SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વેદાંતમતા 191 ) (બૌદ્ધમાં એક મત એવો છે કે ક્ષણિક આત્મવિજ્ઞાન માનવામાં આવા પ્રશ્નો ખડા થતા હોવાથી ક્ષણિકશરીરવિજ્ઞાન જ માનવું જોઈએ, એ જ ચૈતન્યવાન છે. તેથી અતીન્દ્રિય આત્માની કલ્પના પણ ન કરવી પડે. જ્યારે શરીર તો દેખાય છે. વળી શરીર તો ક્ષણેક્ષણે બદલાતું રહે છે. તેથી ક્ષણિકતા પણ અખંડ રહેશે.) તેલ = વાસના સંક્રમની અનુપત્તિ વગેરે જે દોષો કહ્યા તેનાથી જ ક્ષણિકશરીરોમાં જ ચૈતન્ય માનવાની વાત નિરસ્ત જાણવી. વળી તેમાં પણ સંસ્કારાનન્ય માનવાનું ગૌરવ થાય છે. તથા પૂર્વેક્ષણમાં જ કોઈ અતિશય માનવામાં કોઈ પ્રમાણ નથી. બીજાદિથી (અંકુરોત્પત્તિ થવા - ન સમવધાન-અસમવધાનથી સંગતિ થઈ શકતી હોવાથી કુર્વકૂપત્વની કલ્પના કરાતી નથી. (मु.) अस्तु तर्हि क्षणिकविज्ञाने गौरवात् नित्यविज्ञानमेवात्मा, अविनाशी वाऽरेऽयमात्मा (बृह.५/१४), 'सत्यं જ્ઞાનમનન્તઝ (સરિ.આ..મનુ.૨)..ત્યાતિકૃતિ રે?, તચવિષયાસમવચર્શિતત્વત, નિર્વિષયચ ज्ञानत्वे मानाभावात्, सविषयत्वस्याप्यननुभवात् । अतो ज्ञानादिभिन्नो नित्य आत्मेति सिद्धम् । (વેદાંતમત) (મુ) આમ ક્ષણિકવિજ્ઞાન માનવામાં (અદશ્ય એવા કુર્ઘદ્રુપત્ની વધારાની કલ્પના વગેરે) ગૌરવ હોવાથી - નિત્યવિજ્ઞાનને જ આત્મા માનો, વળી ‘વિનાશી વારેઘમાત્મા, સત્યજ્ઞાનમાં વૃદ્ધ' ઇત્યાદિ શ્રુતિથી પણ એ સિદ્ધ થાય છે - આવો વેદાંતીનો મત પણ બરાબર નથી, કારણ કે તે વિજ્ઞાન) સવિષયક હોવું સંભવતું નથી તે આગળ દર્શાવી ગયા છીએ. તે નિર્વિષય હોય તો જ્ઞાનસ્વરૂપ હોવામાં કોઈ પ્રમાણ નથી. વળી સવિષયક હોવાનો અનુભવ પણ થતો નથી. તેથી વિજ્ઞાનાદિથી ભિન્ન નિત્ય આત્મા સિદ્ધ થાય છે. (વિ.) સ્મરણની અનુપપત્તિ-સંસ્કારાનસ્ય-કુર્વદ્રુપત્ની નિરર્થક કલ્પના આ બધા દોષો વિજ્ઞાનને ક્ષણિક માનવાના કારણે આવે છે. નિત્યવિજ્ઞાન માની લેવામાં આમાંનો એક પણ દોષ રહેતો ન હોવાથી એને જ આત્મા માનવો યોગ્ય છે. વળી એવું માનવામાં ‘વિનાશી....' ઇત્યાદિ શ્રુતિ-આગમપ્રમાણ પણ છે જ. આવા વેદાંતીના મતને ગ્રન્થકાર નકારે છે. ગ્રન્થકાર કહે છે કે આત્મા અવિનાશી છે એ વાત તો બરાબર છે. પણ એ જ્ઞાનવાળો છે, જ્ઞાનમય-જ્ઞાનસ્વરૂપ નથી.* કારણ કે જો એ જ્ઞાનસ્વરૂપ હોય તો સવિષયક છે કે નિર્વિષયક ? વેદાંતીઃ જ્ઞાનસ્વરૂપ આત્મા સવિષયક છે. નૈયાયિક તો એ જગવિષયક છે કે યત્કિંચિવિષયક? પ્રથમવિકલ્પમાં સર્વજ્ઞત્વાપત્તિ ને બીજા વિકલ્પમાં વિનિગમનાવિરહ છે. આમ તો વ્યાગ્રતતો નવી નો ઘાટ થતો હોવાથી એને નિર્વિષયક માનશો તો એ જ્ઞાનસ્વરૂપ હોવામાં કોઈ પ્રમાણ નથી.....(કારણ કે જે કાંઈ જ્ઞાન અનુભવાય છે તે સવિષયક જ અનુભવાય છે.) (વેદાંતીઃ જ્ઞાનસ્વરૂપ જીવાત્માનો વિષય આખું જગત્ નથી, પણ જગમાં રહેલો કોઈક પદાર્થ જ છે. કયો પદાર્થ ? એમાં પણ કોઈ વિનિગમનાવિરહ દોષ નથી. કારણ કે જ્યારે જે જીવાત્માને જે વિષયનો અનુભવ હોય ત્યારે તે તદ્વિષયક હોય છે એમ નિર્ણય થઈ શકે છે.) નૈયાયિક “ઘટસ્થજ્ઞાનમ્' વગેરે રીતે જ્ઞાનાદિનો સવિષયત્વેન જેવો અનુભવ થાય છે એવો ઘટસ્થાત્મિી....' ‘ટચ મર્દ.. એવો સવિષયકત્વેન અનુભવ થતો નથી. માટે એને સવિષયક માની શકાય નહીં. વળી સુષુપ્તિ કાળે તથા મુક્તાત્મામાં કોઈ જ્ઞાન ન હોવાથી ત્યાં પણ વિજ્ઞાનસ્વરૂપ આત્મા માની શકાતો નથી. તેથી વિજ્ઞાનાદિથી ભિન્ન નિત્ય આત્મા સિદ્ધ થાય છે. *જૈનમતે જ્ઞાનનો આત્મા સાથે ભેદભેદ સંબંધ છે. ભેદ સંબંધ એટલે આત્મા જ્ઞાનવાળો છે ને અભેદ એટલે આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જો આત્માને માત્ર જ્ઞાનવાળો જ માનીએ, ને જ્ઞાનસ્વરૂપ ન માનીએ તો આત્માનું પોતાનું કોઈ સ્વરૂપ ન રહેવાથી એ નિઃસ્વરૂપ બની જાય. વળી જે વખતે જ્ઞાન ન હોય તે વખતે આત્મામાં ને જડમાં ફેર શું છે? માટે આત્માને જ્ઞાનસ્વરૂપ પણ માનવો જ પડે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy