SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શોધ-ખોળની પગદંડી પર પહેલાં જે તમારા પ્રચંડ ને શૂરા પૂર્વજો થઈ ગયા, તેમણે પોતાના સ્વામી ખાતર શરીરના ટૂકડે ટૂકડા કરાવી નાખેલા.” આજ દિવસ મરવા-તણઉ, લાધઉ જઈ કિરિ દાઉ, ચઉપટ થઈ ઝૂઝ હિવે, જિમ તુ૭િ સુરવર થાઉં. ૩૦ આજ જો લાગ મળે તો મૃત્યુને ભેટવાનું ટાણું છે. ચોપટ થઈને હવે યુદ્ધ મચજો, જેથી કરીને તમે દેવત્વ પામો.” આજ તણઉ દિન મોકલી, સગ્ન કિયાં દુયાર, જે કુલ પહરઉ દેઇસ્યાં , તે સુ-વહુ-ભત્તાર. ૩૧ “આજનો દિવસ સ્વર્ગના દ્વારા ખોલી આપે છે. જે બરાબર પ્રહાર કરશે (અને યુદ્ધમાં ખપી જશે) તે અપ્સરાનો ભર થશે.” આ અર્થ કામચલાઉ બેસાર્યો છે. સુર-કામિણી લઈ રહી, કઈ કરિ કુસુમમાલ, સામી-ભત્ત જિ હોઇસ્યુઈ, તેહિ ખિવિસિઈ વરમાલ. ૩૨ “હાથમાં ફૂલમાળા લઈને અસર ઊભી છે; જે સાચો સ્વામી-ભક્ત હશે, તેના ગળામાં) તે વરમાળા નાખશે.” યુદ્ધવર્ણન સામી સિરુ નામી કરી, સંગરિ સુહડ જુતિ, ઈક વીરહ સિરુ રડવડઇ, તોઈ ન ધડ પડત. ૩૩ સ્વામીને શીશ નમાવીને સુભટો યુદ્ધમાં ભીડ્યા. કેટલાક વીરોનાં માથાં (કપાઈને) રડવડે છે, તો પણ તેમનાં ધડ પડતાં નથી.” સિર-વિણ ઇક ધડિ ધાવતાં, મારિય રાઉત-કોડિ, ખગ્ન-પહારિ આહણિય, ફોડાં માંડ કરોડિ. ૩૪ માથા વગર દોડી રહેલાં એક ધડે કુડીબંધ સૈનિકને માર્યા, અને ખડગના પ્રહાર કરીને ઘણાના ઘૂંટણો ને કરોડરજ્જુ તોડ્યાં.” વીર તણે કરિ આગલાં, પહરણ રણિ ઝલકંતિ; ઝઝઈ ભડ બીહામણા, લોહી-નદિય વહેંતિ. ૩૫ લડતા વીરોના હાથમાં હથિયારો ઝબકતાં હતાં. ઝૂઝતા સુભટો ભીષણ લાગતા હતા. લોહીની નદીઓ વહેતી હતી.” આમાં ઉત્તરાર્ધમાં નીચે પ્રમાણે પાઠાંતર છે : હાકી સામ્ય ઓડવઈ, ભલ ભડ ઇમ ઝૂઝતિ.
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy