SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ઉદાહરણોના મૂળ સ્રોત, કે સમાન્તર ભાવાર્થવાળાં ઉદાહરણો સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યમાંથી તથા ઉત્તરકાલીન જૂની ગુજરાતી, હિંદી, વગેરેમાંથી આપેલાં. તે પછી મુનિ વજ્રસેનવિજયે પ્રાકૃત અધ્યાયની તેમની આવૃત્તિમાં એક પરિશિષ્ટમાં, પ્રત્યેક પાદનાં સૂત્રવા૨ જે ઉદાહરણો આપેલાં છે, તેમાંથી ઘણાંની સૂચિ આપી છે, અને તેમાંથી જેટલાંનાં મૂળ સ્થાન તેમને મળ્યાં, તેટલાં દર્શાવ્યાં છે. મેં આપેલી અપભ્રંશ ઉદાહરણોને લગતી માહિતીનો પણ તેમણે સમાવેશ કર્યો છે. પરંતુ તેમની અધૂરી ઉદાહરણ-સૂચિ પૂરી કરીને બને તેટલાં વધુ મૂળ સ્થાનો શોધવા માટે ઘણો અવકાશ છે. શૌરસેની અને માગધી ઉદાહરણો ઘણાં ઓછાં હોવાથી તેમના પૂરતું આવું કામ પ્રમાણમાં ઓછો શ્રમ માગી લે છે. પૈશાચી અને ચૂલિકાપૈશાચીનાં કોઈ મૂળ સ્રોત બચ્યા ન હોવાથી તેમને માટે કશો શ્રમ લેવાનો અવકાશ નથી. બાકી રહેલાં સામાન્ય પ્રાકૃતનાં ઉદાહરણોનાં મૂળ શોધવા સારી એવી મહેનત કરવાની રહે છે. ‘ગાથાસપ્તશતી', ‘હરિવિજય’, ‘વાલગ્ન’, ‘સેતુબંધ’, ‘ગઉડવહો’, ‘લીલાવઈકહા’, ‘તારાગણ’ વગેરે પ્રાકૃત કૃતિઓ, જૈન આગમસાહિત્ય, સંસ્કૃત નાટ્યસાહિત્ય અને તે ઉપરાંત અલંકાર-ગ્રંથોમાં ઉષ્કૃત પ્રાકૃત ઉદાહરણો (ત્રણેક હજાર જેટલાં શુદ્ધ કરીને ડૉ. કુલકર્ણીએ The Prakrit Verses in Works on Sanskrit Poetics માં આપેલ છે.) પણ જોવાં જોઈએ. પ્રસ્તુત પ્રયાસને આગલા પ્રયાસોની એક પૂર્તિ તરીકે ગણવાનો છે. ૪૯ નીચે મુખ્ય પ્રાકૃત, શૌરસેની, માગધી, અને પૈશાચી (ચૂલિકાપૈશાચી)નાં સિ.હે.માં આપેલાં ઉદાહરણોની સૂચી ભાષાભેદ અનુસાર વર્ણાનુક્રમે આપી છે. તેમાંથી જેનો મૂળ સ્રોત ઓળખી શકાયો છે તે ત્યાં દર્શાવ્યો છે. અપભ્રંશ ઉદાહરણોનાં મૂળ સ્રોત વિશે મારા અપભ્રંશ વ્યાકરણમાં વિવરણ આપ્યું છે. ૧ નીચેની સૂચીમાંથી ક્રમાંક ૨, ૮, ૧૮, ૨૨, ૩૪, ૩૪ ૪, ૩૫, ૪૫, ૫૦, ૫૧, ૭૦, ૭૪, ૭૫, ૯૫, ૧૦૧, ૧૦૨, ૧૦૬, ૧૧૧, ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૩૦, ૧૪૧, ૧૪૨, ૧૫૬, ૧૬૭, ૧૭૦, ૧૭૫, ૧૭૬, ૨૦૬, ૨૧૫, ૨૨૦, ૨૨૧, ૨૨૬, ૨૩૧, ૨૩૨, ૨૪૦, ૨૪૩, ૨૪૭, ૨૫૯, ૨૬૮, ૨૭૧, અને ૨૯૭નાં મૂળ વજ્રસેનવિજયજીના ‘પ્રાકૃત વ્યાકરણ'માં દર્શાવેલાં છે. ક્રમાંક ૨૨૨, ૨૩૯, ૨૫૫, ૨૫૮, ૨૫૯, ૨૬૦, ૨૬૫, ૨૭૨, ૨૭૭, ૨૭૮, ૨૭૯, ૨૮૮, ૨૯૨, ૨૯૫ એટલાંના મૂળ સ્રોત પ્રા. વિજય પંડ્યાએ ખોળી કાઢ્યા છે. બાકીના મેં ઓળખાવ્યા છે. (ગા. = વેબરસંપાદિત ‘સપ્તશતક' = ‘ગાથાસપ્તશતી’.) ૧. અપભ્રંશ વ્યાકરણની નવી આવૃત્તિમાં પચાસેક આવાં ઉદાહરણો ઉમેર્યાં છે.
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy