SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ 180 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી એટલે જો નિત્ય એવા ઈશ્વરમાં સુખનીસ્વરૂપયોગ્યતા રૂપકારણતાવચ્છેદક આત્મત્વછે, તો ક્યારેક તો એમાં સુખાદિ ઉત્પન્ન થવા જ જોઈએ ને !) સમાધાનઃ એ નિયમ અપ્રયોજક છે. (કારણ કે જલીય પરમાણુમાં સ્નેહની સ્વરૂપયોગ્યતા હોવા છતાં ક્યારેય સ્નેહોત્પત્તિ થતી નથી.) (૩) પણ કેટલાક નૈયાયિકો ઉક્તનિયમ માને છે. વળી, ઈશ્વરમાં સુખાદિની ઉત્પત્તિ તો ક્યારેય થતી નથી. તેથી (સુખાદિની સ્વરૂપયોગ્યતા = કારણતાવચ્છેદક) આત્મત્વજાતિ ઈશ્વરમાં છે જ નહીં એમ તેઓ કહે છે. જો ઈશ્વરમાં આત્મત્વ નથી, તો આત્મત્વધર્મને આગળ કરીને દ્રવ્યનો આઠમો જે વિભાગ “આત્મા’ છે તેમાં ઈશ્વરનો સમાવેશ નહીં થાય. વળી ઈશ્વર દ્રવ્ય તો છે જ, કારણ કે એમાં જ્ઞાનાદિગુણો રહેલા છે.) એટલે એને દશમા દ્રવ્ય તરીકે માનવાની આપત્તિ આવશે. પણ આ મતવાળા નૈયાયિકો, આ આપત્તિનું વારણ એ રીતે કરે છે કે આઠમા દ્રવ્યનું વિભાજન અમે આત્મત્વધર્મને આગળ કરીને નહીં, કિન્તુ જ્ઞાનવત્ત્વધર્મને આગળ કરીને કરીએ છીએ. અર્થાત્ દ્રવ્યત્વના સાક્ષાત્રાપ્ય પૃથ્વીત્વ વગેરે ધર્મો જેમ પૃથ્વી વગેરેને એક-એક વિભાગરૂપે સિદ્ધ કરે છે એમ આત્મત્વેન આત્માનો વિભાગ નથી, પણ જ્ઞાનવત્વેન જે કોઈ જ્ઞાનવાનું હોય એ બધાનો એક (આઠમો) વિભાગ છે. (ટૂંકમાં આઠમું દ્રવ્ય “આત્મા નથી, પણ “જ્ઞાનવાનું છે.) (ફત્યાધું કહીને ગ્રંથકારે અસ્વરસ પ્રગટ કર્યો છે. એનું કારણ એ છે કે આઠમા દ્રવ્યને જો ‘જ્ઞાનવાનું કહેવાનું હોય તો વેદમાં જ્યાં જ્યાં “આત્મા’ શબ્દ છે ત્યાં ત્યાં એની ‘જ્ઞાનવાન્ માં લક્ષણા કરવાનું ગૌરવ ઊભું થાય.) (मु.) इन्द्रियाद्यधिष्ठाता=इन्द्रियाणां शरीरस्य च परम्परया चैतन्यसम्पादकः । यद्यप्यात्मनि 'अहं सुखी' 'अहं दुःखी' इत्यादिप्रत्यक्षविषयत्वमस्त्येव, तथापि विप्रतिपन्नं प्रति प्रथमत एव शरीरादिभिन्नस्तत्प्रतीतिगोचरः' इति प्रतिपादयितुं न शक्यते, इत्यतः प्रमाणान्तरं दर्शयति - करणमिति । वास्यादीनां छिदादिकरणानां कर्तारमन्तरेण फलानुपधानं दृष्टम्, एवं चक्षुरादीनां ज्ञानकरणानामपि फलोपधानं कर्तारमन्तरेण नोपपद्यत इत्यतिरिक्तः कर्ता कल्प्यते ॥४७॥ (મુ.) ઇન્દ્રિયાદિનો અધિષ્ઠાતા છે એટલે ઇન્દ્રિયો અને શરીરમાં પરંપરાએ ચૈતન્યનો સંપાદક છે. જો કે આત્મા હું સુખી છું “હું દુઃખી છું' ઇત્યાદિ (માનસ) પ્રત્યક્ષનો વિષય છે જ, તો પણ વિપ્રતિપત્રને પહેલેથી જ શરીરાદિથી ભિન્ન કોઈક પદાર્થ તે (પ્રત્યક્ષાત્મક) પ્રતીતિનો વિષય છે એમ સમજાવી શકાતું નથી, એટલે (એવા પદાર્થની પહેલાં સિદ્ધિ કરી લેવા માટે) અન્ય પ્રમાણ દર્શાવે છે. નિતિ... છેદાદિ ક્રિયાના કરણભૂત વાસી વગેરે કર્યા વગર (છેદાદિ ક્રિયારૂપ) ફળોત્પત્તિ કરી શકતા નથી એ જોયું છે. એમ જ્ઞાનના કરણભૂત ચક્ષુ વગેરે ઇન્દ્રિયો કર્તા (=જ્ઞાતા આત્મા) વગર જ્ઞાનાત્મક ફળોત્પત્તિ કરી શકે નહીં. એટલે અતિરિક્ત કર્તાનું અનુમાન થાય છે. (વિ.) (૧) ઇન્દ્રિયો જ્ઞાનની જનક છે. તેથી જનતા સંબંધથી જ્ઞાન ઇન્દ્રિયમાં આવ્યું. એમ શરીર જ્ઞાનનો અવચ્છેદક છે. તેથી અવચ્છેદકતા સંબંધથી જ્ઞાન શરીરમાં આવ્યું. પણ આ જનકતા કે અવચ્છેદકતા સંબંધથી પણ જ્ઞાન ઇન્દ્રિય કે શરીરમાં તો જ આવે છે જો આત્મા જ્ઞાન કરે. માટે આત્મા ઇન્દ્રિય અને શરીરમાં આવા સંબંધથી જ્ઞાનનો - ચૈતન્યનો સંપાદક છે. (૨) જ્ઞાન-સુખ વગેરેના આશ્રયરૂપે આત્માનું માનસપ્રત્યક્ષ થાય જ છે. અને એમાં જે “હું” તરીકે પ્રતીત થાય છે તે શરીર છે એવું માની શકાતું નથી, કારણકે ‘વાજોડદંતત્વજ્ઞાતવાન ‘યૌવને દંગજ્ઞાતિવાનું ‘વિરેડડ્યું રૂä નાનામિ ઇત્યાદિ સૈકાલિક પ્રતીતિઓમાં ‘માં’ નો વિષય એક જ ભાસતો હોવાથી એને શરીર ન મનાય, કારણ કે શરીર તો પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. એટલે હું ની સૈકાલિક પ્રતીતિના વિષય તરીકે આત્માનું જ પ્રત્યક્ષ થાય
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy