SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ૭૧ વેણીસંહાર', વિક્રાન્તભીમ”, “ઉદાત્તરાઘવ' જેવાં નાટકોમાંથી લેવાયાં છે. હેમચંદ્રાચાર્યે અર્ધમાગધી આગમ-ગ્રંથોમાંથી જે ઉદાહરણો આપ્યાં છે તે પ્રાકૃતપ્રકાર અનુસાર નીચે પ્રમાણે છે : | મુખ્ય પ્રાકૃત માટે : ૯ ઉદાહરણ - ઉપર્યુક્ત ક્રમાંક ૩૪, ૫૧, ૭૦, ૧૧૬ , ૧૪૧, ૧૭૦, ૧૯૯ “આવશ્યકસૂત્ર'માંથી; ૨૦૬ આવ. નિર્યુક્તિમાંથી; ૮૭ “આવ. ચૂર્ણિમાંથી; ૧ ઉદાહરણ “દશવૈકાલિકમાંથી (ક્રમાંક ૧૦૨); ૨ ઉદાહરણ કલ્પસૂત્ર'માંથી (ક્ર. ૧૧૭, ૧૯૩) શૌરસેની માટે : ૨ ઉદાહરણ : ૧ “ઉત્તરાધ્યયનમાંથી (ક્ર. ૨૩૭) (માર્વે એવી નોંધ સાથે), ૧ “કલ્પસૂત્ર'માંથી (ક) ૨૪૩). માગધી માટે : ૧ ઉદાહરણ : “દશવૈકાલિક'માંથી (ક) ૨૯૧). વધુ બે ઉદાહરણનું મૂળ ઓળખી શકાયું નહીં હોવા છતાં આગમગ્રંથોમાંથી લીધાં હોવાનો પૂરતો સંભવ છે. તે છે મુખ્ય પ્રાકૃતવિભાગમાં ક્ર. ૧૭૭ (વેઢે કહ્યું નિયં) અને માગધીવિભાગમાં ક્ર. ૨૮૪. આમાં એક ઉદાહરણ, વિશેષ નોંધપાત્ર છે : સમને પથર્વ મહાવીરે “કલ્પસૂત્ર'માંથી શૌરસેની-વિભાગમાં (ક્રમાંક ૨૪૩) અને તેનું જ રૂપાંતર રામ મયવં મહાવીને માગધી-વિભાગમાં (ક્રમાંક ૨૮૪) મળે છે. આ પ્રમાણે મુખ્ય-પ્રાકૃત-વિભાગમાં આર્ષપ્રયોગ તરીકે નોંધેલાં ઉદાહરણો દશવૈકાલિક” “ઉત્તરાધ્યયન', “નંદિસૂત્ર”, “આવશ્યકસૂત્ર'નાં વિવિધ અધ્યયનો કે વિભાગો, “આવશ્યકનિર્યુક્તિ” અને “આવશ્યક-ચૂર્ણિમાંથી લેવાયાં છે. શૌરસેનવિભાગમાં “કલ્પસૂત્ર'માંથી અને માગધીવિભાગમાં “દશવૈકાલિકમાંથી આર્ષ ઉદાહરણ આપેલ છે. પ્રાકૃતવિભાગમાં આપેલ આર્ષ ઉદાહરણો સામાન્ય પ્રાકૃતનાં શબ્દો અને રૂપો ઉપરાંત વપરાયેલા હોવાનું “પિ' દ્વારા દર્શાવ્યું છે. માગધીના નિરૂપણના આરંભે જ હેમચંદ્રાચાર્યે સ્પષ્ટ કર્યું છે કે આગમસૂત્રોની ભાષા અર્ધમાગધી હોવાનું વૃદ્ધોએ જે કહ્યું છે તે મુખ્યત્વે તો અકારાન્ત નામોની પ્રથમ વિભક્તિના એકવચનનાં રૂપ એકારાત્ત હોય છે એ લક્ષણ પૂરતું જ સમજવું. વળી સામાન્ય પ્રાકૃતના નિરૂપણમાં આરંભે જ હેમચંદ્રાચાર્યે સ્પષ્ટ કહ્યું છે કે આર્ષ પ્રાકૃતમાં આગળ ઉપર જે નિયમ અપાશે તે બધા વિકલ્પ પ્રવર્તતા હોવાનું સમજવું. આનું તાત્પર્ય એવું સમજી શકાય છે કે હેમચંદ્રાચાર્યની પાસે જે આગમગ્રંથોની હસ્તપ્રતો હતી તેની ભાષામાં સામાન્ય પ્રાકૃતનાં, શૌરસેનીનાં અને માગધીનાં જે વિશિષ્ટ લક્ષણો વ્યાકરણકારોએ માન્યાં હતાં, તે બધાં લક્ષણો વધતેઓછે અંશે ધરાવતા પ્રયોગો હતા. એટલે આર્ષ પ્રાકૃત કે અર્ધમાગધીનું આગવું, સ્વતંત્ર લક્ષણ બાંધી શકાય
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy