SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ दीधिति: ५ ********* ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: ય યધર્મન્યૂનવૃત્તિધર્માવચ્છિન્નયાવવમાવવાન્... એમ હેતુ બનાવીએ તો શું વાંધો? *ઘટત્વન્યૂનવૃત્તિ એવા તઘટત્વાદિધર્મો મળશે જ. અને તત્કર્માવચ્છિન્ન એવા તત્તઘટાદિના અભાવો ભૂતલ પર મળી જશે. એ રીતે સંયોગત્વધર્મને ન્યૂનવૃત્તિ એવા તત્સંયોગત્વાદિ ધર્મો મળશે. અને તદવચ્છિન્ન એવા તત્સંયોગાદિઓના અભાવો વૃક્ષમાં પણ મળી જ જવાના છે. તો આવો જ અર્થ લઈએ તો શું વાંધો? પૂર્વપક્ષ: વાંધો આવે. "વૃક્ષઃ ઘટાવૃત્તિસંયોગવાન્ ન" એવું બોલી શકાતું નથી. કેમકે વૃક્ષમાં કોઈપણ ભાગમાં ઘટાવૃત્તિસંયોગ તો છે જ. મૂલાવચ્છેદેન કપિસંયોગાભાવાદિ ભલે બોલાય. પણ ઘટાવૃત્તિસંયોગનો અભાવ તો ન જ બોલાય. હવે ઘટાવૃત્તિસંયોગત્વ એ સંયોગત્વધર્મને ન્યૂનવૃત્તિ પણ છે જ. કેમકે સંયોગત્વ એ ઘટવૃત્તિસંયોગ+ઘટાવૃત્તિસંયોગ બેય પ્રકારના સંયોગમાં છે. જ્યારે ઘટાવૃત્તિસંયોગત્વ માત્ર ઘટાવૃત્તિસંયોગમાં જ છે. એટલે સંયોગત્વન્યૂનવૃત્તિ એવો ઘટાવૃત્તિસંયોગત્વ ધર્મ પણ આવે. અને તદવચ્છિન્ન એવો ઘટાવૃત્તિસંયોગનો અભાવ તો વૃક્ષમાં નથી મળતો. અર્થાત્ વૃક્ષમાં સંયોગત્વધર્મન્યૂનવૃત્તિધર્માવચ્છિન્ન એવા તમામે તમામ સંયોગોનો અભાવ નથી મળવાનો. કેમકે ઘટાવૃત્તિસંયોગનો અભાવ વૃક્ષમાં મળતો નથી. આમ થવાથી પાછો સ્વરૂપાસિદ્ધિ દોષ આવે છે. પ્રશ્ન: આ દોષ ન આવે. કેમકે ઉત્પત્તિકાલીન એ વૃક્ષમાં તો તમામ સંયોગોનો અભાવ જ હોવાથી ઘટાવૃત્તિસંયોગનો પણ અભાવ જ હતો. માટે તે પણ વૃક્ષમાં મળી જતાં સ્વરૂપાસિદ્ધિ ન આવે. પૂર્વપક્ષ: તો પણ "ઉત્પત્તિકાલીનઃ વૃક્ષઃ વૃક્ષાન્યાસમવેતવાન્ ન" એવું તો ન જ બોલાવું કેમકે વૃક્ષાન્યમાં અસમવેત એવા વૃક્ષત્પાદિ ધર્મો તો ઉત્પત્તિકાલીન વૃક્ષમાં પણ છે જ. આમ વૃક્ષાન્યાસમવેતત્વાવચ્છિન્નનો અભાવ તો વૃક્ષમાં ન મળવાથી પાછો સ્વરૂપાસિદ્ધિ દોષ આવે જ છે. પ્રશ્ન: આ ખોટી વાત છે. કેમકે સંયોગત્વન્યૂનવૃત્તિ જે ધર્મ હોય. તેનાથી અવચ્છિન્નના જ અભાવ લેવાના છે. વૃક્ષાન્યાસમેવતત્વ એ તો વૃક્ષરૂપ વૃક્ષત્વજાતિ વિગેરે બધામાં રહેલ છે. અને સંયોગત્વ તો ત્યાં રહેતું નથી. એટલે આ ધર્મ તો સંયોગત્વને ન્યૂનવૃત્તિ જ નથી. પણ અધિકવૃત્તિ છે. માટે આ ધર્મ જ ન લેવાય. અને તેથી એને લઈને કોઈ દોષ આપી શકાતો નથી. પૂર્વપક્ષ: યધર્મન્યૂનવૃત્તિત્વ=સ્વસમાનાધિક૨ણભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વે સતિ સ્વસામાનાધિકરણ્ય એવી વ્યાખ્યા છે. ધારો કે યધર્મ તરીકે ઘટત્વ લો તો તેના માટે ન્યૂનવૃત્તિ ધર્મ કોણ બને? એ આ વ્યાખ્યાથી વિચારીએ. નં.૧ અને નં.૨ ઘટ લઈએ. બેયમાં ઘટત્વ છે. નં.૧ ઘટમાં નં.૨ ઘટનો ભેદ પણ છે. એટલે ઘટત્વના અધિકરણ એવા નં.૧ ઘટમાં જે નં.૨ ઘટભેદ છે. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક નં.૨ ઘટત્વ બને. અને એ ધર્મ ઘટત્વને સમાનાધિકરણ પણ છે. કેમકે નં.૨ ઘટમાં ઘટત્વ પણ છે અને નં.૨ ઘટત્વ પણ છે. આ રીતે નં.૧ ઘટત્વાદિ પણ ન્યૂનવૃત્તિ તરીકે આવી શકે. હવે સંયોગત્વધર્મ એ ઘટીયસંયોગમાં છે. તે ઘટીયસંયોગમાં વૃક્ષાન્યાસમવેતનો ભેદ છે. કેમકે "ઘટીયસંયોગઃ વૃક્ષાન્યાસમવેતઃ ન" એમ બોલી શકાય છે. હવે આ ભેદની પ્રતિયોગિતાનો અવચ્છેદક વૃક્ષાન્યાસમવેતત્વ છે. અને એ જ ધર્મ સંયોગત્વાધિકરણ એવા વૃક્ષવૃત્તિસંયોગમાં પણ છે જ. આમ આ ધર્મમાં પણ સંયોગત્વધર્મન્યૂનવૃત્તિત્વની સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૮૪ ++++++ ܀܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
SR No.032152
Book TitleSiddhant Lakshan Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy