SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ શોધ-ખોળની પગદંડી પર किं तणएण तेण जाएण, पअ-पूरण-पुरुसेण जासु ण कंदरि दरि विवरु, भरि उव्वरिउ जसेण ॥ જેના જન્મવાથી શત્રુઓ કાંપતા નથી, સજ્જનો આનંદ પામતા નથી, દુર્જનો ચિતાથી મરણતોલ થતા નથી, એવા માત્ર પાદપૂરક પુરુષ જેવા, કોઈ સુંદર કુમારીના કન્યાભાવના નિષ્ફળ લોપક બનનારા, જેનો યશ કંદરા, ગુફા અને બખોલને ભરી દઈને પણ શેષ બચતો ન હોય, એવા પુત્રના જન્મવાથી શો લાભ'. આમાં “ધિરત્યુ તેણ જાણ” (“કિ તેણ જાએણ') અને “પઅ-પૂરણ-પુરિસે” એ શબ્દો સમાન છે. સ્પષ્ટપણે પુત્રવિષયક સ્વયંભૂના સુભાષિત ઉપરથી આપ્રદેવસૂરિનું ધર્મવિષયક સુભાષિત ઘડાયું છે. ૪. પ્રિયતમા વડે પ્રિયતમનું સ્વાગત ૧. ઇસવી બીજી સદીમાં થયેલા પ્રતિષ્ઠાનના રાજા હાલ સાતવાહનનો, વિવિધ કવિઓએ રચેલાં પ્રાકૃત ભાષાનાં મુક્તકોનો જે સંગ્રહ, “ગાથાસપ્તશતી કે ગાથાકોશ' ને નામે જાણીતો છે, તેની ૧૪૦મી ગાથા નીચે પ્રમાણે છે : रच्छा-पइण्ण-णअणुप्पला तुमं सा पडिच्छए एतं । दार-णिहिएहिं दोहिं वि मंगल-कलसेहिं व थणेहिं ॥ અર્થ તારા આવવાના માર્ગ પર દૃષ્ટિનાં નીલકમલ બિછાવીને અને દ્વારપ્રદેશ પર સ્તનકલશ રાખીને તે તારું સ્વાગત કરવા ઊભી છે. (અહીં, આવી રહેલા નાયકના સ્વાગત માટે પુષ્પો અને મંગલ કળશને સ્થાને પ્રતીક્ષા કરતી નાયિકાના નયનકુવલયથી થતો દૃષ્ટિપાત અને તેના કળશ સમા સ્તન હોવાની કલ્પના છે.) ૨. બીજા એક મુક્તકનો અનુવાદ હું નીચે આપું છું : તરુણીના સ્તનકલશ ઉપર ઝૂલતી, રાતાં લીલાં કિરણકુરે હુરતી માણેકનીલમની માળા : પ્રીતમના હૃદય-પ્રવેશ-ઉત્સવ માટેના મંગળ પૂર્ણકળશ ઉપર તોરણે ઝૂલતી વંદનમાલિકા. આ વિચારનું વિસ્તરણ અમરુશતક' ના ૨૫મા મુક્તકમાં જોવા મળે છે. કે. હ. ધ્રુવે પોતાના અનુવાદમાં ઉપર્યુક્ત પ્રાકૃત ગાથાનો તુલના માટે નિર્દેશ કરેલો છે. (તે જ પ્રમાણે જોગલેકરે પોતાના “ગાથાસપ્તશતી' ના અનુવાદમાં “અમરુશતક'નું મુક્તક તુલના માટે આપ્યું છે). અમરુનું એ મુક્તક તથા કે.હ. ધ્રુવનો અનુવાદ હું નીચે
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy