SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 194 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી નૈયાયિકઃ જીવાત્માનો સંસારદશામાં જે ભેદ છે તે નિત્ય હોવાથી મુક્ત અવસ્થામાં પણ નાશ પામી શકતો નથી. (વેદાંતીઃ જીવાત્મામાં રહેલો ભેદ અન્યોન્યાભાવરૂપ નથી પણ પૃથક્વગુણરૂપ છે, જે નિત્ય ન હોવાથી નાશ પામી શકે છે.) (૨) નૈયાયિક એ રીતે ભેદ નાશ પામે તો પણ બે વ્યક્તિ તો ઊભી જ રહે છે. અર્થાત્ પહેલાં જો બે વ્યક્તિ હતી તો પછી પણ બે વ્યક્તિ તો રહેવાની જ. વેદાંતીઃ મુક્તિમાં બુદ્ધિ વગેરે ગુણોનો નાશ મનાયો છે તો સાથે કિન્વરૂપ સંખ્યા કે જે ગુણ છે તે પણ નાશ પામી જવા દો ને... ને તેથી બ્રહ્મ સાથે ઐક્ય થઈ જશે. નૈયાયિક તમે બ્રહ્મને નિર્ધર્મક માન્યો છે. તેથી એમાં સત્યત્વધર્મ પણ નથી. (નિર્મદ્રહ માં નિર્ધર્મક એવું વિશેષણ સત્યવાભાવને જણાવવાના હેતુ તરીકે વપરાયેલું છે એ જાણવું.) અને છતાં તમે સત્યં જ્ઞાનનિતં ત્ર... વગેરે દ્વારા તે બ્રહ્મ સત્યસ્વરૂપ છે એમ કહો છો... તેમ દ્વિત્વનો અભાવ હોવા છતાં તે બે વ્યક્તિદ્વયાત્મક છે એમ કહી જ શકાય છે. વેદાંતીઃ બ્રહ્મમાં જે મિથ્યાત્વાભાવ છે એ જ સત્યત્વ છે. ને તેથી બ્રહ્મને સત્યસ્વરૂપ કહેવાય છે. (નૈયાયિક: પણ નિર્ધર્મકબ્રહ્મામાં મિથ્યાત્વાભાવ જો રહે તો એ પણ એક ધર્મ જ હોવાથી નિર્ધર્મહત્વની હાનિ થશે ને...) (૩) વેદાંતીઃ મિથ્યાત્વાભાવ અધિકરણાત્મક છે. અર્થાત્ બ્રહ્મમાં રહેલો મિથ્યાત્વાભાવ બ્રહ્મસ્વરૂપ જ છે ને એ જ એને સત્યસ્વરૂપે ઓળખાવે છે. નૈયાયિક તો પછી દ્ધિત્વ ન હોવા છતાં, એકત્વાભાવ જે છે તે જ વ્યક્તિદ્વયાત્મક છે ને દ્ધિત્વ કહેવાય છે એમ પણ માનો ને... ને તેથી મોક્ષાવસ્થામાં પણ બે વ્યક્તિ તો રહેશે જ. (વેદાંતી દરેક વ્યક્તિ એક-એક તો હોય જ છે. એટલે કે એમાં એત્વ તો હોય જ. તો એકત્વાભાવ જ ન હોવાથી એને દ્ધિત્વ' તરીકે કહેવાની વાત જ ક્યાં આવે? બ્રહ્મમાં મિથ્યાત્વાભાવ તો છે જેને સત્યસ્વરૂપ કહી શકાય છે.) (૪) નૈયાયિકઃ પૃથ્વીમાં ગબ્ધ હોવા છતાં, પૃથ્વી-જળ ઉભયમાં ગંધ છે? એમ પ્રશ્ન કરાય તો જવાબમાં ના” જ કહેવાય છે. એમ ઈશ્વરાત્મા અને જીવાત્મા એ પ્રત્યેકમાં (એક-એકમાં) એકત્વ હોવા છતાં એ બન્ને એક છે?' એવા પ્રશ્નના જવાબમાં “ના” જ પાડવી પડે- એટલે કે એકત્વનો નિષેધ કરવો પડે છે - આ વાત સર્વજન સિદ્ધ છે. આ જે એકત્વાભાવ સિદ્ધ થાય છે એ જ દ્ધિત્વ કહેવાય છે કે વ્યક્તિ એ રહે છે એમ કહેવામાં કારણ બને છે. (मु.) योऽपि तदानीमभेदप्रतिपादको वेदः सोऽपि निर्दुःखत्वादिना साम्यं प्रतिपादयति, सम्पदाधिक्ये पुरोहितोऽयं राजा संवृत्त इतिवत् । अत एव 'निरञ्जनः परमंसाम्यमुपैति' इति श्रूयते । ईश्वरोऽपि न ज्ञानसुखात्मा, किन्तु ज्ञानाद्याश्रयः, नित्यं विज्ञानमानन्दं ब्रह्म (बृहदा. ५/९/७) इत्यादौ विज्ञानपदेन ज्ञानाश्रय एवोक्तः, यः सर्वज्ञः स सर्ववित् (मु. १/९) इत्यनुरोधात् । 'आनन्दम्' इत्यस्याप्यानन्दवदित्यर्थः, अर्शआदित्वान्मत्वर्थीयोऽच्-प्रत्ययः, अन्यथा पुल्लिङ्गत्वापत्तेः । 'आनन्दोऽपि दुःखाभावे उपचर्यते, भाराद्यपगमे 'सुखी संवृत्तोऽहम्' इतिवत्। 'अस्तु वा तस्मिन्नानन्दः, न त्वसावानन्दः 'असुखम्' (बृहदा. ५/८/८) इति श्रुतेः । न विद्यते सुखं यस्येति कुतो नार्थः? इति चेत् ? न, "क्लिष्टकल्पनापत्तेः, “प्रकरणविरोधात्, आनन्दमित्यत्र मत्वर्थीयाच्प्रत्ययविरोधाच्चेति सङ्क्षपः ।
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy