SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ૩૭ હવે કેટલાંક વરસ પહેલાં અપભ્રંશ સાહિત્યકૃતિઓનો પરિચય મેળવતાં, ઉત્તરકાલીન બૌદ્ધ સંપ્રદાયની સહજયાની કે વજયાની પરંપરાના સિદ્ધનાથ સાહિત્યમાં સરહપાદરચિત “દોહકોશ' જોવાનું થયું. આઠમી શતાબ્દીનો સમય. તેમાં રહે વિવિધ સંપ્રદાયોના બાહ્યાચાર અને કર્મકાંડની ટીકા કરતાં જે શબ્દો કહ્યા છે, તેનો અનુવાદ આ પ્રમાણે છે : બ્રાહ્મણ તો વણજાણ્યે ભેદ એમ જ પઢિયા ચારે વેદ, માટી, જળ, કુશ લેઈ ભણંત ઘરમહીં બેઠાં હોમ કરંત, ફોગટ કરીને હોમ-હવન આંખો બાળી કડવે ધૂમ. દંડી, ત્રિદંડી, ભગવે વેશે પંડિત બનીને હંસ-ઉપદેશે, અજ્ઞોએ જગ વંચ્યું ભૂલ્ય ધર્મ-અધર્મ ન જાણ્યા તુલ્ય. બન્યા મહંતો ચોળી ભભૂત સિર પે ધર્યો જટાનો જૂટ, ઘરમાં બેઠાં દીપ પ્રજાળ્યા ખૂણે બેઠાં ઘંટ હલાવ્યા. વળે શું દીપે, શું નૈવેદે વળે કશુંયે મંત્ર ભણે છે. જાણો તે : બસ, અન્ય ન કોઈ બીજી સબ ગણનામાં સોય, એ ભણત, જ ગુણંતા એ જ શાસ્ત્રપુરાણ વખાણત એ જ. આસન બાંધી, આંખ લગાવી કાને ગુપચુપતા જંજાળી, રંડી, મુંડી, અન્ય જ વેશે થે દીક્ષા દક્ષણાને મિષે. લાંબા નખ ને મેલો વેશ નગ્ન બને જતિ તોડી કેશ, ક્ષપણક જ્ઞાનવિડંબન વેશે આત્મા વંચે મોક્ષપદેશે. નગ્ન બન્યું યદિ મળે મુક્તિ તો શ્વાન શિયાળને કેશ ઉખેચે મળે સિદ્ધિ તો યુવતિનિતંબને, પીછી ધરતે મોક્ષ મળે તો ચમરીમયૂરને, ઉંછ-ભોજને જ્ઞાન મળે તો હાથી-તુરંગને, સરહ ભણે ક્ષપણકની મુક્તિ મને ના ભાવે તત્ત્વરહિત કાયા ન કદાપિ કેવ સાધે. પંડિત સરવે શાસ્ત્ર વખાણે દેહે વસતા બુદ્ધ ન જાણે, ગમનાગમન ન એકે ખંડિત નિર્લજ તોય ભણે, “હું પંડિત'. એકે સંપ્યું ધન ઘણું બીજે દીધું સદાય, કાળ વધે બંને વહ્યા કહેતાં કહીએ કાંઈ. જ્યાં મન, પવન ન સંચરે, રવિ,શશી નાહિ પ્રવેશ, મન મૂરખ વિશ્રામ ત્યાં સરહ તણો ઉપદેશ. અક્ષરબદ્ધ જ સકલ જગ, નહીં નિરક્ષર કોયે
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy