SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આકાશાદે: પદવિચારણા 109 (આકાશદઃ પદવિચારણા) શંકા : દ્રવ્યના પ્રત્યક્ષ માટે તમે મહત્પરિમાણને કારણ માન્યું, કારણ કે પરમાણુનું પ્રત્યક્ષ થતું નથી. પણ એમ તો પરમાણુ ગત રૂપ વગેરે ગુણોનું પણ ક્યાં પ્રત્યક્ષ થાય છે ? તેથી રૂપાદિ ગુણોના પ્રત્યક્ષ પ્રત્યે પણ મહત્પરિમાણને કારણે માનવું પડશે. તેથી એ કાર્યકારણભાવ (વિષય નિષ્ઠ પ્રત્યાસત્તિથી) આવો થશે. સ્વ=મહત્પરિમાણ, એનો આશ્રય ઘટ, એમાં સમવેત “રૂપ'. તેથી મહત્પરિમાણ સ્વાશ્રય સમવેતત્વ સંબંધથી વિષયભૂત “રુપ” માં રહેશે. ને પ્રત્યક્ષજ્ઞાનાત્મક કાર્ય વિષયતા સંબંધથી તેમાં રહ્યું છે. તેથી કાળકા ભાવ - મહત્પરમાત્વાછિન્નવાશ્રયસમવેતત્વसंबंधावच्छिन्नकारणतानिरूपित प्रत्यक्षत्वावच्छिन्नविषयतासंबंधावच्छिन्नकार्यता । હવે, શબ્દ એ આકાશનો ગુણ છે. ને એનું પણ પ્રત્યક્ષ તો થાય જ છે. તેથી શબ્દાત્મક વિષયમાં સ્વાશ્રયસમવેતત્વ સંબંધથી મહત્પરિમાણ રહ્યું હોવું જોઈએ. આ કોનું મહત્પરિમાણલેવાનું? તો કે શબ્દના આશ્રયભૂત આકાશનું... કારણ કે સ્વ=મહત્પરિમાણ એનો આશ્રય આકાશ, એમાં સમવેત શબ્દ... તેથી આકાશનું (પરમ) મહત્પરિમાણ સ્વાશ્રય સમવેતત્વ સંબંધથી શબ્દમાં રહ્યું હોવાથી શબ્દના પ્રત્યક્ષ પ્રત્યે કારણ બને છે. તો તમે એને કેમ “અકારણ’ કહો છો ? સમાધાન : મહત્પરિમાણ (મહત્ત્વ) ને આ રીતે સ્વાશ્રયસમતત્વ સંબંધથી પ્રત્યક્ષમાં કારણ માનવું યોગ્ય નથી. કારણ કે આ રીતે તો પરમાણુમાં રહેલ પૃથ્વીત્વનું પણ પ્રત્યક્ષ થવાની આપત્તિ આવે છે, તે આ રીતે, સ્વ=મહત્ત્વ, એનો આશ્રય ઘટ, એમાં સમવેત પૃથ્વીત્વ. તેથી, મહત્ત્વ, સ્વાશ્રય સમવેતત્વ સંબંધથી પૃથ્વીત્વમાં આવી ગયું. વળી પૃથ્વીત્વ જાતિ હોવાથી, શું ઘટમાં કે શું પરમાણમાં ? એક જ છે. એટલે પરમાણુગત પૃથ્વીત્વ પણ, સ્વાશ્રયસમવેતત્વસંબંધથી મહત્ત્વવત્ હોવાથી એનું પ્રત્યક્ષ થવું જ જોઈએ, જે થતું નથી. કારણ કે પરમાણુ પ્રત્યક્ષ ન હોવાથી એમાં હેલ કોઈપણ ધર્મનું પ્રત્યક્ષ થઈ ન શકે. પરમાણુમાં સમવેત રૂપાદિ ગુણ, ગમનાદિ કર્મ, પૃથ્વીત્યાદિ જાતિ વગેરેનું પ્રત્યક્ષ થતું ન હોવાથી, એનું વારણ કરવા પ્રત્યક્ષના કારણ તરીકે મહત્ત્વને ક્યાંક ગોઠવવું તો જોઈએ જ. પણ આ રીતે એને સાંકળવાથી ઉક્ત આપત્તિ આવે છે. તેથી હવે એને સંબંધમાં જોડવું જોઈએ... આશય એ છે કે ચાક્ષુષપ્રત્યક્ષ માટે આલોકસંયોગ એ હેતુ છે, કારણકે અંધકારમાં રહેલ ચીજ દેખાતી નથી. પણ, જો આલોકસંયોગને સ્વતંત્ર હેતુ માનવામાં આવે તો જે ઘડો સ્વયં અંધકારમાં રહેલો છે, પણ એ ઘડાની અંદર સળગતો દીવો છે ને મુખ ઢાંકેલું છે, એ ઘડાને પણ આલોકસંયોગ (અંદરથી) તો છે જ, માટે એનું ચાક્ષુષ પ્રત્યક્ષ થવું જોઈએ, જે થતું નથી. આવી પરિસ્થિતિમાં વિશેષતા એ છે કે જ્યાં (=અંદર) આલોકસંયોગ છે ત્યાં ચક્ષુસંયોગ નથી, ને જ્યાં (બહાર)ચક્ષુસંયોગ છે ત્યાં આલોકસંયોગ નથી. એટલે ઘટમાં આલોકસંયોગ હોવા છતાં એનું ચાક્ષુષ પ્રત્યક્ષ થતું નથી. એટલે, એવું માનવું પડે છે કે વિષયના જે ભાગમાં લોકસંયોગ હોય તે ભાગમાં ચક્ષુસંયોગ હોય તો જ પ્રત્યક્ષ થાય. એટલે કે આલોકસંયોગાવચ્છિન્નચક્ષુસંયોગ એ ચાક્ષુષપ્રત્યે હેતુ છે. આ જ રીતે મહત્ત્વને પણ સત્રિકર્ષઘટક બનાવી ચક્ષુસંયોગના અવચ્છેદક તરીકે ગોઠવવું જોઈએ. એટલે કે આલોકસંયોગાવચ્છિન્ન મહત્ત્વાવચ્છિન્નચક્ષુસંયોગ એ દ્રવ્યચાક્ષુષ પ્રત્યે હેતુ છે. પ્રકાશમાં હેલ ઘડા સાથેનો ચક્ષુસંયોગ આવો છે. અંધકારમાં રહેલ ઘડા સાથેનો ચક્ષુસંયોગ આવો નથી, કારણ કે આલોકસંયોગાવચ્છિન્ન નથી. પ્રકાશમાં રહેલ પરમાણ સાથેનો ચક્ષુસંયોગ પણ આવો નથી, કારણ કે પરમાણુમાં મહત્ત્વ ન હોવાથી એ મહત્ત્વાવચ્છિન્ન નથી. આ રીતે, દ્રવ્યસમવેતગુણ વગેરેના ચાક્ષુષ માટે, આલોકસંયોગાવચ્છિન્ન-મહત્ત્વાવચ્છિન્ન-ચક્ષુઃસંયોગવતું (જે દ્રવ્ય, તત) સમતત્વને સત્રિકર્ષ રૂપે માનવો પડશે. પૃથ્વીત્વવાનું પરમાણુ સાથેનો ચક્ષુસંયોગ આવો ન હોવાથી પરમાણુગતત્વેન પૃથ્વીત્વનું પ્રત્યક્ષ થવાની આપત્તિ નહીં આવે. હવે, આ રીતે કાળકo ભાવ માનવામાં ‘ચક્ષુ” અન્તઃપ્રવિષ્ટ હોવાથી દરેક ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષના કા.કા. ભાવ અલગ-અલગ માનવા પડશે. જેમકે સાકરગત મધુરરસના પ્રત્યક્ષ માટે, મહત્ત્વાવચ્છિન્નરસનાસંયુક્તસમવાય એ હેતુ છે. ગંધપ્રત્યક્ષ માટે મહત્ત્વાવચ્છિન્નઘાણસંયુક્તસમવાય એ હેતુ છે વગેરે...
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy