SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શોધ-ખોળની પગદંડી પર પાણી પીતો જોઈને પનિહારીઓ વચ્ચે પ્રશ્નોત્તર થાય છે... જૂની ગુજરાતીમાં એ દોહા નીચે પ્રમાણે છે : પસુ-પ્રમાણિ જલ પીઇ, કહુ સખી, કવણ ગુણઈ, ગોરિ રોઅત વારિયા, કરિ કજ્જલ-લગેઇ. (‘પ્રાચીન રાજસ્થાની દોહે, સંપા. ગોવર્ધન શર્મા, પૃ. ૩૮) કહો સખીઓ, પેલો પ્રવાસી શા કારણે પશુની જેમ જળ પીવે છે?” “વિદાય વેળા રડતી ગોરીના આંસુ લૂછતાં હાથ પર જે કાજળ ચોટ્યું તેની સ્મૃતિ જાળવવા (તે ખોબામાં પાણી ભરીને પીતો નથી).” ૨. ઉપર્યુક્ત “સદયવત્સ-વીર-પ્રબંધમાં આ પ્રસંગ આવેલો છે. (પદ્ય ૪૩ર૪૩૩) સદવત્સ પ્રતિષ્ઠાનનગરીમાં પ્રવેશ કરે છે ત્યારે તે સરોવરે જળ ભરતી પનિહારીઓની વાતચીત સાંભળીને તેમની ચતુરાઈથી પ્રભાવિત થાય છે. આગઈ વિરહિ વિલણખલું પાણી, લાગી અંગિ તરસ સપરાણી, કજલ લગ્ન દિઠ દુઉ પાણિ, પીધઉં પુરુસિ પશુ જિમ પાણી. ત્યાં આગળ તેણે જોયું કે વિરહ વ્યાકુળ કોઈ પુરુષને ભારે તરસ લાગેલી પણ પોતાના બંને હાથ પર કાજલ લાગેલું જોઈને તેણે પશુની જેમ પાણી પીધું.” તે જોઈને એક પનિહારી પૂછે છે અને બીજી ઉત્તર દે છે : નર નવરંગ સહી સવેજલ, કિણ કારણિ પશુ જિમ પીઈ જલ, નારિ-નયણિ કરિ લગ્નઉ કજ્જલ, તિણિ ભિજ્જણ-ભઈ ભરઈ ન અંજલ. સખી, પેલો રંગીલો પુરુષ કેમ પશુની જેમ જળ પીવે છે ?' પ્રિયાના નયનનું કાજળ હાથ પર લાગેલું, તે ભીંજાઈને ભૂંસાઈ જવાના ડરે, તે પાણીનો ખોબો નથી ભરતો.” ૩. પ્રભાચંદ્રકૃત “પ્રભાવક્રેરિત' (૧૩મું શતક)માં બપ્પભટ્ટિસૂરિ (મું શતક) પરના પ્રબંધમાં સાહિત્યપ્રિય પ્રતીહાર રાજવી આમ નાગાવલોક અને કવિ બપ્પભકિસૂરિની કાવ્યગોષ્ઠીના જે પ્રસંગો આપેલા છે તેમાં આ પ્રસંગ પણ આવે છે. આમરાજા પ્રશ્ન પૂછે છે અને બપ્પભટ્ટ સરસ્વતીદેવીના વરદાનથી પ્રાપ્ત આંતરદષ્ટિથી તેનો ઉત્તર આપે છે : એ અપભ્રંશ પદ્ય (૧૫+૧૩ માત્રાની આંતરસમાં ચતુષ્પદી) નીચે પ્રમાણે છે : પસુ જેમ પુલિંદ પિઅઇ જલુ, પથિઉ કમણિહિં કારણિણ !
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy