SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણિક વિશેષનુણવત્ત્વ પણ (જન્યમાં અવૃત્તિ હોવાથી) તેવો (=ક્ષણિક) ગુણ બની જતો હોવાના કારણે (તથા) ચોથી ક્ષણે દ્વિત્પાદિનો નાશ માન્યો હોવાથી દ્વિત્વ વગેરે પણ તથા=ક્ષણિક ગુણ બની જતા હોવાના કારણે એનું વારણ કરવા માટે ‘વિશેષ’ એમ વિશેષણ ઉમેર્યું છે. અથવા તો ત્રિક્ષણવૃત્તિત્વ કહેવું, કારણ કે ઇચ્છાત્વદિ જાતિ લઈને આત્મામાં લક્ષણનો સમન્વય થઈ જાય છે. 137 (વિ.) શંકા ઃ ઈશ્વરીયજ્ઞાન નિત્ય હોવાથી, ચતુર્થક્ષણ વૃત્તિ તો છે જ ને ? : સમાધાન : ચતુર્થક્ષણવૃત્તિજન્યઅવૃત્તિજાતિમવિશેષગુણ કહેવાથી વાંધો નહીં આવે. કારણ કે ઈશ્વરજ્ઞાન નિત્ય હોવાથી જન્ય નથી, જીવાત્માનું જ્ઞાન જન્ય હોય છે. પણ એનું કોઈ પણ જ્ઞાન ચતુર્થક્ષણવૃત્તિ હોતું નથી. ચતુર્થક્ષણવૃત્તિજન્ય તરીકે રૂપાદિ જ લેવાશે, જ્ઞાન નહીં,તેમાં અવૃત્તિ જ્ઞાનત્વ... તાન્ જ્ઞાન. જો આકાશ અને જીવાત્માનું જ સાધર્મ્સ કહેવું હોય તો ‘જન્ય’ પદ મૂકવાની જરૂર નથી. શંકા : પણ તો પછી, ચતુર્થક્ષણવૃત્તિ પદાર્થ તરીકે નિત્યજ્ઞાન આવવાથી ને જ્ઞાનત્વ તવૃત્તિ હોવાથી જ્ઞાનને ક્ષણિક વિશેષગુણ તરીકે લઈ નહીં શકાય. તો આત્મામાં લક્ષણનો સમન્વય શી રીતે કરશો ? એ જ રીતે ઈશ્વરીય ઇચ્છા-પ્રયત્ન પણ નિત્ય હોવાથી ઇચ્છાત્વ-પ્રયત્નત્વ જાતિ દ્વારા પણ સમન્વય સંભવતો નથી. સમાધાન ઃ છતાં દ્વેષત્વાદિ દ્વારા એ થઈ જશે. ઈશ્વરને દ્વેષ હોતો નથી, જીવાત્માઓને જ હોય છે જે અનિત્ય જ હોય છે, નિત્ય નહીં એટલે ‘દ્વેષત્વ’ ચતુર્થક્ષણવૃત્તિપદાર્થમાં અવૃત્તિ હોવાથી લક્ષણસમન્વય થઈ જશે. ક્ષણિકગુણ બનશે દ્વેષ, ને તત્તા તો જીવાત્માઓમાં છે જ... ઈશ્વરાત્મામાં તત્તા નથી. પણ હવે એ લક્ષ્ય ન હોવાથી દોષ નથી. પણ ઈશ્વરાત્માનો સમાવેશ હવો હોય તો જન્ય પદ મૂકવું. તેથી સાધર્મ્સ चतुर्थक्षणवृत्तिजन्यअवृत्ति-जातिमद्विशेषगुणवत्त्वम् । આમાં જો વિશેષ પદ ન લખીએ તો, કાલાદિમાં અતિવ્યાપ્તિ આવશે, પરમમહત્પરિમાણ નિત્ય હોવાથી પરમમહત્ત્વત્વ જન્યમાત્રમાં અવૃત્તિ છે. તેથી પરમમહત્પરિમાણ તાદશગુણ તરીકે પકડી શકાશે. પણ વિશેષ લખવાથી એ અતિવ્યાપ્તિ નહીં, કારણ કે ‘પરમમહત્પરિમાણ' એ વિશેષગુણ નથી. શંકા : ‘પરમમહત્ત્વત્વ' જાતિ જ ન હોવાથી એના દ્વારા અતિવ્યાપ્તિ નથી. અથવા, જીવાત્મા ને આકાશના સાધર્મ્સમાં ‘જન્મ’ પદ ન હોવાથી પણ પરમમહત્ત્વત્વ દ્વારા અતિવ્યાપ્તિ નથી. તો ‘વિશેષ' પદ શા માટે ? સમાધાન ઃ છતાં ઘટાદિમાં અતિવ્યાપ્તિ થાય છે. તે આ રીતે - આગળ જોઈ ગયા કે દ્વિત્વ સંખ્યા બીજી ક્ષણે ઉત્પન્ન થાય છે, ને પાંચમી ક્ષણે નાશ પામે છે. એટલે કે એ ત્રણક્ષણ ટકે છે, ચાર ક્ષણ નહીં. તેથી દ્વિત્વત્વ જાતિ ચતુર્થક્ષણવૃત્તિજન્ય પદાર્થમાં અવૃત્તિ હોવાથી એ જાતિ લઈ શકાશે. તદ્વાન ગુણ દ્વિત્વસંખ્યા, તત્તા ઘટાદિમાં હોવાથી અતિવ્યાપ્તિ. ‘વિશેષ’ પદ મૂકવાથી આ અતિવ્યાપ્તિ નહીં રહે, કારણ કે દ્વિત્વ સંખ્યા એ વિશેષ ગુણ નથી. છતાં લાઘવ જ કરવું હોય તો, . ત્રિક્ષળવૃત્તિઅવૃત્તિનાતિમવિશેષમુળવ ં સાધર્મ્ડ જાણવું. જો કે અપેક્ષાબુદ્ધિ ત્રિક્ષણવૃત્તિ હોવાથી જ્ઞાનત્વાદિ પકડાશે નહીં, છતાં દ્વેષત્વ, સુખત્વ વગેરે લઈ શકાશે, કારણ કે કોઈ દ્વેષ સુખાદિ ત્રિક્ષણ સ્થાયી હોતા નથી. ઈશ્વરાત્મનો પણ લક્ષ્યમાં સમાવેશ કરવો હોય તો ‘જન્ય’ પદ મૂકવું. ને ‘ઇચ્છાત્વાદિ’ જાતિ લઈ લક્ષણ સમન્વય કરવો.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy