SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શોધ-ખોળની પગદંડી પર ૧. જેમ નિશ્ચલ જળ પર પવનનો આઘાત થતાં તે તરંગિત બને છે, તેમ રાજાને પણ સરહ એક જ હોવા છતાં નાનાવિધ ભાસે છે. ૨. જેમ વિકૃત આંખવાળા મૂઢને એકના બે દીવા દેખાય છે, તેમ દૃશ્ય અને દષ્ટા અભિન્ન હોવા છતાં બુદ્ધિને બે ભિન્ન વસ્તુરૂપ દીસે છે. ૩. જેમ ઘરમાં ઘણા દીવા ઝળહળતા હોવા છતાં આંધળાને તો અંધારું જ લાગે છે, તેમ સહજ, સર્વવ્યાપી અને સમીપ હોવા છતાં મૂઢોને તો તે દૂર જ હોય છે. ૪. નદીઓ અનેક છે, પણ સમુદ્રમાં તે એક છે, અનેક મિથ્થાનો એક સત્ય વિનાશ કરે છે. એક સૂર્ય પ્રકાશતાં વિવિધ અંધકાર ધ્વસ્ત થાય છે. ૫. વાદળ સમુદ્રમાંથી પાણી લઈ ધરતીને તરબોળ કરી દે છે, પણ સમુદ્ર તો આકાશની જેમ નથી ઘટતો, નથી વધતો. ૬. સ્વભાવના ઐક્યવાળાં અને બુદ્ધની પૂર્ણતાથી પરિપૂર્ણ એવા સહજમાંથી જગત ઉદ્દભવે છે અને તેમાં જ વિલીન થાય થે, પણ તે નથી મૂર્ત કે નથી અમૂર્ત. ૭. લોકો પરમતત્ત્વને છોડી બીજે જાય છે અને ઈન્દ્રિયોત્તેજક વિષયોમાંથી સુખ પામવાની આશા રાખે છે. મધ તેમની પહોંચમાં, તેમના મોંમાં જ છે, પણ જો વધુ ઢીલ કરશે તો તે પીધા વિના રહેશે. . ૮. સંસાર દુઃખમય હોવાનું પશુ ન સમજે, પણ પંડિત સમજે, પંડિત આકાશરૂપી અમૃતનું પાન કરે, જ્યારે પશુ વિષયોમાં આસક્ત રહે. ૯. મળનો કીડો દુર્ગધ રાચે, ચંદનની સુગંધને દુર્ગધ ગણે. મૂઢો નિર્વાણ છોડીને ભવના બંધનમાં રાચે. ૧૦. જેમ છીછરું ખાબોચિયું તરત સુકાઈ જાય. તેમ દઢ છતાં અપૂર્ણ ગુણસંપત્તિવાળા ચિત્તની સંપત્તિ પણ સુકાઈ જવાની. ૧૧. જેમ સમુદ્રનું ખારું જળ વાદળના મુખમાં મધુરું બની જાય, તેમ દઢ ચિત્તે પરમાર્થ કરનાર માટે વિષયવિષ પણ અમૃત બની જાય. ૧૨. અનિર્વચનીયમાં કશું દુઃખ નથી. જે ભાવનામય છે તે જ સુખરૂપ છે. જે વાદળનો ગર્જનશબ્દ ડરાવે છે તેની જ જળવર્ષાથી ધાન્ય પાકે છે. ૧૩. એ આદિમાં, મધ્યમાં ને અંતમાં છે તો પણ આદિ અને અંત કશે અન્યત્ર નથી. કલ્પનામૂઢ હૃદયવાળા શૂન્ય અને કરુણાને ભિન્ન વદે છે.
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy