SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ૧૩૧ તે પ્રમાણે વળતે દિવસે ધાન્યશ્રી રાગ ગાતાં સાળાઓએ બનેવીને પૂછ્યું, ‘કહો, આ ક્યો રાગ છે ?’ બનેવીએ કહ્યું, ‘ષષ્ઠ રાગ.’ સાળાઓ હસી પડ્યા, ‘ક્યાંય ષષ્ઠ રાગ સાંભળ્યો છે ?’ મૂછ મરડતા બનેવી બોલ્યા, ‘મૂર્ખાઓ, ગઈ કાલે પંચમ હોય, તો આજે ષષ્ઠ કેમ ન હોય ?' આ સાંભળીને લજવાતી તેની પત્નીએ આગળ આવીને ધાન્યનો સંકેત પતિને દેવા તોલડી ઊંચકીને હલાવી એટલે બનેવી બોલ્યા, ‘અરે, હું જરા ભૂલ્યો, એ ષષ્ઠ નહીં પણ તોલડ રાગ હતો.' બધાએ હસતાં હસતાં કહ્યું, ‘તોલડ રાગ વળી ક્યાંથી લઈ આવ્યા ?’ બનેવી બોલ્યા, ‘જુઓ તમારી બહેન જ મને સંકેત આપે છે.' સાળાઓ બોલ્યા,‘વાહ વાહ, આપણા બનેવી તો સંગીતવિદ્યાના તંબુરુ છે.’ ૩. અકસ્માત્ શ્રવણ થતાં હત્યારાથી ઉગારો મલધારી રાજશેખરસૂરિ કૃત વિનોદકથા-સંગ્રહની ૭૫ની કથા (પત્ર ૬૩ ૩૬૪ )નો સાર નીચે પ્રમાણે છે : પુણ્યપુરનો ચંદ્ર શેઠ ધર્મિષ્ઠ, ઉદાર, લોકપ્રિય અને રાજમાન્ય હતો. એ નગરમાં એક વાર ‘ડુઓ’ અને ‘બડુઓ’ એ બે રાક્ષસ ભાઈઓ અને તેમની રાક્ષસી બહેન ‘સોહી’એ આવીને ઉપદ્રવ કર્યો. લોકોમાં રોગચાળો ફેલાવીને તેઓ તેમનું શરીર ચૂસી લેતા હતા. રાજાએ જાહે૨ કર્યું, ‘જો કોઈ આ ઉપદ્રવને દૂર ક૨શે તો મારો ખજાનો ખુલ્લો મૂકી દઈશ.' રાજસભામાં બેઠેલ ચંદ્ર શેઠ એ સાંભળીને પછી પોતાને ઘરે આવ્યો. આગલે દિવસે શેઠે બાળકોને માટે તલસાંકળી બનાવવા તલ લાવી રાખ્યા હતા. બાળકો તેના બૂકડા ભરતાં ધરમાં ભમતા હતા. તે વખતે પેલા રાક્ષસો અને તેમની બહેન શેઠના ઘર પાસે આવી અંદર પેસવાનો લાગ જોતા દરવાજા આગળ અદશ્ય રૂપે ઊભા રહ્યાં. શેઠ ઘર વચ્ચેના ઓરડામાં હતા, ત્યારે એક બાળકે આવીને કહ્યું, ‘આ કડવા ને કાંકરાવાળા તલ અમે કેમ ખાઈએ ?’ એટલે ખીજાઈને શેઠ બોલ્યા, ‘કઠુઆ-બહુઆ સોહી ખાહિ’ (એટલે કે ‘કડવા-બડવા જેવા છે તેવા ખાઓ’). દરવાજા પાસે રહેલા ડુઆ,બડુઆ અને સોહીએ બાળકના ધીમા શબ્દો ન સાંભળ્યાં પણ શેઠ ચીડાઇને મોટે અવાજે જે બોલ્યા તે સાંભળ્યું. તેમને થયું, ‘અહો, અમે અદૃશ્ય હોવા છતાં શેઠને અમારા અહીં હોવાની અને નામોની પણ ખબર પડી ગઈ ! તેમની પાસે મંત્રશક્તિ લાગે છે. આપણને ખાઈ જવાનું કહે છે.' ડરીને રાક્ષસો પ્રકટ થઈ આવીને શેઠને પગે પડ્યા, અને તેમનાં નામકામ જાહેર ન કરવા વીનવ્યાં. શેઠે એક વાર રાજાની સમક્ષ રજૂ કરી પછી તેમને મુક્ત કરવાનું અભયદાન આપ્યું. આ કથાનું આધારભૂત કથાઘટક વિવિધ રૂપાંતરે ભારતીય કથાપરંપરામાં અને વિદેશની લોકકથાઓમાં મળે છે. જેમ કે જૈન પરંપરાની યવ રાજર્ષિની કથામાં,
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy