SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ૪૧ સાચા આચારધર્મનો ઉપદેશ દેતા એક પછી એક ત્રણ દોહાકોશ રચીને તેણે અનુક્રમે લોકો સમક્ષ, રાણી સમક્ષ અને રાજા સમક્ષ તેમનું ગાન કર્યું હતું. આ ત્રણ દોહાકોશો તિબ્બતમાં બૌદ્ધદર્શનોનો જે આગવો વિકાસ થયો તેના પાયાના આધારગ્રંથો બન્યા. એ પરંપરા પ્રમાણે દોહાઓના, સીધા શબ્દાર્થની પાછળ જે ગૂઢાર્થ, ઊંડો, આધ્યાત્મિક અર્થ રહેલો છે તેનું જ મહત્ત્વ છે. જેમ કે ૧૧મી શતાબ્દીમાં નેપાળમાં અને ૧૫મી શતાબ્દીમાં તિબ્બતમાં “દોહાકોશ-ચર્યા-ગીતિ'ની જે વ્યાખ્યાઓ થયેલી છે તેમાં દોહાઓનો ઊંડો મર્મ ઉદ્ઘાટિત કર્યો છે. ગ્રંથરે એ ટીકાઓનો અંગ્રેજી અનુવાદ આપી તેમના તત્ત્વજ્ઞાનનું સવિસ્તર વિવરણ કર્યું છે. સરહના દર્શનનું ઉત્તરકાલીન તિબ્બતમાં જે અર્થઘટન પ્રચલિત થયું તે સમજવા માટે ગ્રંથરનાં પુસ્તકો જોવા જોઈએ. અહીં પરિશિષ્ટમાં “દોહાકોશચર્યા-ગીતિ'ના ચાળીશ દોહાઓનો અનુવાદ આપ્યો છે. સરહદપાદઃ જીવન અને ઉપદેશ સરહ, સરહપા (સરહપાદ), સરોહ (સરોવજ) કે સરોજ (સરોજવજ) અને રાહુલભદ્ર એમ વિવિધ નામે સરહનો નિર્દેશ થયેલો છે. પૂર્વ દિશામાં આવેલા રાજ્ઞી કસ્બાના રોલી ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં સરહપા જન્મ્યા હતા. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય શાંતરક્ષિતના શિષ્ય હરિભદ્ર સરહના એક અધ્યાપક હતા. સરહે અધ્યયન પૂરું કર્યા પછી નાલંદામાં કેટલોક સમય અધ્યાપનકાર્ય કર્યું. સરહ” ઉપરથી સંસ્કૃત “સરોહ” (પર્યાય “સરોજ')રૂપ ઘડી કાઢેલું છે, તે જ પ્રમાણે તે નેતરનાં બાણ બનાવવાનો ધંધો કરતા હોવાની વાત પણ “સરહ' નામની લૌકિક વ્યુત્પત્તિ ઉપરથી ઘડી કાઢેલી લાગે છે. “સરહ, સં. “શરત એટલે કે શરપ્રહારબાણપ્રહાર કરનાર એમ “સરહ”નો અર્થ ટીકાકારોએ ઘટાવ્યો છે.દંતકથા પ્રમાણે તો તેમણે બ્રાહ્મણકુળના હોવા છતાં “શર-કાર'ની છોકરીને પોતાની સાથે રાખી હતી અને તેથી ભારે લોકાપવાદ વહોર્યો હતો. જૈન પરંપરામાં “ઉમાસ્વાતિ', “બપ્પભટ્ટ', પાદલિપ્તી વગેરે નામો જે રીતે સમજાવ્યા છે. તેવી જ પરંપરામાં “સરહ' નામનું અર્થઘટન કરાયેલું છે. પ્રતિષ્ઠિત પ્રાચીન આચાર્યના પૂર્વજીવનની પ્રમાણભૂત વિગતો નોંધાઈ કે જળવાઈ ન હોઈને તેમના નામનો અર્થ ઘટાવી તે પૂરી પાડવામાં આવી છે. સરહપાના શિષ્ય શબરપા હતા અને શબરપાના લુઈપા. લૂઈપા બંગાળના ૨. વાલ્મીકિ-રામાયણના બાલકાંડમાં અંગદેશ, માનસ સરોવર, મલદ, કરૂષ, કાન્યકુજ, અપ્સરસ, માત, વિશાલા વગેરે નામો કેમ પડ્યાં તેની ઉત્પત્તિકથા દ્વારા કૃત્રિમ ખુલાસા આપેલા છે. એટલે નામને યથાર્થ ઠરાવવાની આ જૂની પરંપરા છે.
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy