SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ જળમાં મધુરરસસિદ્ધિ 161 છે કે નીલવર્ણ જળનો પોતાનો નથી. તેથી એ નીલવર્ણની પ્રતીતિ આશ્રયપાલિકી માનવી આવશ્યક બને છે. અર્થાત્ એના વહેણની જમીન લીલી હોવાના કારણે એ લીલું દેખાય છે. (मु.) अथजले माधुर्ये किं मानम् ? न हि प्रत्यक्षेण कोऽपिरसस्तत्रानुभूयते, न च नारिकेलजलादौ माधुर्यमुपलभ्यत एवेति वाच्यम्, तस्याश्रयौपाधिकत्वात्, अन्यथा जम्बीरजलादावम्लादिरसोपलब्धेरम्लादिमत्त्वमपि स्यादिति चे? न, हरीतक्यादिभक्षणस्य जलरसाभिव्यञ्जकत्वात् । न च हरीतक्यामेव जलोष्मसंयोगाद्रसान्तरोत्पत्तिरिति वाच्यम्, 'कल्पनागौरवात. पथिवीत्वस्याऽम्लादिजनकतावच्छेदकत्वाच्च जले नाम्लादिकम् । जम्बीररसादौ त्वाश्रयौपाधिकी तथाप्रतीतिः । (જળમાં મઘુરરસસિદ્ધિ) (મુ.) શંકા- પાણીમાં મધુરસ્વાદ હોય છે એવું માનવામાં પ્રમાણશું છે? કારણકે પ્રત્યક્ષથી તો તેમાં કોઈ સ્વાદઅનુભવાતો નથી. “નાળિયેરના પાણીમાં મીઠાશ અનુભવાય જ છે ને!” એમ ન કહેવું, કારણ કે એ પ્રતીતિ આશ્રયૌપાલિકી છે. (એટલે કે એવા વિશેષ પ્રકારના આશ્રયના સંપર્કના કારણે એમાં મીઠાશ અનુભવાય છે.) અન્યથા ( એને આશ્રયૌપાધિકી ન કહો તો) લીંબુના પાણીમાં ખટાશની ઉપલબ્ધિ થતી હોવાથી ખાટો સ્વાદ પણ પાણીમાં માનવો પડશે. (અને તેથી પાણીમાં મધુરરસ જ હોય છે એ વાત ઊડી જશે.) જો જળમાં પોતાનો મધુર રસ હોય તો આવી કોઈ પણ ઉપાધિ વિનાના શુદ્ધ પાણીમાં મીઠાશ અનુભવાવી જોઈએ ને !) સમાધાન - (મીઠાશ પાણીનો પોતાનો જ સ્વાદ છે. પણ એ અનભિવ્યક્ત હોય છે. અભિવ્યંજક મળે તો એ જણાય. તેથી જ હરડે ખાધા પછી પાણી પીવાથી પાણી મીઠું લાગે છે. અર્થાત) હરડેનું ભક્ષણ પાણીના સ્વાદનું અભિવ્યંજક છે. (હરડે પોતે તો મીઠી લાગતી ન હોવાથી મીઠાશ એની નથી. માટે એ પાણીની જ માનવી પડે છે.) શંકા - (હરડેમાં મીઠાશ નથી. પણ મુખમાં) પાણી અને ઉષ્માનો સંયોગ થવાથી એમાં રસાન્તર (=મીઠાશ) ઉત્પન્ન થાય છે. તેને તેથી એ મીઠાશ હરડેની જ છે, પાણીની નહીં.) સમાધાન - આવી શંકા યોગ્ય નથી, કારણ કે એવી કલ્પના કરવામાં ગૌરવ છે. વળી,પૃથ્વીત્વજાતિ ખટાશની કારણતાનો અવચ્છેદક છે. (એનો અભાવ હોવાથી) પાણીમાં ખાટો સ્વાદ વગેરે હોતા નથી. લીંબુના પાણીમાં જે ખટાશ અનુભવાય છે તે આશ્રયૌપાલિકી પ્રતીતિ જાણવી. (વિ.) (૧) કલ્પના ગૌરવ આ રીતે - પાર્થિવ અવયવીમાં જે રસ ઉત્પન્ન થાય છે તેના કારણ તરીકે અવયવનો રસ અથવા પાક મનાય છે. અર્થાત્ અવયવીના રસનો અવયવરસ સાથે અને પાક સાથે કાકo ભાવ તો મનાયેલો જ છે. હવે તમારે જલોમ્બાસંયોગ સાથે પણ ત્રીજો કાર્યકારણભાવ હોવાની કલ્પના કરવી પડશે જે ગૌરવ રૂપ છે. તથા હરડેમાં મધુરરસ માનવાનું પણ ગૌરવ છે. માટે એ મધુરરસ જળનો જ છે ને હરડેનું ભક્ષણ તેનું અભિવ્યંજક છે એમ માનવું ઉચિત છે. (मु.) एवं जन्यशीतस्पर्शजनकतावच्छेदकं जन्यजलत्वं, तदवच्छिन्नजनकतावच्छेदकं जलत्वं बोध्यम् । घृष्टचन्दनादौ तु शैत्योपलब्धिश्चन्दनान्तर्वर्तिशीततरसलिलस्यैव । तेजःसंयोगाजले उष्णप्रतीतिरौपाधिकी स्फुटैव, तत्र પાસમવાત્' | (.) (જેમ જન્યસ્નેહ અંગે કહ્યું હતું) એ પ્રમાણે જન્યશીતસ્પર્શજનકતાવચ્છેદક તરીકે જન્યજલત્વ (જાતિ સિદ્ધ થશે ને) તદવચ્છિન્નજનકતાવચ્છેદક તરીકે જલત્વ (જાતિ સિદ્ધ થાય છે એ ) જાણવું. (જલત્વાભાવ હોવા છતાં ઘસેલા ચંદનમાં શીતસ્પર્શોત્પત્તિ થાય છે, તેથી જ જલત્વને કારણતાવચ્છેદક માની શકાય નહીં એવી સંભવિત શંકાનું સમાધાન -) ઘસેલા
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy