SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર કે તેમાં હિંદુ પરંપરાના કૃષ્ણચરિત્રમાં ન હોય તેવા કોઈ કોઈ લોકપ્રચલિત પ્રસંગનો સમાવેશ કરેલો છે. જેમ કે કાલિય નાગને નાથી તેના નાકમાં પરોવેલી દોરડીથી તેને ઘુમાવતા કૃષ્ણ.૧૨ ભાયાણીએ બીજા એક મુદ્દા તરફ ધ્યાન દોર્યું છે કે શિષ્ટ અપભ્રંશ કૃતિઓ લોકસાહિત્યની સામગ્રીનો ઉપયોગ કરતી હોવાના પુરાવા મળે છે. ૧૭ સોમેશ્વરકૃત માનસોલ્લાસની ચોથી વિંશતિના સોળમા પ્રકરણમાં (એટલે કે સળંગ ગણતાં છોતેરમા પ્રકરણમાં) સંગીતપ્રબંધોનાં પોતે રચેલા જે ઉદાહરણો આપ્યાં છે તેમાં અપભ્રંશોત્તરકાલીન પ્રાદેશિક બોલીની રચનાઓ પણ છે, જેના મૂળમાં બારમી શતાબ્દીમાં લોકપ્રચલિત કૃષ્ણકાવ્યો હોવાની સ્વાભાવિક અટકળ કરી શકાય છે. ૧૭ આ સંદર્ભમાં એ પણ નોંધપાત્ર છે કે જૈન પરંપરાના કૃષ્ણચરિત્રમાં કૃષ્ણને ગોપાલ કે ગોપીજન-વલ્લભ તરીકે નહીં, પણ એક મહાન વીર તરીકે નિરૂપેલા છે. આ પરંપરા રાજસ્થાન અને ગુજરાતમાં પણ હોવાનું આર. એ વિલિયમ્સ બતાવ્યું છે. મહારાષ્ટ્રમાં રુકમાઈની ભક્તિ પ્રચલિત છે. રેસાઈડે પણ “ગદ્યરાજ” ઉપરના તેમના શોધ-ગ્રંથમાં મહારાષ્ટ્રની ભક્તિપરંપરામાં ગોપબાળ અને ગોપીવલ્લભ તરીકે કૃષ્ણની ભક્તિનું તત્ત્વ ઉપસ્થિત ન હોવાનું દર્શાવ્યું છે. ૨૦ ભાયાણીએ પ્રાકૃત-અપભ્રંશ તથા જૈન સાહિત્યમાં રાધાનો અને તેની સહચરીઓનો સર્વપ્રથમ ઉલ્લેખ ક્યારે મળે છે તેની પણ તપાસ કરી છે. ૨૧ અપભ્રંશ મહાકવિ સ્વંભૂએ પ્રાકૃત છંદ શાસ્ત્રના તેના ગ્રંથ “સ્વયંભૂછંદમાં ગોવિંદ કવિનાં જે ઉદાહરણ ટાંક્યાં છે તે પરથી જોઈ શકાય છે કે ગોવિંદ કવિએ કૃષ્ણ, રાધા અને ગોપીઓના પ્રેમસંબંધ વર્ણવતું કૃષ્ણના બાલચરિતને લગતું અપભ્રંશ કાવ્ય ઈસવી ૮૦૦ આસપાસ રચ્યું હોવું જોઈએ. સાતવાહન હાલની “ગાથાસપ્તશતી' (ઈ.સ. બીજીથી પાંચમી શતાબ્દી), જયવલ્લભનું ‘વજ્જાલગ્ન” (દસમી શતાબ્દી લગભગ), જિનેશ્વરસૂરિનો “ગાહારયણકોસ (ઈ.સ. ૧૧૯૫) જેવા મુક્તસંગ્રહોમાં પણ કૃષ્ણ અને ગોપીઓને લગતા ઘણા નિર્દેશ મળે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે ગોપીવલ્લભ કૃષ્ણ અજાણ્યા રહ્યા ન હતા.૨૨ બિલ્વમંગલના મુક્તકસંગ્રહો અને જયદેવના ગીતગોવિંદ' (બારમી શતાબ્દી)નો ગુજરાતમાં પ્રચાર હતો તે જોતાં કૃષ્ણભક્તિના એ સ્વરૂપની ગુજરાતમાં રુચિ હોવાનું પ્રતીત થાય છે. જે સોલંકી રાજવીઓની રાજધાની હતી તે પાટણ પાસેના અનાવડા ગામમાંથી ઈ.સ. ૧૯૦૪ માં મળેલા ઈ.સ. ૧૨૯૧ના એક ઉત્કીર્ણ લેખમાં ગીતગોવિંદ'ના પહેલા સર્ગમાંથી દશાવતારસ્તુતિ ઉદ્ધત કરાયેલી છે. ૨૩ વળી મંજુલાલ મજમુદારે બતાવ્યું છે તેમ “ગીતગોવિંદ'ની જે સૌથી જૂની સચિત્ર હસ્તપ્રત મળે છે (ઈ.સ. પંદરમી શતાબ્દી) તે સંભવતઃ ગુજરાતની છે. એલિનોર ગેડીને કરેલા સંશોધન
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy