SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શોધ-ખોળની પગદંડી પર, જમાલના દુહા અમદાવાદના લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની ૬૯૪૬ ક્રમાંકની પ્રતને આધારે આ દુહા અહીં રજૂ કર્યા છે. અમુક પાઠ ભ્રષ્ટ હોવાથી કેટલાક દુહાનો કે તેમના એકાદ અંશનો અર્થ સ્પષ્ટ સમજાતો નથી. આથી શબ્દવિભાગ પણ સંદિગ્ધ રહે છે. વધુ સારી પ્રત મળે તો આ મુશ્કેલીઓ દૂર થાય. જ્યાં સમજાયું છે ત્યાં અર્થ આપ્યો છે.થોડીક સમસ્યા પણ આમાં છે, જેમાંથી એકાદનો જ ઉકેલ મને સૂઝયો છે. ૧૫મો દુહો જમાલ અને અકબર શાહને નામે છે, અને ૧૬, ૧૭ અને ૧૮ ક્રમાંકવાળા દુહામાં જમાલના નામની છાપ નથી. ૧૯મો દુહો હાંસિયામાં ઉમેરેલો છે. ૧૯મો દુહો પૂરો થયા પછી “જમાલ વાક્ય' એવો નિર્દેશ છે. હસ્તપ્રતનો ઉપયોગ કરવા દેવા બદલ હું લા.દ. વિદ્યામંદિરનો આભારી છું. મન મંદર તનુ મેખલી, ભિખ્યા દેશીન (?) લાલ, નયનુ જ ખપ્પર ઓડિ કરિ, તમ માંગો પ્રેમ જમાલ. ૧. “મનરૂપી..તનરૂપી મેખલા (?) કરી નયન રૂપી ખપ્પર લંબાવીને દર્શનની ભિખ્યા મળે એમ તમે પ્રેમ માગો' કાંઈક આવો અર્થ બેસે છે. “દેશીનને બદલે મૂળમાં દર્શન હોય એમ માની આ અર્થ કર્યો છે. દીકરા (?) દીપક દેહકા, ઈસ અજૂઆલે ચાલ, મત જા અંધારે એકલા, ભૂલા પડહી જમાલ. ૨ જીવન એટલે કે આત્મા દેહનો દીપક છે. તું તેના અજવાળે ચાલ. તું અંધારમાં એકલો ન જા નહીં તો ભૂલો પડીશ.” “દીઉરાને ભૂલ ગણી “જીઉરા મૂળમાં હોય એમ માન્યું છે. પીઉ-કારણિ યોગનિ ભઈ, કમર બાંધી મૃગ-છાલ, બાલા કંથ ન માંનહીં, સો ગુંણ કુંણ જમાલ. ૩ બાલા પ્રિયતમને ખાતર જોગણ બની અને કમ્મરે મૃગચર્મ પહેર્યું. પણ પ્રિયતમે તેનો આદર ન કર્યો. તો એનું શું કારણ?' મુરખ લોક ન જાનહી, કોઈલ-નયનાં લાલ, આંખું લોહી ભર રહ્યા, ટૂંઢત ફેરી જમાલ. ૪ મૂરખ લોક કોયલની આંખો રાતી કેમ છે તે જાણતા નથી. શોધતી ફરતાં ફરતાં તેની આંખોમાં લોહી ભરાઈ આવેલું છે.” તૃષાવતી ભઈ સુંદરી, ગઈ સરવર કિંકાલ(?),
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy