SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ૨૫ કરે છે. પણ તેમની વિચારણા ત્રીજા મુદ્દાની ચર્ચા સાથે સંકળાયેલી હોવાથી આગળ ઉ૫૨ ક૨વી ઠીક રહેશે. ૪. સૌથી જટિલ પ્રશ્ન આજના પ્રેક્ષક સમક્ષ સંસ્કૃત નાટક (મૂળ ભાષામાં કે અનુવાદરૂપે) પ્રસ્તુત કરવાની પ્રયોગશૈલીનો, તેની રીતિપદ્ધતિનો, રંગભૂમિ, રંગમંચ, અભિનય, ગીતનર્તન, સાજસજ્જા વગેરેને લગતી રસમોનો છે. હવે તો એ સુવિદિત છે કે સંસ્કૃત નાટક અનેક રીતે અનન્ય હતું, નિજી પ્રકૃતિ અને વૈશિષ્ટ્ય ધરાવતું હતું. તેને પશ્ચિમની પ્રાચીન કે અર્વાચીન પરંપરાનાં નાટકોના માપિયે માપવું કે તેમના ઢાંચામાં ઢાળવું એ તેની વિકૃતિ કરવા બરાબર છે. એટલે પ્રાચીન સમયમાં જે રૂપે અને જે રીતે સંસ્કૃત નાટક ભજવાતું હતું તે રીતે આજે પણ ભજવાય તો જ તેનું સ્વરૂપ અને પ્રયોજન અબાધિત રહે. પણ આવું લક્ષ્ય સિદ્ધ કરવાની આડે ઘણી અનિવાર્ય મુશ્કેલીઓ છે. નાટ્યશાસ્ત્રના સાહિત્યમાં નાટકોની ભજવણીને લગતી અનેક બાબતોમાં ચોક્કસ માહિતી કે નક્કર વિગતો મળતી નથી, અને કેરળમાં અત્યારે પણ કૂડિયાટ્ટમ નામે ભજવાતા સંસ્કૃત નાટ્યાંશોની પ્રયોગશૈલી પ્રાચીન પ્રયોગશૈલીથી ઘણી બાબતમાં જુદી પડતી હોય એ સ્વાભાવિક છે. આમ છતાં ધારો કે આપણે સંસ્કૃત નાટકોને સંસ્કૃતમાં કે અનુવાદના રૂપમાં પ્રયોગશૈલીની દૃષ્ટિએ આપણે બને તેટલી મૂળવત્ પ્રમાણભૂતતાથી રજુ કરી શકીએ, તો પણ પ્રશ્ન એ છે કે તે કેટલી પ્રેક્ષકો સુધી પહોંચી શકશે ?- · એટલે કે કેટલા પ્રેક્ષકો તેના ચતુર્વિધ અભિનય અને ગીત-સંગીત- નર્તનનો મર્મ પામવાની, તેમને અસ્વાદવાની ઊંચી વિદગ્ધતા ધરાવતા હોય ? સમસ્યા આ છે : મૂળ ભજવાતું હતું તેમ અત્યારે ભજવીએ તો પ્રેક્ષકોને અવગમન કે પ્રત્યાયન ન થાય. અને જો પ્રત્યાયન થાય તેમ ભજવવું હોય તો પ્રયોગશૈલી બદલવી પડે અને પરિણામે મૂળ સ્વરૂપ જોખમાય. વિદ્વાનો અને નાટ્યવિદોમાં આ સમસ્યાના ઉકેલ બાબત મતભેદ છે. અને સંસ્કૃત નાટક ભજવનારાઓએ આ બાબતમાં અનેક રીતે સમાધાનો કર્યાં છે. સામાન્ય સમજથી એટલું તો આપણે કહી શકીએ કે સંસ્કૃત નાટકની પ્રયોગશૈલીને લગતી મૂભભૂત બાબતોમાં——ચતુર્વિધ અભિનય દ્વારા પ્રસ્તુતીકરણ, ગીત-સંગીતનર્તનની વાચિક સાથે સંલગ્નતા, રંગમંચની સાદગી, સમગ્રની રસલક્ષિતામાં—ફેરફાર કરવાથી સંસ્કૃત નાટક સંસ્કૃત નાટક ન રહેતાં તેનું અર્વાચીનીકરણ થશે. બીજી તરફ અત્યારના જીવનવ્યવહાર અને વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ કેટલીક ગૌણ બાબતોમાં ફેરફાર કરવો ઇષ્ટ અને અનિવાર્ય છે. ગીતના છંદ, સંગીતના રાગ અને તાલ, નર્તનમાં અંગવિન્યાસની મુદ્રા, ગતિ વગેરે—એ બધાનો સાથ જાળવવા સાથે એમના સ્વરૂપ અને પ્રમાણમાં આજના પ્રેક્ષકની ભૂમિકાને અનુરૂપ ફેરફાર ન કરાય તો રસવિઘ્નો નડ્યાં વિના ન રહે. મૂળનાં પદ્યોને માટે અક્ષરમેળ, માત્રામેળ તેમ જ દેશી ઢાળનો અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરવાનું અને ગાયનશૈલી આજના ગુણીજનની રિચ પ્રમાણે
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy