SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અકારણ પદાર્થો ‘કારણ’ બને છે. પણ અહીં ભાવકાર્યના કારણની વિવક્ષા છે એ જાણવું.) (પ્રશ્ન ઃ જો પરમાણુ અને દ્યણુકના પરિમાણથી ક્રમશઃ દ્યણુક અને ઋણુકનું પરિમાણ ઉત્પન્ન થતું નથી તો એ શેનાથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર ઃ બે પરમાણુ મળીને એક ક્ર્મણુક બને છે. બે પરમાણુમાં રહેલી દ્વિત્વસંખ્યા ક્ર્મણુકના પરિમાણનું કારણ બને છે. એમ ઋણુક, ત્રણ દ્યણૂક મળીને બને છે. એમાં રહેલી ત્રિત્વસંખ્યા ઋણુકના પરિમાણનું કારણ છે.) 107 (૩) આ જ રીતે પરમહત્પરિમાણ પણ કોઈનું કારણ બનતું નથી, કારણ કે એનાથી ઉત્કૃષ્ટ કોઈ પરિમાણ છે નહીં જેનું એ જનક બની શકે. વળી એનું લૌકિક પ્રત્યક્ષ થતું નથી, માટે વિષયવિધયા પણ એ કારણ નથી. એમ એના આશ્રયભૂત દ્રવ્યનું પણ લૌકિક પ્રત્યક્ષ થતું નથી. માટે એ પણ અકારણ છે. એમ પરમાણુત્વ, અદૃષ્ટત્વ, ગુરુત્વત્વ (ગુરુત્વગુણનિષ્ઠજાતિ) વગેરે અતીન્દ્રિય સામાન્ય તેમજ વિશેષો પણ અકારણ છે. (અતીન્દ્રિય વસ્તુમાં જ રહેલ સામાન્ય અતીન્દ્રિય સામાન્ય કહેવાય.) (मु) इदमपि 'योगिप्रत्यक्षे विषयस्य न कारणत्वं, `ज्ञायमानं सामान्यं न प्रत्यासत्तिः, 'ज्ञायमानं लिङ्गं नानुमितिकरणमित्यभिप्रायेणोक्तम्, आत्ममानसप्रत्यक्षे आत्मपरममहत्त्वस्य कारणत्वात् परममहत्परिमाणमाकाशादे ( पाठान्तरं - कालादे) र्बोध्यम् । 'तस्यापि न कारणत्वमित्याचार्याणामाशय इत्यन्ये । तन्न, ज्ञानातिरिक्तं प्रत्येवाकारणताया આચાર્યં વાત્ ॥G (અકારણ પદાર્થો) (મુ.) આ (પરમમહત્પરિમાણ વગેરેને પણ જે અકારણ કહ્યા તે) પણ યોગીપ્રત્યક્ષમાં વિષય કારણ નથી, જ્ઞાયમાનસામાન્ય પ્રત્યાસત્તિ નથી અને જ્ઞાયમાનલિંગ અનુમિતિનું કરણ નથી એવા અભિપ્રાયે કહેલું છે. (નહીંતર પરમમહત્પરિમાણનું યોગીને જે પ્રત્યક્ષ થાય છે એનું જ એ વિષયવિધયા કારણ બની જાય, અતીન્દ્રિય સામાન્ય સામાન્યલક્ષણા પ્રત્યસત્તિરૂપે કારણ બની જાય. અને વિશેષ પરમાણુચના ભેદની અનુમિતિનું કરણ બની જાય. તેથી આ બધાને અકારણ કહી ન શકાય.) વળી, ૪આત્મમાનસપ્રત્યક્ષમાં આત્માનું પરમમહત્પરિમાણ કારણ બનતું હોવાથી (અહીં પરમમહત્પરિમાણને જે અકારણ કહ્યું તેમાં એ અકારણ) પરમમહત્પરિમાણ આકાશાદિનું (પાઠાન્તરે કાલાદિનું) જાણવું. પતે=આત્માનું પરમમહત્પરિમાણ પણ કોઇનું કારણ બનતું નથી એવો આચાર્યનો આશય છે એવું અન્ય વિદ્વાનો કહે છે, પણ એ બરાબર નથી, કારણ કે ઉદયનાચાર્યે તો જ્ઞાનાતિરિક્ત કાર્ય પ્રત્યેની અકારણતા જ કહી છે. (એટલે કે જ્ઞાનાત્મક કાર્ય પ્રત્યેની તેની કારણતાને નકારી શકાય નહીં.) આ બધાનું યોગીઓને પ્રત્યક્ષ થાય છે. એટલે એમાં અણુપરિમાણ (વિ.) (પ્રશ્ન : અણુપરિમાણ વગેરે વગેરે વિષયવિધયા કારણ બને જ છે ને ! ) (૧) ઉત્તર ઃ સામે ઘડો પડ્યો હોય તો જ આપણને ઘડાનું પ્રત્યક્ષ થાય છે, ન પડ્યો હોય તો એ પ્રત્યક્ષ થતું નથી. માટે લૌકિક પ્રત્યક્ષ પ્રત્યે ઘડાને (વિષયને) કારણ માન્યો છે. આને વિષયવિધયા કારણ બન્યો કહેવાય. પણ એ રીતે યોગીઓને થતા પ્રત્યક્ષમાં એનો વિષય વિષયવિધયા પણ કારણ બનતો નથી. કારણ કે યોગીઓને તો વર્તમાન ક્ષણે અવિદ્યમાન એવા પણ અતીત-અનાગત પદાર્થોનું પ્રત્યક્ષ થાય છે. પ્રસ્તુતમાં પારિમાંડલ્ય, પરમમહત્પરિમાણ વગેરેને જે અકારણ કહ્યા છે તે, યોગીને થતાં પ્રત્યક્ષમાં વિષય કારણ બનતો નથી એવા આ અભિપ્રાયથી જ કહ્યા છે. ^/y (પ્રશ્ન ઃ એક ધૂમના જ્ઞાનથી સર્વ ધૂર્મની ઉપસ્થિતિ થવામાં સામાન્યલક્ષણા પ્રત્યાસત્તિ ભાગ ભજવે છે. એટલે કે આ અલૌકિક પ્રત્યક્ષમાં ઘૂમત્વ એ કારણ બને છે આ વાત મુક્તાવલીમાં આગળ આવવાની છે. વળી
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy