SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શોધ-ખોળની પગદંડી પર ધવલ વૃષભને નામે વર્ણવતું). મંગલગીત (વિવાહ જેવા મંગળ પ્રસંગે ગવાતું). કુલ્લડગીત (દેવતાની સ્તુતિ તરીકે ગવાતું) અને ઝબટક (કે ઝંબડક') ગીત (રાજા વગેરે વ્યક્તિને અનુલક્ષતું. ઝંબડકમાં ચરણદીઠ ૧૪ માત્રા હોય છે. મતંગકૃત “બૃહદેશી',) જગદેકમલ્લકૃત “સંગીતચૂડામણિ' વગેરે સંગીતશાસ્ત્રના ગ્રંથોમાં પ્રબંધાધ્યાયમાં હોવડ કે સીવડે એવા નામે એક ગેય પ્રબંધ વર્ણવેલો છે. તેવો જ બીજો એક દાખલો “વિનોદકથા-સંગ્રહ' (પ્રકાશનવર્ષ ૧૯૧૮)માંની એક કથામાંથી મારા ધ્યાનમાં આવ્યો. એના કર્તા “પ્રબંધકોશકાર મલધારી રાજશેખરસૂરિ છે (ચોદમી શતાબ્દીનો પૂર્વાર્ધ). તેની ૧૮મી કથા (‘આત્મ-વિગોપક-જટાધરકથા') આમ તો ભ્રષ્ટાચારી શૈવ સાધુઓ (ભરડાઓ) અને મઠાધિપતિઓને લગતી છે અને તેમાં પરસંપ્રદાયની ટીકાનો આશય પણ છે જે તે વેળાનો અરસપરસ વ્યવહાર હતો), પણ કથા લેખે તે રસપ્રદ છે. હું અનુવાદ નીચે આપું છું. કોઈ એક તાપસ દેશદેશમાં પર્યટન કરતો મહારાષ્ટ્ર પહોંચ્યો. ત્યાંના કોઈક ગામડામાં ભીક્ષા ન મળતાં બપોરે, ભૂખે પીડાતો આમતેમ ભટકતો તે એક છીપાના ઘરમાં પેઠો. ત્યાં પ્રસંગવશ ઘણા લોકો ઘીથી ભરપૂર મિષ્ટાન્ન આરોગતા હતા. કૃપાભાવે ભરડાને પણ દહીંભાત ભીક્ષામાં મળ્યા. તેણે ત્યાં જ તે ખાઈ લીધાં. કેટલાક સમયે એ જટાધારી ગૂર્જરદેશમાં પહોંચ્યો. ત્યાં એક નગરના મઠપતિએ તેને આશ્રય આપ્યો. કર્મબળે તે આગળ જતાં મોટો મઠપતિ બની ગયો. તેને ગરાસમાં લાખોની આવક હતી. મોટો સેવકવર્ગ હતો. એક વાર ગાયક, નર્તક વગેરેની એક મંડળી પોતાની કલા પ્રદર્શિત કરી ભેટ તરીકે દ્રવ્યપ્રાપ્તિની ઇચ્છાથી તેની પાસે આવી. તેની આસપાસનાઓએ વિનંતી કરીને તેને જોવા સાંભળવા બેસાર્યો. કલાકારોએ પણ ધુવક, પ્રતિમઠ વગેરે શાસ્ત્રીય ગીતપ્રકારો લાંબા સમય સુધી ગાયા. પરંતુ મઠપતિએ કશું આપવાનું કર્યું નહીં એટલે એ શઠ કલાકારોએ વિચાર્યું. આની સમક્ષ ગામઠી છંદોગીતો રજૂ કરીએ. એટલે પછી તેમણે “હુબડક ગાવાનું શરુ કર્યું. એ ગીતની આંચળી (ટેક, ધ્રુવપદ) આ પ્રમાણે હતી : કહઉં જિ ભરડાં જે જે કિઉં અર્થ : “ભરડાએ જે જે કર્યું તે હું કહી બતાવું છું.” એ સાંભળીને ચકિત થયેલ ભરડા મઠપતિને થયું, “મેં છીપાને ઘરે ભોજન કર્યું એ કોઈક રીતે આ લોકો જાણી ગયા છે. એટલે તેણે કલાકારોને ખુશ રાખવા પુષ્કળ રેશમી વસ્ત્રો, સોનાનાં સાંકળા વગેરે ભેટથી નવાજ્યા. કલાકારોને પણ ચસકો લાગ્યો એટલે કલાકારોએ એ ગીત પાછું ગાયું. “ભરડાએ જે જે કર્યું તે હું કહી બતાવું છું.” એટલે મઠપતિએ ફરી પાછી તેમને ભેટો આપી. એટલે કલાકારોએ ત્રીજી વાર એ જ
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy