SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 198 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (૬) ઉત્તર બુદ્ધિ અને પુરુષ વચ્ચેના ભેદનું જ્ઞાન ન હોવાના આ બધા તોફાનો છે. પ્રવૃત્તેિર પૃથ આવું ભેદ જ્ઞાન નથી. અનાદિકાળથી આ ભેદાગ્રહ ચાલ્યો આવ્યો છે. આ મેદાગ્રહ પર જ સંસાર છે. એ જો છૂટી જાયભેદ જ્ઞાન થઈ જાય તો સંસારનો નાશ થઈ જાય. ___(मु.) 'ममेदं कर्तव्यमिति मदंशः पुरुषोपरागो बुद्धेः स्वच्छतया तत्प्रतिबिम्बादतात्त्विकः, दर्पणस्येव मुखोपरागः, इदमिति विषयोपरागः, इन्द्रियप्रणालिकया परिणतिभेदस्तात्विकः, निःश्वासाभिहतदर्पणस्येव मलिनिमा, कर्तव्यमिति व्यापारांशः, तेनांशत्रयवती बुद्धिः, तत्परिणामेन ज्ञानेन पुरुषस्यातात्त्विकः सम्बन्धः दर्पणस्य मलिनिम्नेव मुखस्योपलब्धिरुच्यते । ज्ञानवत्सुखदुःखेच्छाद्वेषधर्माऽधर्मा अपि बुद्धरेव, कृतिसामानाधिकरण्येन प्रतीतेः । न च बुद्धिश्चेतना, परिणामित्वात्, इति मतमपास्तम् । () “આ મારું કર્તવ્ય છે એમાં મદંશ એ પુરુષનો ઉપરાગ (=સંબંધ) છે. બુદ્ધિ સ્વચ્છ હોવાના કારણે એમાં પુરુષનું પ્રતિબિંબ–પુરુષના તાદાભ્યનો ભ્રમ થવાથી એ સંબંધ ભાસતો હોવાના કારણે એ અતાત્વિક છે. જેમકે દર્પણને મુખનો સંબંધ. (= આ) એ વિષયોપરાગ છે. ઇન્દ્રિયરૂપ નાલિકા દ્વારા બહાર નીકળીને બુદ્ધિનો અચંટ: ઇત્યાદિ જ્ઞાનરૂપ જે પરિણામ વિશેષ થાય છે એ જ એનો વિષય સાથેનો સંબંધ છે, ને એ તાત્વિક છે. જેમ કે દર્પણ પર શ્વાસના કારણે થયેલી મલિનતા વાસ્તવિક છે. વર્તમ્ (ઘનિષ્ઠક્રિયારૂપ) વ્યાપારાંશ છે. (૫૮: વર્તવ્યઃ એવી બુદ્ધિની પરિણતિ એ જ એની સાથેનો વાસ્તવિક સંબંધ છે.) તેથી બુદ્ધિ આવા ત્રણ અંશથી યુક્ત હોય છે. બુદ્ધિના પરિણામ જ્ઞાનની સાથે પુરુષનો, દર્પણની મલિનતાનો મુખ સાથે ભાસતા સંબંધ જેવો જે અતાત્વિક સંબંધને ઉપલબ્ધિકહેવાય છે. જ્ઞાનની જેમ સુખ-દુઃખ-ઇચ્છા-દ્વેષ-ધર્મ-અધર્મપણ બુદ્ધિના જ છે, કારણ કે કૃતિને સમાનાધિકરણ ભાસે છે. બુદ્ધિ ચેતના નથી, કારણ કે પરિણામી છે.-આવો સાંખ્યમત અપાસ્ત જાણવો. (વિ.) (હિપતસ્થિનમિત્યનારમ્ (જા.૧-૧-૧૫) સ્ત્રાનુસારે નૈયાયિક બુદ્ધિ અને ઉપલબ્ધિનો ભેદ નથી માનતો, તેથી એ સ્પષ્ટ કરવા બુદ્ધિના ત્રણ અંશ જણાવે છે-સત્ત્વનો ઉદ્રક એ બુદ્ધિની સ્વચ્છતા છે.) (૧) મા એમ ષષ્ઠી દ્વારા પુરુષનો સંબંધ ભાસે છે. એ અતાવિક છે. રૂદ્ર શબ્દ વિષયને જણાવતો હોવાથી એ વિષયોપરાગ છે. એ વાસ્તવિક છે. આ પુરુષોપરાગ અને વિષયોપરાગથી કર્તવ્ય ઘટાદિનો અવભાસ થાય છે. તેથી આ “કર્તવ્યમ્' એવો નિશ્ચયાત્મક અધ્યવસાય એ વ્યાપારાંશ છે. આમ બુદ્ધિનો “મમેકં ર્તવ્યમ્' આવો આકાર હોવાથી એ પુરુષસમ્બન્ધ, વિષયસમ્બન્ધ અને વ્યાપાર સંબંધ એવા ત્રણ અંશવાળી છે. દર્પણમાં રહેલો ડાઘ મુખ પર ભાસે છે. મુખ સાથેનો એનો આ અતાત્વિક સંબંધ હોય છે. વસ્તુતઃ કાંઈ મુખ પર ડાઘ હોતો નથી. એમ પુરુષનો, બુદ્ધિનીમ્પરિણતિ રૂપ (યં ઘટઃ વગેરે) જ્ઞાન સાથે વાસ્તવિક સંબંધ નથી. છતાં ‘વેતનોé (૫૮) નાનામ’ આ રીતે પુરુષ સાથે જ્ઞાનના સંબંધનો આરોપ થાય છે. પુરુષનો જ્ઞાન સાથેનો આ અતાત્વિક સંબંધ એ ઉપલબ્ધિ છે. (નહીં કે બુદ્ધિ સ્વયં ઉપલબ્ધિ છે...) બુદ્ધિ કર્તા હોવાથી કૃતિ તો બુદ્ધિનો જ ધર્મ છે. વળી જ્ઞાતિમંડÉ ' એવી પ્રતીતિ જ્ઞાન અને કૃતિનું સામાનાધિકરણ્ય દર્શાવે છે. માટે જ્ઞાન પણ બુદ્ધિનો જ ધર્મ છે. એ જ રીતે સુક્યાં વર્તા” વગેરે પ્રતીતિઓ સુખદુઃખ-ઇચ્છા-દ્વેષ-ધર્મ અને અધર્મ ને પણ કૃતિસમાનાધિકરણ હોવા જણાવે છે. માટે એ પણ બુદ્ધિના જ છે. (અદષ્ટ અતીન્દ્રિયહોવાથી એની સીધી પ્રત્યક્ષાત્મક પ્રતીતિન થાય, પણ ધાર્મિવોડદંવરોમિ' વગેરે ઉપનીતભાનરૂપ પ્રતીતિ જાણવી.) (પ્રશ્નઃ જેમ જ્ઞાતાકરોમિ વગેરે પ્રતીતિબલાત્ જ્ઞાનને બુદ્ધિનો ધર્મ માનો છો તેમ ‘ચેતનોડ૬ રોજિ એવી પ્રતીતિબલાત્ ચેતનાને પણ બુદ્ધિનો ધર્મ માનો ને !)
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy