SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શોધ-ખોળની પગદંડી પર વરદાનમાં એવું આપો કે એ સિદ્ધિ હું જીવું ત્યાં સુધી તમારે બીજા કોઈને ન આપવી અને ત્રીજું વરદાન હું પછી કોઈ વાર માગી લઈશ.” યક્ષે “તથાસ્તુ' કહ્યું. એટલામાં શક્ર રાજા ત્યાં આવી પહોંચ્યો. યક્ષે તેને અગ્નિકુંડમાં શરીર હોમતાં અટકાવીને કહ્યું કે “મેં ત્રણે ય વરદાન એક મહાસત્ત્વશાળીને આપી દીધાં છે.' ખિન્ન થઈને રાજા ઘેર પાછો ગયો. વ્યાકુળતાથી તડફડતો રાતે તે ઊંઘી ન શક્યો. સવારે દેવદત્ત તેને મળવા ગયો ત્યારે જાણ્યું કે રાજા ચિતામાં પ્રવેશ કરવાનો હોઈને રાજમંદિર શોકમાં ડૂબેલું હતું. રાજાએ તેને કહ્યું, “યક્ષની કૃપાથી હું નિત્ય જાત હોમીને વરદાન મેળવતો અને મારું દાનવ્રત પાળતો. પણ વરદાન મળવું બંધ થયું છે, તો મારે હવે જીવીને શું કરવું છે?” દેવદત્તે પોતાની સિદ્ધિને પ્રભાવે તેને પહેલાંની જેમ આજીવન દાનવ્રત પાળતાં રહેવાનું અને તે માટે યક્ષસાધનાનું કષ્ટ ભોગવવાની જરૂર ન રહી હોવાનું જણાવ્યું. શક્ર રાજાએ તેના ભારે આગ્રહના કારણે તે સ્વીકાર્યું. વાર્તા આગળ ચાલે છે. જેમાં બાકી રહેલા વરદાન તરીકે દેવદત્ત તે યક્ષની સંભાળ નીચે રહેલી પાંચ વિદ્યાધરકન્યાઓને માગી લે છે. એ વિદ્યાધરકન્યાઓનો પિતા ગગનવલ્લભ નગરનો ચંદ્રશેખર નામનો વિદ્યાધર રાજા હતો. આમ ક્ષેમકર વગેરેની રચનાઓમાં અગ્નિમાં શરીર હોમના રાજાનું નામ ચંદ્રશેખર છે એ કદાચ અકસ્માતુ નથી. દેવેંદ્રસૂરિએ આપેલી આ દષ્ટાંતકથા દેખીતાં જ “સિંહાસનબ્રાત્રિશિકા” વાળી વાર્તાનું રૂપાંતર છે. એથી સહેજે અનુમાન થઈ શકે કે તેણે કોઈ પૂર્વ પ્રચલિત સિંહાસનદ્વાáિશકા’ વિષયક રચનામાંથી તે લીધી હોય. એમ જો હોય તો આપણે એ વિક્રમકથાચક્રનો સમય દસમી શતાબ્દી સુધી તો લઈ જઈ શકીએ. સંદર્ભસૂચિ ફ્રેન્કલીન એજર્મન : વિક્રમઝ એડવેન્ચર્ઝ, ૧૯૨૬ અં. બુ. જાની (સંપા.) : સિંહાસનબત્રીશી, ભગ-બીજો, ૧૯૨૬ હ. ચુ. ભાયાણી (સંપા.) : સિંહાસનબત્રીશી, ૧૯૬૦ ૨. મો. પટેલ (સંપા.) : સિંહાસનબત્રીશી, ૧૯૭૦ અ. મો. ભોજક (સંપા.) : મૂલશુદ્ધિપ્રકરણ, ૧૯૭૧
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy