SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શોધ-ખોળની પગદંડી પર વલણને કાંઈક અંશે કલાપોષક બનાવવું એ શું તદન અશક્ય છે? આપણે જેવી આની તપાસ હાથ ધરીએ છીએ તે સાથે એ સ્પષ્ટ થાય છે કે આવડું જબ્બર પરિવર્તન પ્રેક્ષાગૃહ અને રંગભૂમિ વચ્ચેના વ્યવહારનું સ્વરૂપ બદલીને જ નીપજાવી શકાય. કલાના આચરણની આ નૂતન પદ્ધતિમાં તાદામ્ય (‘એમ્પથી') પોતાની સર્વોપરિ ભૂમિકા ગુમાવશે. તેની સામે ઇતરતાની અસરને દાખલ કરવી જરૂરી બનશે, જે કલાત્મક અસર પણ છે અને જે નાટ્યાત્મક અનુભવ તરફ પણ દોરી જાય છે. તેમાં વાસ્તવિક જીવનની ઘટનાઓનું રંગભૂમિ પર એવી રીતે પુનર્નિર્માણ કરવાનું છે જેથી કરીને કાર્યકારણ સંબંધ પર ભાર મુકાય અને તેના પ્રત્યે પ્રેક્ષકનું લક્ષ દોરાય. આ પ્રકારની કલા ભાવોની પણ નિષ્પત્તિ કરે છે : આવા પ્રયોગો વાસ્તવ પર પ્રભુત્વ સ્થાપવાનું સરળ બનાવે છે. અને એ જ પ્રક્ષેકનું હૃદય હલાવે છે. ઈતરતા-સિદ્ધિ એ એક પ્રાચીન કલાવિધિ છે : પ્રશિષ્ટ સુખાન્તિકા (“કૉમેડી'), લોકભોગ્ય કલાની કેટલીક શાખાઓ અને એશિયાની રંગભૂમિનો પરંપરાગત વ્યવહાર –એ દ્વારા આપણને તે જાણીતી છે. ૧. એરિસ્ટોટલ - અનુસાર જે નાટ્યરચનાનું તંત્ર હોય છે અને તેને અનુરૂપ અભિનયશૈલી હોય છે અથવા તો, આ ઊલટું પણ લઈ શકાય), તેમાં રંગમંચ પર જે ઘટનાઓ ઘટે છે અને એ ઘટનાઓ જે રીતે વાસ્તવિક જીવનમાં બને છે તેને લગતી પ્રેક્ષકોની પ્રતારણાને એ હકીકત સહાયભૂત બને છે કે રંગમંચ પર કથાવસ્તુની રજૂઆત એક અવિભાજ્ય અખંડ રૂપે કરવામાં આવે છે. તેની વિગતો એકએક કરીને વાસ્તવિક જીવનમાંના તેમને અનુરૂપ ભાગો સાથે સરખાવી શકાતી નથી. તેમાંથી કશું પણ તેના સંદર્ભથી છૂટું કરીને, વાસ્તવિકતાના સંદર્ભમાં બેસાડી શકાતું નથી. આનો ઉકેલ અભિનયની ઇતરતા-સાધક શૈલીમાં રહેલો છે. તેમાં કથાનો ઘટનાપ્રવાહ તૂટક હોય છે. એક અખંડ કથાવસ્તુ સ્વતંત્ર ભાગોની બનેલી હોય છે, જે વાસ્તવિક જીવનના તેને અનુરૂપ ઘટનાખંડો સાથે સરખાવી શકાય છે અને સરખાવવા જોઈએ. આ પ્રકારના અભિનયનું સમગ્ર બળ વાસ્તવિકતા સાથેની તુલનાઓમાંથી પ્રાપ્ત થાય છે– બીજા શબ્દોમાં, જે ઘટનાઓનું પુનર્નિર્માણ થાય છે તેમની કારણરૂપતા પ્રત્યે તે સતત ધ્યાન દોરતું રહે છે. - ૨. ઇતરતાની અસર સિદ્ધ કરવા માટે અભિનેતાએ રંગભૂમિના પાત્રમાં પૂર્ણપણે રૂપાંતર થતું નિવારવું જોઈએ. એ પાત્રને દર્શાવે છે, તેની પંક્તિઓ ટાંકે છે, તે વાસ્તવિક જીવનની કોઈક ઘટનાનું પુનરાવર્તન કરે છે. પ્રેક્ષકવર્ગ પૂર્ણપણે વશીભૂત નથી થતો. તેણે માત્ર સમસંવેદન સાધવું જરૂરી નથી. નિરૂપિત નિયતિ પ્રત્યે નિયતિવાદી વલણ અપનાવવું જરૂરી નથી (જયાં પાત્ર આનંદ અનુભવે છે. ત્યાં તે ક્રોધ અનુભવી શકે, વગેરે તે જુદો જ ઘટનાપ્રવાહ કલ્પવા કે તે શોધી જોવા વગેરે બાબતમાં મુક્ત હોય
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy