SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ૩૩ છે એ બધું જ અહીં મહાભારતમાં છે. એનું તાત્પર્ય એટલું કે “મહાભારતની મુખ્ય કથાનાં, એનાં કથાનકો, ઘટનાઓ, પાત્રો, જ્ઞાનબોધ અને નિરીક્ષણોનાં અનેકાનેક પાસાં છે અને એમાં એટલી, અખૂટ ક્ષમતા છે કે બદલાતા યુગો, સમાજ, સંસ્કૃતિઓને એમાંથી પોતપોતાનો અર્થ, દૃષ્ટિ, માર્ગ મળતાં જ રહે છે. આ કારણે, થતાં રહેતાં નવનવાં અર્થઘટનો વડે કે સમગ્રના તાત્મય અને મર્મની ખોજ વડે એ અદ્યાવધિ જીવંત કૃષ્ણ, ધર્મરાજ યુધિષ્ઠિર, દ્રૌપદીએ “મહાભારત'ના વિરાટ યંત્રનાં ચાલક બળો છે. તેમની ઉપરાત ભીષ્મ, કર્ણ, શિખંડી, અર્જુન, ચિત્રાંગદા વગેરે મુખ્ય પાત્રોનાં અર્વાચીન યુગના સાહિત્યકારોએ કરેલાં નૂતન અર્થઘટનોથી આપણે પરિચિત છીએ. દ્રૌપદીના પાત્રમાં નોંધપાત્ર રસ પ્રગટ્યો છે હમણાં હમણાં. જ્યાં કલોદ કાર્યરે કરેલા “મહાભારત'ના નાટ્યરૂપાંતરના પિટર બૂકે કરેલા નાટ્યપ્રયોગમાં મલ્લિકા સારાભાઈએ કરેલી દ્રૌપદીની ભૂમિકા, સાંવલી મિત્રનું “નાથબતી-અનાથબતી', મહાશ્વેતાદેવીની દ્રૌપદી વગેરે, દ્રૌપદીના પાત્રને પોતપોતાની રીતે જોવા-પામવાના નવસર્જનાત્મક પ્રયાસો લેખે સહેજે યાદ આવે. આમાં નારીની સમાનતા, સંમાન અને ગૌરવને લગતાં વર્તમાન વિચાર-સંચલનોનો પણ ઘણો ફાળો છે. સોનલ માનસિંઘનું દ્રૌપદી” આ જ પ્રવાહને વહેતો રાખતું એક કલાકર્મ છે. “મહાભારત'ને લગતી કેટલીક પાયાની હકીકતો નોંધીએ તો : (૧) એના મુખ્ય કથાનકના મૂળ સ્વરૂપનો આપણે જે ખ્યાલ બાંધી શકીએ છીએ એમાંથી એટલું તો સહેજે પ્રતીત થાય છે કે ક્ષાત્રધર્મ, યુગધર્મ અને એ દ્વારા ' સનાતન ધર્મનું નિરૂપણ કરવું એ એનું પ્રધાન લક્ષ્ય હતું. (૨) ઉપર કહ્યું એમ કૃષ્ણ, ધર્મરાજ અને દ્રૌપદી મહાભારતમાં વિરાટ યંત્રનાં પ્રધાન ચાલક બળો છે. (૩) ગુપ્તકાળમાં, પાંચમી શતાબ્દીમાં “મહાભારત” શસાહસ્રી સંહિતાનું સ્વરૂપ પામ્યું. ત્યાં સુધીમાં, તથા એ પછી પણ, તેમાં જે ફેરફાર થયા છે, એમાં તેના મુખ્ય પાત્રોનું ચિત્રણ, તેમનાં કાર્યો અને આશયો અને તેમના ખુલાસાઓ વધતાઓછા વિવિધ રીતે પલટાતાં ગયાં છે. એ કારણે તેમની વિરોધી, વિસંગત રેખાઓનો સુમેળ સાધવાના આપણા સમયમાં જે અનેક પ્રયાસ થયા છે અને થાય છે, સ્થળકાળ અને સાંસ્કૃતિક પરિસ્થિતિને કારણે નિષ્પન્ન વિભિન્નતાઓ ઉપર મનમાન્યા અર્થઘટનથી એને એકહથ્થ કૃતિ ગણાવવાના, એના પર અખંડતા, એકાત્મતા લાદવાના જે પ્રયાસો થાય છે એ તદન નિરાધાર અને બેહૂદા લાગે છે. (૪) આધિદૈવિક, આધ્યાત્મિક પરિબળો કથાનકના સમગ્ર ઘટનાચક્રનું નિયમન
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy