SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શોધ-ખોળની પગદંડી પર (મારો તો એવો મત છે કે આ જગતમાં જે કાંઈ હો તે ભલે હો, પણ રમણી કરતાં વધુ રમણીય હોય એવી બીજી કોઈ પણ વસ્તુ નથી.) હેમચંદ્રની પહેલાં ત્રણ સો વરસે નવમી શતાબ્દીમાં થઈ ગયેલા અપભ્રંશ મહાકવિ સ્વયંભૂદેવે પણ એક સંસ્કૃત દુહો ટાંક્યો છે– દુહો નહીં, પણ દુહાનો એક પેટા પ્રકાર, ઉપદોહક છે : અયિ સખિ સાહસકારિણિ, કિં તવ ચંક્રમિતેના ઠસદિતિ ભંગમવાસ્યસિ, કુચયુગ-ભાર-ભરેણ // (“સખી, તું (રીસમાં) વાંકી ચાલે હીંડવાનું સાહસ ન કર : સ્તનના ભારે બોજાને લીધે તું ક્યાંક તડ દઈને તૂટી પડીશ'). આ ઉપરથી સૂચવાય છે કે સંસ્કૃતમાં શૃંગારિક વિષયનાં મુક્તકો દોહાછંદમાં રચવાની પણ એક પરંપરા હતી. દોહાછંદનાં નામ પ્રાકૃત-અપભ્રંશમાં પ્રાચીન નામ “દુવાહા” કે “દુવય' મળે છે. તે પછી દોડ્ય' એવું રૂપ વપરાયું છે. તેમના ઉપરથી થયેલાં સંસ્કૃત રૂપો “દ્વિપથક અને દોહક અગિયારમી સદીમાં રાજશેખરે વાપર્યા છે. “દ્વિપથક એટલે કદાચ “બે ચાલવાળો છંદ એવો અર્થ ઘટાવાય (તેના ૧૩ અને ૧૧ માત્રાના ખંડોને ધ્યાને લઈને). અર્વાચીન ભાષાઓમાં ‘દોહા”, “દુહો જેવાં રૂપો મળે છે. ગામ-ગામડું વગેરેની જેમ “દુહડ કે “દોહડ' ઉપરથી “દુહડક કે “દોહડક’ એવાં રૂપ પણ થયાં છે, અને તે પરથી અર્વાચીન સમયમાં “દોહરો’ પણ વપરાય છે. કોઈકોઈ મધ્યકાલીન લેખકે “દોહક'નું દોડી એવું સંસ્કૃત રૂપ કરી કાઢ્યું છે, પરંતુ “દોધક તો જુદો જ છંદ છે. તો એક રસપ્રદ હકીકત એ છે કે એક મધ્યકાલીન જૈન લેખકે “દોહડનું સંસ્કૃત રૂપ દુગ્ધઘટ’ એવું બનાવી કાઢ્યું છે ! દુહાને દૂધના ઘડા જેટલો રસભર ગણવામાં ઓચિત્ય નથી એમ કોણ કહેશે? ભલેને આ વ્યુત્પત્તિ તરંગખેલનું પરિણામ હોય. દોહાછંદનું સ્વરૂપ દોહાછંદનું વિવિધ પ્રાકૃત પિંગળગ્રંથોમાં જે માપ આપેલું છે તેમાં જુદી જુદી બે પરંપરા મળે છે. એક પરંપરા પ્રમાણે દોહા એ ૧૪+૧૨ માત્રાની અંતરસમા ચતુષ્પદી છે. એટલે કે તેના પૂર્વાર્ધમાં પહેલા ચરણમાં ૧૪ માત્રા અને બીજા ચરણમાં ૧૨ માત્રા છે, અને જેવો પૂર્વાર્ધ તેવો જ ઉત્તરાર્ધ. બંને અર્ધના અંત પ્રાસથી જોડેલા હોય છે. બીજી પરંપરા પ્રમાણે આ માપ ૧૩ +૧૧ એ પ્રમાણે આપેલું છે. હકીકતે
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy