SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર દેવચંદ-સંગૃહીત વીરરસના દુહા સદ્ગત મુનિ જિનવિજયજીએ નકલ કરાવી રાખેલા દુહા આદિના સંગ્રહમાંથી આ દુહા સંપાદિત કરી અહીં રજૂ કર્યા છે. નકલમાં આ દુહાગુચ્છના આરંભે, ‘શ્રી વીરદુગ્ધઘટાઃ શ્રી દેવચન્દેણોચ્છતા' એવી નોંધ છે. આમાં ‘દુડા’ એવા જૂની ગુજરાતી રૂપનું ‘દુગ્ધઘટાઃ’ (= દૂધના ઘા !) એવું સંસ્કૃત કરેલું છે. અન્યત્ર પણ, જૈન લેખકોમાં આ પ્રયોગ મળે છે. તે પછીના શબ્દોમાં ‘ઉચ્છતા’ ભ્રષ્ટ છે. ‘ઉધૃતાઃ’ને બદલે તે હોય એમ માનીએ તો આ દુહા દેવચંદે રચેલા નહીં પણ બીજેથી સંગ્રહેલા ગણવા જોઈએ. જો કે પાછળના ભાગમાં આવતું યુદ્ધવર્ણન કોઈની સળંગ રચના હોવાનું જણાય છે. સારી હસ્તપ્રત મળે ત્યારે કર્તૃત્વનો નિર્ણય કરી શકાશે. ૧૬૧ જેમ પ્રાચીન તેમ જ મધ્યકાલીન ભારતીય જીવનનું યુદ્ધ પણ એક મહત્ત્વનું અંગ હોઈને સમગ્ર પ્રાચીન સાહિત્યમાં ભરપૂર યુદ્ધવર્ણનો અને વી૨૨સનાં નિરૂપણો મળે છે. વી૨૨સના કેટલાક ઉત્કૃષ્ટ અપભ્રંશ દુહા હેમચંદ્રના વ્યાકરણમાંથી આપણને જાણીતા છે. અહીં આપેલા દુહાઓમાં એમની જ ઉત્તરકાલીન પરંપરા જોઈ શકાશે. જૂનું રાજસ્થાની સાહિત્ય વીરરસની રચનાઓથી સમૃદ્ધ છે. દુહાઓનો પાઠ કેટલેક સ્થળે ભ્રષ્ટ હોઈને અર્થ બેસતો નથી. વિષયને અનુસરીને વિભાગ મેં કર્યા છે. (૧) વીર પત્નીનાં પ્રોત્સાહન-વચન સૂરા-કન્હઇ ઘરુ કરી, ભલી લજાવી કંત, જઇ તઉં રાખત ઝૂંપડા, (તુ) ઝૂઝેવા જંત. ૧ ‘હે કંથ, શૂરવીરની પડોશમાં ઘર રાખીને તો તેં મને લજવી. તું જો ઝૂંપડાની સાંભળ રાખત, તો હું પોતે યુદ્ધમાં જાત—રણે ચડત.' કટ્ટા૨ી તિમ બંધિ પ્રિય, જિમ બંધી સૂરેણ, બંધઇ’ કાયર બાપડા, પહિરણ-ખિસણ-ભએણ. ૨ ‘હે પ્રિયતમ, જેમ શૂરવીર બાંધે એ રીતે તું કટાર બાંધજે. બિચારા કાયરો પહેરણ ખસી જવાની બીકે કટાર બાંધતા હોય છે'. સિવ રૂડા સિવ ચંગડા, સવિ કજ્જડાં-સમર્ત્ય, લોહ વહેતે જાણીઈ, જાસુ વિહિલા હત્ય. ૩ ‘હાથ તો સૌના રૂડા, સુંદર અને કાર્ય કરવામાં સમર્થ હોય, પણ લોઢું લેતાં
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy