SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શોધ-ખોળની પગદંડી પર પ્રિયતમા મદવંતિકાને આલિંગન આપીને પછી મારાં અંગોને સ્પર્શ કર (તામીયત પ્રચલ-વિલોચનાં નતાંગીમાલિંગમ્ પવન ! મમ સ્પૃશાંગાંગમિતિ II). અથવા તો પ્રવરસેનના પ્રસિદ્ધ મહાકાવ્ય “સેતુબંધ” કે “રાવણવધ” (ઈસવી પાંચમી સદી)માં રામ-રાવણ યુદ્ધના વર્ણનમાં કવિ કહે છે કે રામના જે કરો એ સીતાનો સ્પર્શ માણ્યો હતો તે કરો વડે ખેંચાયેલા ધનુષ્યમાંથી છોડાતાં શરો ભોંકાતાં રાવણ પુલકિત બને છે, તેમાં “મેઘદૂત' વાળી જ વાતનો પડઘો નહીં હોય? (આ પદ્ય ભોજના બંને અલંકારગ્રંથોમાં ઉદ્ધત થયેલું છે). પ્રતિષ્ઠાનના રાજવી હાલ-સાતવાહન વડે સંપાદિત ગાથાસપ્તશતી' (બીજીથી પાંચમી શતાબ્દી)ની એક પ્રાકૃત ગાથા (૧, ૧૬)માં વિરહિણી કહે છે, “હે અમૃતમય, ગગનના શિરોભૂષણ, રજનીના લલાટતિલકરૂપ ચંદ્ર, તારાં જે ‘કિરણો પરદેશમાં રહેલા મારા પ્રિયતમને સ્પશ્ય છે તે જ કિરણો વડે કૃપા કરીને તું મારો સ્પર્શ કર' - એ વર્ણનઘટક ઉત્તરોત્તર પ્રેરક બન્યો હોય. (આ ગાથા ભોજના બે અલંકારગ્રંથોમાં તેમ જ અન્યત્ર પણ ઉદ્ધત થયેલી છે). ૧૭.૧ છેવટે લોકગીતોમાંથી બેએક ઉદાહરણ ગોપી પૂછે છે ઝાડ ઝાડને' એવા ધ્રુવપદથી શરૂ થતા એક લોકગીતમાં કૃષ્ણના ગુણલક્ષણો પક્ષીઓમાં જોતી વિરહિણી ગોપી કહે છે : કોયલી તારા જેવો મારા કાનાનો રંગ હતો, પોપટ ! તારા જેવું કાનો મીઠું બોલતો, પારેવડાં ! તારા જેવું કાનો ભયોભોળો હતો. આ પુરૂરવાને, ખોવાયેલી, અદશ્ય બની ગયેલી ઉર્વશીનાં, અને ભાગવત પુરાણ'માં ગોપીઓને અદશ્ય બની ગયેલા કૃષ્ણનાં ગુણો આસપાસની પ્રકૃતિમાં– પશુપંખી, વનસ્પતિ આદિમાં–દેખાય છે તેનો જ પડઘો છે. ૧૭.૨ શામળ ભટ્ટની “વેતાલપચીશી’ની ચૌદમી કથામાં અતિશય કોમળ એવી સાત રાણીઓની વાત છે. પહેલી તેના ઉપર ઊગતા સૂર્યનું કિરણ પડતાં બળુંબળું થઈ ગઈ, બીજી વાદળમાંથી એક પાણીનું ટીપું ઉપર પડતાં તેમાં તણાવા લાગી, ત્રીજી સહેજ પવનનો ઝપાટો લાગતા આકાશમાં ઊડી, ચોથી પલંગ પરથી ઊતરતાં તેનો પગ જરા જોરથી ભોયને અડ્યો એટલે પંદરવીશ ફોડલા ઊઠ્યા, પાંચમીના માથા ઉપર જૂઈનું ફૂલ મૂકતાં વેંત તે ભોંયમાં ઊતરવા લાગી; છઠ્ઠીએ ખસખસનો એક દાણો ખાધો તો તેનું પેટ ફૂલી ગયું. સાતમીએ મહેલથી સાતમા ઘરે ચોખા ખાંડવાનો અવાજ સાંભળ્યો અને તેના બંને હાથમાં ચાંદાં પડ્યાં. એ સાથે સરખાવો નીચેનું ગીત :
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy