SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 178 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ગયો છે.) એટલે ક્રિયા પણ હોય ને તન્ય વિભાગનો પ્રાગભાવ પણ હોય આવું તો માત્ર એક પ્રથમક્ષણ માટે જ મળે છે. એટલે સ્વજન્યવિભાગપ્રાગભાવાવચ્છિન્નક્રિયા(કર્મ) રૂપ ઉપાધિ કાળના જે અંશમાં રહેલ છે એને પ્રથમ ક્ષણ કહેવાય છે. (૨) દ્વિતીયક્ષણોત્પન્નવિભાગ એ પૂર્વસંયોગનાશનું કારણ છે. તેથી ત્રીજી ક્ષણે પૂર્વસંયોગનાશ થાય છે. એટલે કે બીજી ક્ષણ સુધી પૂર્વસંયોગ હતો. પ્રથમક્ષણે પણ આ પૂર્વસંયોગ હતો, પણ એ વખતે વિભાગ નહોતો. તેથી પૂર્વસંયોગ અને વિભાગ આ બંનેની વિદ્યમાનતા તો માત્ર બીજી ક્ષણમાં જ મળશે. તેથી પૂર્વસંયોગાવચ્છિન્નવિભાગ રૂપ ઉપાધિ જે કાળમાં રહી છે તેને દ્વિતીય ક્ષણ કહેવાય છે. (૩) તૃતીય ક્ષણે પૂર્વસંયોગનાશ થાય છે તેમ જ હY ઉત્તરસંયોગ ઉત્પન્ન થયો ન હોવાથી એનો પ્રાગભાવ હોય છે. આ નાશ અને આ પ્રાગભાવ માત્ર આ એક જ ક્ષણમાં ભેગા થાય છે. તેથી પૂર્વસંયોગનાશાવચ્છિન્નઉત્તરસંયોગપ્રાગભાવથી ઉપલક્ષિત કાળ એ તૃતીયક્ષણ છે. (૪) ચોથી ક્ષણે ઉત્તરસંયોગ ઉત્પન્ન થાય છે, વળી હજુ સુધી કર્મ તો હાજર છે જ, કારણ કે એનો નાશક ઉત્તરસંયોગઠેઠ હવે ઉત્પન્ન થવાથી પાંચમી ક્ષણે કર્મનો નાશ થવાનો છે. એટલે ચોથી ક્ષણ માટે ઉત્તરસંયોગાવચ્છિન્ન કર્મ એ ઉપાધિ બને છે. આમ જુદી જુદી ઉપાધિના કારણે કાળમાં પ્રથમાદિક્ષણોનો ભેદ પડે છે. પ્રશ્ન - આ ચાર ક્ષણ તો વ્યવહાર થશે, પણ ઉત્તરસંયોગ થયા પછી એ નહીં થાય, કારણ કે કર્મ તો નાશ પામી ગયું... ઉત્તર - પાંચમી ક્ષણે વળી કોઈક પરમાણુ વગેરેમાં અન્ય કર્મ ઉત્પન્ન થઈ ગયું હોય છે જેના કારણે ક્ષણવ્યવહાર આગળ ચાલે છે. શંકા - છતાં, મહાપ્રલયમાં તો કાર્યમાત્રનો નાશ હોવાથી કર્મ હોતું જ નથી, તો ત્યારે ક્ષણાદિ વ્યવહાર શી રીતે કરવાનો? સમાઘાન -જો એવખતે ક્ષણાદિવ્યવહાર હોય તો એની સંગતિ ધ્વસથી જ કરવી. અર્થાત્ ચરમક્ષણેયણુકાદિનો જે ધ્વંસ થયો તે ધ્વસથી લગાવીને પ્રથમ, દ્વિતીય, તૃતીય વગેરે ક્ષણો કહેવી. આવી ક્ષણોના સમૂહને લઈને દિનાદિવ્યવહાર જાણવો. (1.) ટૂન્તિવાધિદેતુજેવા નિત્યા ાિતે ૪૬ . उपाधिभेदादेकाऽपि प्राच्यादिव्यपदेशभाक् । (मु.) दिशं निरूपयति - दूरान्तिकेति । दूरत्वमन्तिकत्वं च दैशिकपरत्वमपरत्वं बोध्यम् । तद्बुद्धरसाधारणं बीजं दिगेव । 'दैशिकपरत्वापरत्वयोरसमवायिकारणसंयोगाश्रयतया लाघवादेका दिक् सिद्ध्यतीति भावः ॥४६॥ ननु यद्येकैव दिक्, तदा प्राचीप्रतीच्यादिव्यवहारः कथमुपपद्यते ? इत्यत आह-उपाधिभेदादिति । यत्पुरुषस्योदयगिरिसन्निहिता या दिक् सा तत्पुरुषस्य प्राची, एवमुदयगिरिव्यवहिता या दिक् सा प्रतीची । एवं यत्पुरुषस्य सुमेरुसन्निहिता या दिक् सोदीची, तद्व्यवहिता त्ववाची, ‘सर्वेषामेव वर्षाणां मेरुरुत्तरतः स्थितः' इति नियमात् । (દિકદ્રવ્યનિરૂપણ) (ક.) દૂર-નજીકની બુદ્ધિના કારણ તરીકે એક નિત્ય દિવ્ય કહેવાય છે. એ એક હોવા છતાં ઉપાધિભેદે પૂર્વ વગેરે ઉલ્લેખ પામે છે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy