનાનત્તક્ષણप्रत्यासत्तेर्हेतुत्वम्। પ્રશ્નઃ સામાન્યલક્ષણા સંનિકર્ષ માનવાની જરૂર શી છે? (3) ઉત્તરઃ પ્રત્યક્ષનિરૂપિતવિષયતા વગર સંનિકર્ષે સંભવતી નથી. એટલે જેનું જેનું પ્રત્યક્ષ થાય એ બધા સાથે કોઈ ને કોઈ સંનિકર્ષ અવશ્ય માનવો જ પડે છે. હવે ધૂમો વદ્વિવ્યાપ્યો ન વા આવો જે સંશય પડે છે તે જો સામાન્યલક્ષણા સંનિકર્ષ ન માનીએ તો અસંગત ઠરે છે. તે આ રીતે - માનસમાં એક ધૂમ-એક વહ્નિનું ચાક્ષુષ પ્રત્યક્ષ થયું. એટલે આ પ્રત્યક્ષ ધૂમમાં (મહાનસીય ઘૂમમાં) તો વહ્નિના સંબંધનું પ્રત્યક્ષ જ થઈ ગયું છે માટે એ અંગે સંશયને અવકાશ નથી.) આ સિવાયના ધૂમ તો જો ઉપસ્થિત જ ન હોય તો એમાં સંશય પડી શી રીતે શકે? (આશય એ છે કે સંશય માટે ધર્માનું જ્ઞાન આવશ્યક છે. એટલે ઘર્મી તરીકે ઇતર સકલ ધૂમની ઉપસ્થિતિ જ ન હોય તો એમાં વહિવ્યાપ્યત્વ નામનો ધર્મ છે કે નહીં એવો સંદેડ શી રીતે પડે?) પણ એ પડે તો છે જ. તેથી અન્ય ધૂમ અંગે જ એ સંશય પડે છે એમ માનવું પડે છે, ને એ માટે અન્ય ધૂમોની ઉપસ્થિતિ પણ માનવી પડે છે. પણ એ બધા અન્ય ધૂમમાં ચક્ષુસંનિકર્ષ તો છે નહીં, તેથી સામાન્યલક્ષણાસંનિકર્ષ માનવો પડે છે. એટલે સામાન્યલક્ષણા સંનિકર્ષથી કાલાન્તરીય - દેશાન્તરીય ધૂમમાં વહ્નિની વ્યાપ્યતાનો સંદેહ પડવો સંભવિત બને છે જેના દ્વારા વ્યાસિનો નિર્ણયને પરિણામે અનુમિતિ પણ સંભવિત બને છે. (૪) પ્રશ્નઃ પણ જો આ રીતે ઘૂમવેન સકલ ધૂમનું જ્ઞાન થઈ શકતું હોય તો તો પ્રમેયત્વેન સકલ પ્રમેયનું જ્ઞાન પણ થઈ જશે. અને તો પછી બધા સર્વજ્ઞ બની જશે....
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy