SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ 142 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (દ્રવ્યના ગુણોનું કથન) (કા.) સ્પર્શોદિ ૮+વેગ એમ વાયુના ૯ ગુણો છે. સ્પર્શાદિ ૮+રૂપ વેગ+ દ્રવત્વ એમ તેજસ્ના ૧૧ ગુણો છે. સ્પર્શાદિ ૮ + વેગ + ગુરુત્વ + દ્રવત્વ + રૂપ + રસ + સ્નેહ... એમ જળમાં ૧૪ ગુણો છે. એમાં સ્નેહ કાઢીને ગંધ ઉમેરવી, એટલે એ ૧૪ ગુણો પૃથ્વીમાં છે. બુદ્ધિ વગેરે છ + સંખ્યાદિ ૫ + ભાવના + ધર્મ + અધર્મ... આત્માના આ ૧૪ ગુણો છે. કાળ અને દિશામાં સંખ્યાદિ પાંચ ગુણો છે. એ પાંચ + શબ્દ આ ૬ ગુણો આકાશમાં છે. સંખ્યાદિ ૫ + બુદ્ધિ + ઇચ્છા +પ્રયત્ન એમ ૮ ગુણો ઈશ્વરમાં છે. પરત્વ + અપરત્વ + સંખ્યાદિ ૫ + વેગ એમ ૮ ગુણો મનમાં છે. (મુ.) ૩૩મી કારિકામાં રહેલા તે 7 નો અર્થ “પાંચ સંખ્યાદિ ગુણો' છે. ૐ = આકાશ. (વિ.) વાયોર્નવૈજાવા તેગમો મુળા:, નતક્ષિતિપ્રાળમૃતાં વતુર્વશ । दिक्कालयोः पञ्च षडेव चाम्बरे महेश्वरेऽष्टौ मनसस्तथैव च ॥ આવા પ્રાચીન શ્લોકને અનુસરીને આ નિરૂપણ કરાયું છે. સંખ્યા, પરિમાણ, સંયોગ, વિભાગ અને પૃથક્ક્સ આ પાંચ સામાન્યગુણ દરેક દ્રવ્યમાં હોય છે. કાળ-દિમાાં આ પ ગુણ. આકાશમાં ૫ + શબ્દ = ૬ મનમાં ૫ + પરત્વ + અપરત્વ + વેગ = ૮ ઈશ્વરાત્મામાં ૫ + નિત્યજ્ઞાન -ઇચ્છા - કૃતિ = ૮ વાયુમાં ૫ + પરત્વ + અપરત્વ + વેગ + સ્પર્શ = ૯ તેજમાં એ ૯ + રૂપ + દ્રવત્વ = ૧૧ જળમાં ૧૧ + રસ + સ્નેહ + ગુરુત્વ = ૧૪ પૃથ્વીમાં ૧૧ + રસ + ગંધ + ગુરુત્વ = ૧૪ આત્મામાં ૫ + જ્ઞાનેચ્છાકૃતિ-દ્વેષ-સંસ્કાર-સુખ-દુઃખ-ધર્મ-અધર્મ = ૧૪ (का.) तत्र क्षितिर्गन्धहेतुः नानारूपवती मता । (मु.) साधर्म्यवैधर्म्ये निरूप्य सम्प्रति प्रत्येकं पृथिव्यादिकं निरूपयति - तत्रेति । गन्धहेतुरिति - गन्धसमवायिकारणमित्यर्थः । यद्यपि गन्धवत्त्वमात्रं पृथिव्या लक्षणमुचितं, तथापि पृथिवीत्वजातौ प्रमाणोपन्यासाय कारणत्वमुपन्यस्तम् । तथा हि - पृथिवीत्वं हि गन्धसमवायिकारणतावच्छेदकतया सिद्ध्यति, अन्यथा गन्धत्वावच्छिन्नस्याकस्मिकत्वापत्तेः । (પૃથ્વી નિરૂપણ) (કા.) તેમાં પૃથ્વી ગન્ધહેતુ છે અને અનેક રૂપવાળી મનાયેલી છે. (મુ.) સાધર્મ્સ-વૈધર્મ્યાનું નિરૂપણ કરીને હવે પ્રત્યેક પૃથ્વી વગેરેનું નિરૂપણ કરે છે. ‘ગન્ધહેતુ’ શબ્દનો અર્થ ગન્ધનું સમવાયિકારણ એવો જાણવો. જો કે ગન્ધવત્ત્વ આટલું જ પૃથ્વીનું લક્ષણ કરવું ઉચિત છે, છતાં પૃથ્વીત્વજાતિમાં પ્રમાણ આપવા માટે કારણતા સુધી ગયા છે. તે (પ્રમાણ) આ રીતે જાણવું - પૃથ્વીત્વ ગન્ધુસમવાયિકારણતાના અવચ્છેદક તરીકે સિદ્ધ થાય છે, અન્યથા ગન્ધત્વાવચ્છિન્ન (કાર્ય) આકસ્મિક બની જવાની આપત્તિ આવે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy