SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શોધ-ખોળની પગદંડી પર શકાય તેમ છે. જે ધાર્મિક રચનાઓ શતાબ્દીઓ સુધી વ્યાપક પ્રચારમાં રહી હોય અને જે કંઠસ્થ પરંપરામાં પણ સતત જળવાઈ હોય, તેમનું ભાષાસ્વરૂપ, લોકભાષામાં ઉત્તરોત્તર થતા રહેતા ફેરફારોથી અસ્કૃષ્ટ ન જ રહી શકે. એવી રચનાઓનું મહત્ત્વ તેમના અર્થ, ભાવ, અને ભાવના ઉપર નિર્ભર હોય છે, ધૂળ ઉચ્ચાર, શબ્દ અને રૂપ મુકાબલે ગૌણ હોય છે. અને અર્થબોધ થવા માટે એ રચનાનું જૂનું ભાષારૂપ ઉત્તરકાળમાં બાધક બનતું હોઈ, અને કાળબળે બદલાયેલ ઉચ્ચારો, રૂપો અને શબ્દો વધુ પરિચિત અને સુગમ હોઈ, તે અનુસાર રચનાની મૂળ ભાષા જાણ્યેઅજાણ્યે પરિવર્તન પામતી. રહે છે. આગળની રચનાઓ પછીના સમયમાં જીવંત રહે તે માટેની આ એક અનિવાર્ય શરત છે. મધ્યકાલીન સંતભક્તોનાં પદોનો પણ આવો જ ઇતિહાસ છે. મીરાંના પદોની, નરસિંહનાં પદોની મૂળ ભાષા ઉત્તરોત્તર બદલાતી ગઈ છે, અને જે પદો અત્યારે લોકકંઠે છે, તેમની ભાષા આજની (રાજસ્થાની, હિંદી કે ગુજરાતી વગેરે) બની ગઈ છે. નામદેવનાં હિન્દી પદોના મૂળ પાઠનો ભાષાની પ્રાપ્ત હસ્તપ્રતોને આધારે નિર્ણય કરવાનો કેલેવેર્ટે અને લાઠે જે હમણાં પ્રયાસ કર્યો, તેમાં તેમણે સ્પષ્ટ બતાવ્યું છે કે સંતોનાં લોકપ્રિય પદોનો પાઠ પ્રવાહી રહ્યો છે અને ભાષા સતત બદલાતી રહી છે. વળી, ચર્યાગીતિઓમાં ગેયતાનું તત્ત્વ વિશેષ હોવાથી (તેમના વિવિધ રાગોનો નિર્દેશ કરેલો છે), મૂળ પાઠમાં ફેરફાર થતા રહેવાની ઘણી શક્યતા રહે, કેમ કે ગેય રચનાનું ઉચ્ચારણ પ્રવાહી હોય છે, તથા શબ્દોની વધઘટ કરી શકાતી હોય છે. આ બધું જોતાં જો દોહાકોશો અને ચર્યાપદોની મૂળ ભાષા આઠમીથી દસમી શતાબ્દીના ઉપલબ્ધ અપભ્રંશ સાહિત્યની માન્ય અપભ્રંશથી ભિન્ન ન હોય, તો આપણી પાસે એ રચનાઓના ઉપલબ્ધ પાઠ પરથી તેમનો મૂળ પાઠ પુનિર્વત્રિત કરવાનું કાર્ય ઉપસ્થિત થાય છે. આવા પુનઘર્દિત પાઠને આધારે રચનાનું મૂળ સ્વરૂપ કેવું હતું તે આપણે જોઈ શકીશું. આ કાર્યમાં એ રચનાઓનું છંદોવિધાન તથા સમકાલીન અન્ય અપભ્રંશ રચનાઓની ભાષા આપણને ઘણી સહાયક થઈ શકે. એવા પ્રયાસને પરિણામે સિદ્ધોની રચનાઓના અત્યારે મળતા પઠની વિવિધ પ્રકારની અશુદ્ધિઓ, ક્ષતિઓ અને વિસંગતિઓ ઓછી કરવાનું અને વધુ વિશ્વસનીય અને સુસંગત અર્થઘટન કરવાનું પણ શક્ય બનશે. સ્વયં રાહુલજીએ કહ્યું છે, “દોહાકોશકી ભાષામેં લિપિકો ને સમયાનુસાર સુધાર કરનેકી જો કોશિશ કી ઇનકે કારણ ભિન્ન-ભિન્ન હસ્તલેખોમેં અંતર આ ગયા. યહ હમે ડાફટર બાગચી-સંપાદિત દોહાકોશ ઓર હમારે ઇસ સમય કે હસ્તલેખ કે ૩. “સહજયાની બૌદ્ધ સિદ્ધો વડે રચિત, દોહાકોશો અને ચર્યાપદોની મૂળ ભાષા' એ પૂર્વોક્ત વ્યાખ્યાનમાંથી અહીં ત્રીજા અને ચોથો ખંડ ઉદ્ધત કર્યો છે.
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy