SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 122 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી અણુભિન્નદ્રવ્યતત્વ કારણતાવચ્છેદક બને જ્યારે મહત્ત્વનું કારણ માનવામાં મહત્ત્વત્વજાતિ કારણતાવચ્છેદક બને જે લઘુભૂત છે. આમ, ચકૂપાવચ્છિન્ન તપુનિયાવર પૂર્વમવિભિન્ન તકૂપવત્તે અન્યથાસિદ્ધત્વમ્ | (का.) एते पञ्चान्यथासिद्धा दण्डत्वादिकमादिमम् । घटादौ दण्डरूपादि द्वितीयमपि दर्शितम् ॥२१॥ तृतीयं तु भवेद् व्योम कुलालजनकोऽपरः । पञ्चमो रासभादिः स्यादेतेष्वावश्यकस्त्वसौ ॥२२॥ (मु.) रासभादिरिति । यद्यपि यत्किञ्चिद्घटव्यक्तिं प्रति रासभस्य नियतपूर्ववृत्तित्वमस्ति, तथापि घटजातीयं प्रति सिद्धकारणभावैर्दण्डादिभिरेव तद्व्यक्तेरपि सम्भवे रासभोऽन्यथासिद्ध इति भावः । एतेषु पञ्चस्वन्यथासिद्धेषु मध्ये पञ्चमोऽन्यथासिद्ध आवश्यकः, तेनैव परेषां चरितार्थत्वात् । तथाहि - दण्डादिभिरवश्यक्तृप्तनियतपूर्ववर्तिभिरेव कार्यसम्भवे दण्डघटितायाः परम्परायाः सम्बन्धत्वकल्पने गौरवात् । एवमन्येषामप्यनेनैव चरितार्थत्वं संभवति ॥२१॥ IIRRI. (ક.) આ પાંચ અન્યથાસિદ્ધ કહ્યા. (એનાં દષ્ટાંત -) ઘટાદિ પ્રત્યે - દંડત્વ વગેરે પ્રથમ, દંડ રૂપ વગેરે દ્વિતીય, આકાશ તૃતીય, કુલાલપિતા ચતુર્થ અને રાસભાદિ પાંચમા અન્યથા સિદ્ધ જાણવા. આ પાંચમાં આ પાંચમો અન્યથાસિદ્ધ આવશ્યક છે. (મુ.) જો કે કોઈક ઘડા પ્રત્યે (જ્યાં કુભાર ગધેડા દ્વારા માટી અન્યત્ર લઈ જઈ ઘડા બનાવતો હોય ત્યાં બનતા ઘડા પ્રત્યે) ગધેડો નિયતપૂર્વવર્તી છે. છતાં પણ ઘટજાતીય કોઈપણ ઘડા પ્રત્યે જેના કારણતા સિદ્ધ થયેલી છે એ દંડ વગેરેથી જ જો એ ઘડો પણ બની શકે છે તો ગધેડો અન્યથાસિદ્ધ જ કહેવાય. (જ્યાંથી માટી ઉપલબ્ધ હોય ત્યાં જઈને જ કુંભાર ઘડો બનાવે તો વગર ગધેડાએ - દંડાદિથી જ એ પણ બનવો શક્ય છે જ. માટેગધેડો અન્યથાસિદ્ધ છે.) આ પાંચ અન્યથાસિદ્ધમાંથી પાંચમો અન્યથાસિદ્ધ આવશ્યક છે, બાકીના ચાર તો આ પાંચમાના લક્ષણથી જ પકડાઈ જાય છે. (છતાં શિષ્યબુદ્ધિવૈશદ્યાર્થ કહ્યા છે એ જાણવું). જેમ કે દંડ વગેરે અવશ્યલૂપ્તનિયતપૂર્વવર્તિ કારણોથી જ કાર્યોત્પાદ શક્ય છે. તો દંડત્વાદિ અન્યથાસિદ્ધ છે. ('{ { " " શંકા દંડવાદિથી ઘટોત્પત્તિ માનો, ને દંડાદિને અન્યથાસિદ્ધ માનો... આવું વૈપરીત્ય પણ હોય શકે ને.. એવું નથી જ એમાં વિનિગમક કોણ? સમાધાનઃ દંડત્વને કારણે માનવામાં સ્વાશ્રય (દંડ) જ ભ્રમિવત્ત્વ સંબંધને કારણતાવચ્છેદક માનવો પડે જે ડઘટિત પરંપરાવાળો હોઈ ગૌરવગ્રસ્ત છે. (માટે એ અન્યથાસિદ્ધ છે.) આમ જેમ પ્રથમ અન્યથાસિદ્ધ પાંચમાથી જ ચરિતાર્થ થઈ જાય છે એમ અન્ય ત્રણ ચરિતાર્થ થઈ જવા સંભવે છે. ર૧રરો (का.) समवायिकारणत्वं द्रव्यस्यैवेति विज्ञेयम् । (પુ.) સમવાયીતિ | અષ્ટમ્ | (કા.) સમવાયિકારણત્વ દ્રવ્યમાં જ હોય છે તે જાણવું. (મુ.) સ્પષ્ટ છે. (વિ.) પૃથ્વી વગેરે ૯ દ્રવ્યોનું સાધર્મ - સમવાધિકારણત્વ. નવે નવ દ્રવ્યો અને માત્ર નવ દ્રવ્યો જ સમવાધિકારણ બને છે, તેથી દ્રવ્યોનું આ સાધર્મ છે. અર્થાત્ -
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy