SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર હરણ’(અધૂરું), (૪) પ્રેમાનંદકૃત ‘સુદામાચરિત્ર', (૫) ભરથરીની કથા (અધૂરી), એટલી કૃતિઓ ઉપરાંત ભોજાભગતના ચાબખા, ‘ઓધવજીનો સંદેશો’, અને થોડાંક વિવિધ કવિઓનાં પદો છે. ‘પ્રહ્લાદાખ્યાન’ને અંતે આપેલી પુષ્પિકામાં જણાવ્યું છે કે ઠક્કર ભટ્ટ કુંવરજીની પ્રતમાંથી ગાંધી જીવન માવજીએ સંવત ૧૮૮૯માં આ ઉતાર્યું છે. ‘લવકુંશ-આખ્યાન'ને અંતે પણ એવી જ નોંધ છે. ‘સુદામાચરિત્ર' ઉતાર્યાના ઉત્તરાર્ધમાં ઉપર્યુક્ત પદો ઉતાર્યાનું આપણે માની શકીએ. એ પદોમાં જે ગમે જગતગુરુ'વાળું પદ પણ મળે છે. નીચે પ્રથમ દેસાઈને અનુસરીને માલિઝોંએ આપેલો પદનો પાઠ રજૂ કર્યો છે. તે પછી મારી પાસેની પ્રતમાં મળતા પાઠને અને બીજા સંપાદનો - સંગ્રહોમાં મળતા પાઠને આધારે સારા લાગ્યા તે પાઠાંતરોનો સમાવેશ કરતો સંકલિત પાઠ રજૂ કર્યો છે. તે પછી ટૂંકમાં પાઠભેદ દર્શાવતી નોંધ મૂકી છે. મારી પાસેની પ્રત પોરબંદરમાંથી મળેલી હોવાથી તેનો ‘પો.’ એવો સંકેત રાખ્યો છે. પો. પ્રતની જોડણી પ્રાથમિક અક્ષરજ્ઞાન ધરાવતા લહિયાની હોય તેવી અસ્તવ્યસ્ત છે. 22 (૩) પ્રચલિત પાઠ જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો. -૧ હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શક્ટનો ભાર જેમ શ્વાન તાણે સૃષ્ટિમંડાણ છે, સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે -૨ નીપજે નરથી તો, કોઈ ન ૨હે દુ:ખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે રાય ને રંક, કોઈ દષ્ટ આવે નહીં, ભવન પર ભવન પર છત્ર દાખે.-૩ ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે જેહના ભાગ્યમાં, જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.-૪ સુખ સંસા૨ી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું જુગલ કર જોડી કરી, નરસૈંયો એમ કહે, જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું. સંકલિત પાઠ જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે ખરું : ખરખરો ફોક કરવો આપનું ચીતવ્યું અરથ આવે નહીં, ઊગરે એક ઉદ્વેગ ધરવો. જે ગમે. ૧ હું કરું તે જ ખરું તે જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે સકલ સૃષ્ટિનું મંડાણ એણી પરે, જુગતિ જોગેશ્વરા કોઈ જાણે. જે ગમે. ૨
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy