SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ‘દ્રવ્યત્વ’ ન લખે તો લક્ષણ : પરત્વસમાનાધિકરણ વ્યાપ્યજાતિમત્ત્વ થાય. ‘સત્તા’ વ્યાપ્ય જાતિ નથી. તેથી હવે ‘સત્તા’ લઈને અતિવ્યાસિ ન આવે, પણ ‘દ્રવ્યત્વ’ તો વ્યાપ્ય જાતિ છે જ. તેથી એ લઈને આકાશાદિમાં અતિવ્યાપ્તિ આવશે. જે દ્રવ્યત્વવ્યાપ્ય એમ લખવાથી દૂર થાય છે. કારણ કે દ્રવ્યત્વ વ્યાપ્ય તરીકે પૃથ્વીત્વ વગેરે જાતિ લેવી પડશે જે આકાશાદિમાં નથી. શંકા ઃ દ્રવ્યત્વને લઈને આકાશાદિમાં આવતી અતિવ્યાપ્તિનું વારણ તો ‘દ્રવ્યત્વભિન્નજાતિ’ કહી દેવાથી પણ ટળી જાય છે, તો એમ જ કહો ને, કારણ કે એમાં વ્યાપ્ય (=વ્યાપ્તિમાન્) અંશ ન આવવાથી વ્યાપ્તિનો પ્રવેશ ન હોવાના કારણે લાઘવ છે. સમાધાન ઃ તો દ્રવ્યત્વભિન્નજાતિ તરીકે સત્તા લઈ પૂર્વોક્ત અતિવ્યાપ્તિ પાછી ઊભી જ રહેશે. શંકા : તો પછી, સત્તા-દ્રવ્યત્વઉભયભિન્નજાતિ લો. એમાં પણ વ્યાપ્તિના પ્રવેશની અપેક્ષાએ તો લાઘવ છે જ. સમાધાન 126 જેમ, ઘટ, ઘટપટોભયસ્વરૂપ છે ? તો કે ના, ઘટ: 7 ઘટપટોમયઃ, એટલે કે ઘટ: પટપટોમમિત્ર એમ, દ્રવ્યત્વ ન સત્તાદ્રવ્યત્નોમય ..... તેથી દ્રવ્યત્વ સ્વયં, સત્તાદ્રવ્યત્વોભયભિન્ન છે, એમ સત્તા પણ, સત્તાદ્રવ્યત્વોભયભિન્ન છે. એટલે કે ઉભયભિન્નજાતિ તરીકે સત્તા અને દ્રવ્યત્વ બન્ને જાતિ પકડી શકાવાથી પૂર્વોક્ત અતિવ્યાપ્તિઓ તદવસ્થ જ રહેશે. તેથી અહીં ‘દ્રવ્યત્વવ્યાપ્યજાતિ’ લેવાનું કહ્યું છે. શંકા : યંત્ર યંત્ર વ્યત્વ તંત્ર તત્ર દ્રવ્યત્વ.... આવી વ્યાપ્તિ છે જ, એટલે કે સ્વ સ્વનો વ્યાપ્ય હોય છે જ. તેથી દ્રવ્યત્વવ્યાપ્યજાતિ તરીકે ‘દ્રવ્યત્વ' પણ લઈ શકાશે જે આકાશાદિમાં પણ હોવાથી પુનઃ અતિવ્યાપ્તિ. સમાધાન : તો પછી સાધનું લક્ષણ - પરત્વની સમાનાધિકરણ દ્રવ્યત્વ-વ્યાપ્ય દ્રવ્યત્વભિન્નજાતિમત્ત્વ કરવાથી આ દોષ નહીં રહે, એટલે કે ‘દ્રવ્યત્વભિન્ન' એવું એક વધુ વિશેષણ ઉમેરવું. વસ્તુતઃ દ્રવ્યત્વવ્યાપ્યના બદલે દ્રવ્યત્વન્યૂનવૃત્તિ લખવાથી ઉક્ત અતિવ્યાપ્તિનું વારણ થઇ જાય છે ને ‘દ્રવ્યત્વભિન્ન’ મૂકવું ન પડવાથી લાઘવ પણ થાય છે એટલે લક્ષણ આવું થશે કે = પરત્વસમાનાધિકરણદ્રવ્યત્વન્યૂનવૃત્તિજાતિમત્ત્વમ્ શંકા : અહીં ‘જાતિ’ ના સ્થાને ધર્મ' કહો ને, ‘જાતિ’ શા માટે ? સમાધાન : દ્રવ્યત્વ નવે દ્રવ્યોમાં છે. જ્યારે ઘટાકાશસંયોગ માત્ર ઘટ અને આકાશમાં જ છે. તેથી એ દ્રવ્યત્વન્યૂનવૃત્તિ ધર્મ છે. એ ઘટમાં રહ્યો છે. તેથી પરત્વસમાનાધિકરણ તો છે જ. વળી આકાશમાં પણ રહ્યો છે. તેથી અતિવ્યાપ્તિ આવે. એનું વારણ કરવા માટે ‘ધર્મ’ ન મૂકતાં ‘જાતિ’ મૂકી. (આ જ રીતે ઘટાકાશાન્યતરત્વ વગેરે ધર્મ લઇ ને પણ અતિવ્યાપ્તિ આવે જેનું વારણ કરવા ‘જાતિ' કહેલ છે.) (मु.) मूर्तत्वं अपकृष्टपरिमाणवत्त्वं, तच्चैषामेव, गगनादिपरिमाणस्य कुतोऽप्यपकृष्टत्वाभावात् । पूर्ववत्कर्मवत्त्वं ર્મસમાનાધિરળ-દ્રવ્યત્વવ્યાપ્ય-જ્ઞાતિમત્ત્વ, વેવત્ત્વ વેળવવૃત્તિ-દ્રવ્યત્વવ્યાપ્ય-જ્ઞાતિમત્ત્વ ૬ નોધ્યમ્ ॥૨॥ (મુ.) મૂર્તત્વ એટલે અપકૃષ્ટપરિમાણવત્ત્વ. એ આ પૃથ્વી વગેરેમાં જ રહ્યું છે. કારણ કે ગગન વગેરેનું પરિમાણ કોઈનાથી અપકૃષ્ટ (ઓછું) હોતું નથી. પૂર્વવત્ (પૂર્વે કહેવાઈ ગયેલા પરત્વની જેમ) કર્મવત્ત્વ એટલે કર્મ ને સમાનાધિકરણ જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ તત્ત્વ એવો અર્થ ને વેગવત્ત્વ એટલે વેગવામાં રહેલ જે દ્રવ્યત્વવ્યાપ્ય જાતિ તત્ત્વ એવો અર્થ જાણવો. (વિ.) મૂર્તત્વ : મૂર્તત્વ અપoપરિમાળવન્દ્વમ્ । જેનું પરિમાણ બીજા કોકના પરિમાણથી નાનું હોય તેનું પરિમાણ અપમૃષ્ટ પરિમાણ કહેવાય. ઘડો વગેરે અવયવી
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy