SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી तेनाऽनेकद्रव्यवत्त्वमन्यथासिद्धम् । न च वैपरीत्ये किं विनिगमकमिति वाच्यम्, महत्त्वत्त्वजातेः कारणतावच्छेदकत्वे તાધવાત્ ॥૨૦ || 120 (પાંચમી અન્યથાસિદ્ધિ) (મુ.) પાંચમા અન્યથાસિદ્ધને જણાવે છે - અવશ્યવૃનિયત પૂર્વવર્તી (પદાર્થ) થી જ કાર્ય સંભવિત બની જતું હોય તો એનાથી ભિન્ન કોઈ પણ ચીજ અન્યથાસિદ્ધ જાણવી. તેથી જ પ્રત્યક્ષમાં મહત્ત્વ કારણ છે, અનેક દ્રવ્યવત્ત્વ અન્યથાસિદ્ધ છે. ત્યાં મહત્ત્વ અવશ્યવૃક્ષ છે, તેથી તેનાથી અનેકદ્રવ્યવત્ત્વ અન્યથાસિદ્ધ થઈ જાય છે. શંકા : આનાથી વિપરીત હોવામાં કોણ વિનિગમક છે ? (અર્થાત્ અનેકદ્રવ્યવત્ત્વ એ કારણ ને મહત્ત્વ અન્યથાસિદ્ધ... આવું ઊંધું પણ હોય શકે છે ને. નિર્ણય શાના પર કરવો ?) સમાધાન (મહત્ત્વને કારણ માનવામાં) મહત્ત્વત્વજાતિ કારણતાવચ્છેદક બને છે જેમાં લાઘવ રહ્યું છે. (આ લાઘવ વિનિગમક બનીને મહત્ત્વને જ કારણ તરીકે સિદ્ધ કરે છે.) (વિ.) નિયતાવશ્યકપૂર્વભાવિનઃ અતિરિક્ત-નિયતાવશ્યક=અવશ્યવૃનિયતપૂર્વવર્તીથી જે ભિન્ન હોય તે અન્યથાસિદ્ધ. (એ ક્યાંક કાર્યપૂર્વવૃત્તિ બનતો હોય છે એ જાણવું.)) જેમ કે, ઘટકાર્ય પ્રત્યે દંડ, ચક્ર, કુંભાર વગેરે નિયત = વ્યાપક રીતે અવશ્યવૃત છે. એ બધાથી જ જો ઘટ ઉત્પન્ન થઈ જાય છે તો, ક્યાંક રાસભ ઘટપૂર્વવૃત્તિ દેખાતો હોવા છતાં, અન્યથાસિદ્ધ જાણવો. જ્યાંથી માટી ઉપલબ્ધ હોય ત્યાં જ કુંભાર ઘડો બનાવે તો માટીના વાહક તરીકે ગધેડો આવશ્યક રહેતો નથી. ત્યાં, જો ઘડો ગધેડા વગર, દંડ-ચક્રાદિ સામગ્રીથી જ ઉત્પન્ન થઈ જાય છે તો ગધેડો અવશ્યવૃક્ષ (=ઘટકાર્ય પ્રત્યે સર્વત્ર આવશ્યક) ન રહેવાથી અન્યથાસિદ્ધ. એમ ઘટ વગેરે પાર્થિવ દ્રવ્યોમાં પાક (=અગ્નિસંયોગ) થી અન્યરૂપ - અન્ય ગંધ વગેરે પેદા થાય છે. આ પાકજગન્ધ પ્રત્યે ગન્ધપ્રાગભાવ અવશ્યવૃમ છે, તદ્ધિત્ર રૂપપ્રાગભાવ અન્યથાસિદ્ધ જાણવો. (ગન્ધત્વાવચ્છિન્ન ગંધ માત્ર પ્રત્યે ગંધપ્રાગભાવ કારણ મનાયો છે, માટે એ અવશ્યવૃક્ષ છે.) શંકા ઃ અગ્નિસંયોગ થવા પર ઘડામાં જેમ પાકજ ગંધ પેદા થાય છે, એમ પાકજ રૂપ પણ પેદા થાય છે. ` એટલે એ પાકજ ગંધ પૂર્વે અવશ્ય સર્વત્ર પાકજરૂપપ્રાગભાવ પણ હોય જ છે. (જે પાકજરૂપ પ્રત્યે કારણ મનાયો જ છે.) તેથી પાકજ ગંધ પ્રત્યે પણ આ રૂપપ્રાગભાવ અવશ્યત્કૃષનિયતપૂર્વવર્તી હોવાથી રૂપપ્રાગભાવ એ જ કારણ બનશે, ને ગંધપ્રાગભાવ અન્યથાસિદ્ધ બની જશે. સમાધાન : અહીં અવશ્યવૃપ્ત તરીકે એવો પૂર્વવર્તી લેવો અભિપ્રેત છે જે લઘુ હોય. એટલે કે ફતરારળસામગ્રીસત્ત્વવિ યમાવે ાર્યામાવઃ સ અવશ્યવસ્તૃતઃ અને એ પણ લઘુ જોઈએ. અહીં લાઘવ ત્રણ રીતે હોય છે : (1) શરીરકૃતલાઘવ ઃ દા. ત. અનેકદ્રવ્યત્વની અપેક્ષાએ મહત્ત્વમાં શરીરકૃત લાઘવ છે. તે આ રીતે - પ્રત્યક્ષ પ્રત્યે કારણ કોણ ? એ વિચાણામાં, પરમાણુ-વ્યંણુકનું પ્રત્યક્ષ નથી થતું, ઋણુક વગેરેનું થાય છે. ઋણુક વગેરેમાં જેમ મહત્ત્વ છે તેમ અનેકદ્રવ્યવત્ત્વ પણ છે જ, પરમાણુઆદિમાં નથી. તો પ્રશ્ન થયો કે ઋણુક વગેરનું જે પ્રત્યક્ષ થાય છે એમાં મહત્ત્વને (મહત્ત્પરિમાણને) કારણ માનવું કે અનેકદ્રવ્યવત્ત્વને ?
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy